જો તમારા ઘરમાં પણ છે તુલસીનો છોડ, તો ભૂલથી પણ ન કરો આ કામ.

આજે જણાવવાના છીએ તુલસીના છોડ વિષે અદભુત વાતો, ભારત રીતી અને પરંપરાઓથી પરિપૂર્ણ દેશ છે. અહી ભગવાન, પૂજા પાઠ, ધર્મ જાતી સમાજ વગેરેના નામ પર ઘણા પ્રકારના નિયમ તથા કાનુન બનાવેલા છે.

ભારતમાં બનેલા દરેક નિયમનું પોતાનું એક ધાર્મિક મહત્વ છે, તો ત્યાં જ બીજી બાજુ આ નિયમોનું કોઈને કોઈ વૈજ્ઞાનિક કારણ પણ જરૂર હોય છે. હિંદુ ધર્મમાં તુલસીના છોડનું ખુબ જ મહત્વ છે. હિંદુ ધર્મમાં એવું કહેવાયું છે કે રવિવારે તુલસીના છોડને અડવું ધાર્મિક કારણ છે. પણ તેની પાછળ શું કારણ છે, આવો જાણીએ.

હિંદુ ધર્મમાં ઝાડ-છોડનું પણ અલગ મહત્વ છે. દેશભરના અલગ અલગ પ્રદેશોમાં ઘણા પ્રકારના ઝાડ-છોડની પૂજા કરાય છે. આયુર્વેદમાં પણ વૃક્ષનું મહત્વ જણાવ્યું છે. પૂજા પાઠથી લઈને ઘણા પ્રકારના શુભ કામોમાં છોડ-વૃક્ષનો ઉપયોગ સદીઓથી થાય છે. પણ ગામડા જેમ જેમ શહેરોમાં બદલાવવાના શરુ થયા તેમ વૃક્ષને કાપવામાં વધારે જડપ આવી ગઈ. શહેરોમાં વૃક્ષ ઓછા અને મકાન, દુકાન, ફ્લેટ વધારે થઇ ગયા.

આજે અમે વાત કરી રહ્યા છીએ તુલસીના છોડની. તુલસીના છોડ વિષે તો તમે બધા જાણો જ છો, આ છોડ દરેક હિંદુના ઘરમાં સરળતાથી મળી જશે. હિંદુ ધર્મમાં તુલસીના છોડનું ઘણું મહત્વ છે. લોકો તેની પૂજા કરે છે ત્યાં જ સાથે સાથે આયુર્વેદિક દવાઓમાં તુલસીના છોડના પાંદડાનો ઘણો ઉપયોગ થઇ રહ્યો છે.
બજારમાં તુલસીના અર્ક ખુબ વેચાઈ રહ્યા છે.

મારા ઘરમાં તુલસીના છોડની પૂજા તો અમે ખુબ કરીએ છીએ પણ ઘણી વાર એવી ભૂલો પણ કરી દઈએ છીએ કે તુલસીનો છોડ આપણને ફાયદો પહોચાડવાની જગ્યાએ નુકસાન પહોચાડવા લાગે છે. એવી જ ત્રણ ભૂલો વિષે અમે તમને જણાવીએ છીએ ભૂલથી પણ તમારા ઘરમાં તુલસીના છોડ સાથે આ કામ ન કરો.

તુલસીનું મુરઝાયેલ છોડ :-

ઘણી વાર તમે જોયું હશે કે તમારા ઘરનું તુલસીનું છોડ મુરઝાઈ જાય છે પણ તમે સમજી નથી શકતા કે એવું કેમ થયું. તુલસીનું મુરઝાયેલ છોડ તમને એ જણાવવાનો પ્રયત્ન કરી રહ્યો હોય છે કે જલ્દી જ પરિવારમાં કોઈ વિપત્તિનો પ્રભાવ પડી શકે છે.

જ્યોતિષ જણાવે છે કે જો ઘર પર કોઈ સંકટ આવવાનું હોય તો સૌથી પહેલા તે ઘર માંથી લક્ષ્મી એટલે કે તુલસી જતી રહે છે અને ત્યાં ગરીબીનો વાસ થવા લાગે છે. તેથી પ્રયત્ન કરો કે તુલસીનું છોડ મુરઝાય નહી, તેનું વિશેષ ધ્યાન રાખો.

તુલસીનું સુકાયેલ છોડ ન રાખો :-

ઘણી વાર તુલસીનો છોડ સુકાઈ જાય છે તો લોકો તેને પણ ઘરમાં રાખે છે પણ તમને જણાવી દઈએ કે જો તમારા ઘરમાં લગાવેલ તુલસીનો છોડ સુકાઈ ગયો છે, તો તેને ઘરમાં ન રાખો, કારણ કે તે અશુભ મનાય છે. સુકાયેલા તુલસીના છોડને કોઈ નદીમાં અથવા તળાવમાં વહેવડાવી દેવો જોઈએ. સાથે જ બીજો તુલસીનો છોડ લાવવો જોઈએ. જેથી ફરીથી ઘરમાં લક્ષ્મીનો વાસ થઇ શકે.

રવિવારે ન અડો તુલસીના છોડને :-

એવું મનાય છે કે લક્ષ્મી રૂપી તુલસીના છોડને રવિવારે ન અડવું જોઈએ અને તેમાં પાણી પણ ન નાખવું જોઈએ, જો તમે એવું કરો છો તો તમને નુકસાન થઇ શકે છે. તેથી રવિવારે વિશેષ ધ્યાન રાખો. સાથે જ એકાદશી પણ તુલસીને પ્રિય છે. દેવઉઠની એકાદશીના દિવસે જ તુલસી વિવાહ સંપન્ન કરાવાય છે. તેથી એકાદશી પર તુલસીના પાંદડા ન તોડવા જોઈએ.

ન્હાયા વગર ન તોડો તુલસીના પાંદડા :-

આ પણ માન્યતા છે કે તુલસીના પાંદડાને ક્યારેય વગર ન્હાયે ન તોડવા જોઈએ, કારણ કે જો કોઈ વગર ન્હાયે તુલસીના પાંદડાના પૂજન માટે તોડે છે, તો એવા ચડાવેલા પાંદડાનું ભગવાન પૂજનમાં સ્વીકાર નથી કરતા.

તુલસીના દરેક પાંદડાને 11 દિવસ સુધી પૂજન માટે વારંવાર પ્રયોગ કરી શકાય છે. પુરાણો મુજબ તુલસીના પાંદડા 11 દિવસો સુધી શુદ્ધ મનાય છે. તેથી આ જરૂરી નથી કે તમે રોજના પૂજન માટે દરરોજ તુલસીના પાંદડા તોડો, પણ 1 પાંદડાને 11 દિવસો સુધી ધોઈ-ધોઈને પૂજન માટે પ્રયોગમાં લઇ શકાય છે.