જો બાળક નફટાઈથી સામે જવાબ આપે છે, તો અપનાવો આ 5 ટિપ્સ. બાળકમાં અકાલ્પનિક પરિવર્તન જોશો.

હેલ્લો દોસ્તો તમારા સર્વનું સ્વાગત છે તમારી પોતાની એફબી સાઈટ ઉપર. આજે અમે તમને જણાવવાના છીએ કે જો બાળક તમારી સામે થઇ જાય છે તો આ ટીપ્સ અપનાવો, ઘણી વખત બાળક માતા પિતાની સામે થઇ જવું સ્વભાવિક જ છે. પરંતુ માતા પિતા એ એવા સમયે પોતાના બાળકને સમજાવવો જોઈએ, તેને સાંત્વના આપવી જોઈએ. જો બાળકને ઉગ્ર વ્યવહારને માતા પિતા સાચી દિશા નથી આપતા, તો બાળક વારંવાર આવા પ્રકારના વર્તનને સંતુલિત કરવામાં નિષ્ફળ જઈ શકે છે.

૧. તેની વાત સાંભળો :-

જયારે સામો જવાબ આપે તો માતા પિતાએ પોતાની પ્રતિક્રિયા ખુબ જ સાવચેતીથી આપવી જોઈએ, કેમ કે તે બાળક સાથે તેના સંબંધોને ખરાબ કરી શકે છે. જયારે બાળક ગુસ્સામાં હોય, ત્યારે તેના પ્રત્યે વધુ ઉદાર બનવાની જરૂર છે. તેવા સમયે જો તમે કડકાઈથી સામે આવશો તો બાળકને લાગશે કે તમે તેને કાંઈ પણ બોલવાની પરવાનગી નથી આપી રહ્યા. તેની અપેક્ષા તેના મનમાં જે પણ વાત છે, તેને બહાર લાવવા દો.

હંમેશા માતા પિતા બાળક સાથે એવું કહેતા સાંભળતા જોવા મળે છે કે અમે તારા માતા પિતા છીએ અને તું આવી રીતે વાત કેવી રીતે કરી શકે છે? તો એ વાત બાળકને વધુ ગુસ્સે કરવા વળી હશે. જો તમે તેવા સમયે બાળકને એવું કહો કે તે વિષય ઉપર અમે તેની સાથે પાછળથી વાત કરીશું તો એ એક સારી રીત ગણાશે.

૨. બાળકની તકલીફ જાણો :-

બાળકના ખીજાવા ઉપર માતા પિતાનો ગુસ્સો ખોટો નથી હોતો. પણ બાળકને ખીજાવાનું કારણ જાણવાનો પ્રયાસ કરવો જોઈએ. બની શકે છે બાળક એટલા માટે ગુસ્સો કરી રહ્યો હોય કેમ કે તે સ્કુલમાં પોતાને યોગ્ય સ્થિતિમાં ન અનુભવી રહ્યો હોય. સ્કુલમાં હોમવર્કનું દબાણ પણ તેને ખીજવી શકે છે. જયારે પણ તે સામો જવાબ આપે, તો શાંતિથી તેને પૂછો કે આજે તેની સાથે શું થયું. તે ઘણી સહજતા સાથે તમારી સાથે વાતચીત કરશે.

૩. વાતચીતથી સમજાવો :-

જયારે પણ બાળક મોટા અવાજમાં તમારી સામે જવાબ આપે, તો તેને શાંતિ પૂર્વક સમજાવો કે તેનું આવા પ્રકારનું વર્તન યોગ્ય નથી. બાળક હંમેશા પોતાના મિત્રોને જોઈને આવા પ્રકારનું વર્તન કરતા શીખે છે અને જો તેને સમજાવવામાં આવે કે આ પ્રકારના વર્તનને કારણે તેને કોઈ સારો નહિ કહે. તો તે આવા પ્રકારનું વર્તન ફરી વખત નહિ કરે.

૪. તે તમારી પાસેથી જ શીખે છે :-

જો તમે બાળકને કાંઈ શીખવવા માગો છો, તો તેના માટે તમારે પોતે મોડલ બનવું પડશે. જો માતા પિતા એક બીજા સાથે સારી રીતે વાતચીત નથી કરતા કે સારા સંબોધનનો ઉપયોગ નથી કરતા કે એક બીજા સાથે ઊંચા અવાજમાં વાત કરે છે, તો બાળક પણ તે વસ્તુ શીખે છે, એટલા માટે જો બાળકને યોગ્ય વર્તન શીખવવું છે, તો માતા પિતાએ એક બીજા સાથે સારૂ વર્તન કરવું પડશે.

૫. તેના વખાણ કરો :-

જયારે પણ બાળક કોઈ સારું કામ કરે છે, તો તેના વખાણ કરવાનું ન ભૂલશો. એવું કરવાથી બીજી વખત તેવા પ્રકારના વર્તન કરવા પ્રેરિત થશે.