જો તમે 30 વર્ષની ઉંમરે પહોંચવાના છો, તો આજે જ શરુ કરી દો આ કામ, નહિ થાય પૈસાની તકલીફ.

પૈસા બચાવવા માટે સૌથી પહેલા કામની પ્રાયોરીટી નક્કી કરો. તે નક્કી કરે છે કે સૌથી વધુ જરૂરી કામ તમારા માટે શું છે? ક્યાં પૈસા ખર્ચ કરવા વધુ જરૂરી છે.

૩૦ વર્ષની ઉંમરે પહોચતા પહોચતા ઘણી વખત માણસને તેની જવાબદારીઓનો અહેસાસ નથી થતો. આ ઉંમરનો એક એવો પડાવ હોય છે, જ્યાં આપણે ઘણા બધા ફેરફારો માંથી પસાર થઈને નીકળીએ છીએ. નાણાકીય ધ્યેયો શરુ કરવા માટે આ યોગ્ય સમય હોય છે. જો સમયસર એવું નહિ કરવામાં આવે તો ભવિષ્યમાં ઘણી બધી મુશ્કેલીઓ આવે છે.

કોઈ વ્યક્તિને પૈસા કમાયા પછી સૌથી જરૂરી કામ હોય છે, તેનું સંચાલન કરવું. આવક વધવા સાથે તે જવાબદારી ધીમે ધીમે વધે છે. એટલા માટે ૩૦-૪૦ વચ્ચેની ઉંમર તમારા ભવિષ્યને તૈયાર કરવા માટે ઘણું જરૂરી હોય છે. અમે તમને આ લેખમાં જણાવી રહ્યા છીએ કે જયારે તમે ૩૦ની ઉંમરે પહોચો તો કેવી રીતે તમારે પૈસાનું સંચાલન કરવું.

સમજી વિચારીને પ્લાનિંગ : પૈસા બચાવવા માટે સૌથી પહેલા પ્રાયોરીટી નક્કી કરો. કે સૌથી વધુ જરૂરી કામ તમારા માટે શું છે? ક્યાં પૈસા ખર્ચ કરવા વધુ જરૂરી છે. બચત કરવાની કળા માત્ર ખર્ચ કરવાની નહિ પરંતુ ઉપયોગીતા વધારવા અને ઓવરહેડ ખર્ચાને ઓછા કરવા માટે સમજી વિચારીને ખર્ચ કરવાની છે.

૩૦ વર્ષની ઉંમરમાં વ્યક્તિ પાસે સારી નોકરી હોય તો આગળ માટે સારું પ્લાનિંગ કરી શકે છે. બની શકે છે શરુઆતમાં તમને સારી નોકરી ન મળે. જેવી તમે ઈચ્છી રહ્યા હો તેવી નોકરી ન હોય, પરંતુ જેમ જેમ તમે થોડો સમય જવા દેશો, તો તમારે તેના માટે વધુ પ્રયાસ કરવો પડશે.

શરુઆતથી પાડો બચતની ટેવ : આર્થિક ગણતરીએ ભવિષ્ય સારું રહે તમારે વહેલી બચત શરુ કરવાની ટેવ પાડવી જોઈએ. બચત માટે તે જરૂરી નથી કે વધુમાં વધુ બચત હોય, પરંતુ તે આધાર રાખે છે કે બચતની શરુઆત વહેલી તકે કરવામાં આવે. કેમ કે પૈસા વધવામાં પણ સમય લાગે છે. શરુઆતમાં તમારી કમાણીના પાંચ ટકા બચત કરો. તેને આગળ જતા વધારીને ૧૫-૨૦ ટકા સુધી કરી શકો છો.

દેવાથી દુર રહો : ઘણી વખત વધુ જવાબદારી નથી હોતી છતાં પણ લોકો દેવું લઇ લે છે. તેને લાગે છે કે ચાલો પાછળથી દેવું ભરી દેશું. અત્યારે તો લઇ લો. પરંતુ દેવા તરફ ત્યારે જાવ જયારે તે લેવું ખરેખર જરૂરી હોય. આમ તો ત્યાર પછી પ્રયાસ કરો કે દેવાની ચુકવણી વહેલી તકે કરી દેવામાં આવે.

મહિનાનું બજેટ બનાવીને કરો કામ : મહિનાના બજેટથી તે જાણી શકાશે કે તમારે ક્યાં કેટલા પૈસા ખર્ચ કરવાનો છે, સાથે જ આ રીતે તમે એ જાણી શકશો કે ક્યા ખર્ચને અટકાવીને બચત કરી શકાય છે.

આ માહિતી જાગરણ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.