જો કારની અંદર રહી ગયી હોય ચાવી, તો આ ૫ રીતો થી ખોલી શકો છો દરવાજો

 

કેટલીક વાર લોકો થી ભૂલ થયી જાય છે કે તે પોતાની કારની ચાવી ને કારની અંદર જ છોડી દે છે અને તેનો દરવાજો બંધ કરી દે છે. ત્યાં જ, લોકોની પાસે કારની બીજી ચાવી પણ નથી હોતી.

એવામાં કેટલીક ટ્રિક્સ તમારી આ મુશ્કેલીઓને દુર કરી શકે છે. આમ તો અલગ અલગ પ્રકારની કારની લોકીંગ સિસ્ટમ જુદી-જુદી હોય છે. બધા નવા મોડલ્સ રીમોંટ કન્ટ્રોલ અને પાવર લોકસ ની સાથે વેચાય છે પરંતુ જૂની કારો ફક્ત મેન્યુઅલી જ ખુલે છે. તેના સિવાય, કેટલીક કારોમાં બારીની બીજી બાજુ દરવાજાની ઉપર લોકીંગ નોબ હોય છે અને કેટલીક કારોમાં હેન્ડલ.

કારનો દરવાજો ખોલવાની રીત નંબર ૧:

આ રીત ઘણી સામાન્ય છે. આ રીતનો ઉપયોગ મારુતિ અને હ્યુન્ડાઈ ની જૂની કારોમાં કરાય છે. કારનો દરવાજો ખોલવા માટે દરવાજા પર લાગેલા રબરને સ્કેલ પરથી હટાવો. ત્યારબાદ સ્કેલમ ને તે રબર હટાવવાથી બનેલી જગ્યામાં નાખો. દરવાજામાં લાગેલા નોબ જાતે જ ઉપર આવી જશે.

આ વિડીઓ થી શીખો આ કઈ રીતે કામ કરે છે>>

વિડીયો – ૧ 

કારનો દરવાજો ખોલવાની રીત નંબર ૨:

કારનો દરવાજો કોટ હેંગરના ઉપયોગ થી ખોલી શકાય છે. તમારે એક વાયર હેંગરની જરૂર પડશે જેને વાળી શકાય અને હુક બનાવી શકાય જે વિન્ડો માં રબર સ્ટ્રીપ્સની અંદર જઈ શકે. ત્યારબાદ તમારે તે હુકની મદદથી લોકીંગ સિસ્ટમ ને ખોલવાની છે. તેમાં કેટલોક સમય લાગી શકે છે. પરંતુ તેનાથી તમારું કામ થયી જશે. આ વાતનું ધ્યાન રાખો કે તમે મેટલની જગ્યા એ પ્લાસ્ટિક ક્લોથ હેંગર નો ઉપયોગ કરો. દરવાજાને નુકશાન નહી થાય.

આ વિડીઓ માં શીખો આ કઈ રીતે કામ કરે છે>>

વિડીયો – ૨ 

કારનો દરવાજો ખોલવાની રીત નંબર ૩:

ઈમ્ફલેટેબલ વેજ અથવા એર પેક ના ઉપયોગ થી પણ કારનો દરવાજો ખોલી શકાય છે. આ ટૂલ ની મદદથી તમે એક એર પેકને દરવાજાના ઉપરના ભાગમાં રાખીને હવા ભરો, પછી એક એર પેક ને દરવાજાની સાઈડમાં લગાવીને હવા ભરો. તેથી તમારા દરવાજામાં સ્પેસ બની જશે અને તમે આને રોડ અથવા હુકની મદદથી ચાવી અથવા લોકને ખોલી શકશો. આ ટૂલ સરળતાથી મળી જાય છે.

આ વિડીઓ માં શીખો આ કઈ રીતે કામ કરે છે>>

વિડીયો – ૩ 

કારનો દરવાજો ખોલવાની રીત નંબર ૪:

પ્લાસ્ટીકની સ્ટ્રીપથી પણ કારનો દરવાજો ખોલી શકાય છે. પ્લાસ્ટીકની સ્ટ્રીપ ને કાર વિન્ડો માંથી નાખીને લોક ને ખોલી શકાય છે.

આ વિડીઓ માં શીખો આ કઈ રીતે કામ કરે છે>>

વિડીયો – ૪ 

કારનો દરવાજો ખોલવાની રીત નંબર ૫:

બૂટની દોરી અથવા શૂ લેશ થી પણ કારનો દરવાજો ખોલી શકાય છે. આ થોડું મુશ્કેલ છે પરંતુ તેનાથી નોબ વાળા લોકીંગ સિસ્ટમ ખોલી શકાય છે. બૂટની દોરી ની વચ્ચેથી ગોળ નોટ બનાવીને તેને દરવાજાની અંદર નાખીને લોકને ખોલી શકાય છે.

આ વિડીઓ માં શીખો આ કઈ રીતે કામ કરે છે>>

વિડીયો – ૫