જો તમે પણ ઘરની વહુને લગાડો છો પગે અને કરાવો છો આ કામ તો જાણી લો કરી રહ્યા છો…

હિંદુ ધર્મની માન્યતા મુજબ વહુને ઘરની લક્ષ્મી માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે વહુનો ઘરમાં પ્રવેશ ઘરમાં માં લક્ષ્મીના પ્રવેશ બરોબર છે, કેમ કે સ્ત્રીને માં દેવીનુ જ સ્વરૂપ માનવામાં આવે છે. કહેવાય છે કે જે વહુના પગ ઘર માટે શુભ હોય છે તેના આવવાથી ઘરમાં સુખ-સમૃદ્ધીની વૃદ્ધી થાય છે. કેમ કે એક મકાનને ઘર બનાવવાનું કામ સ્ત્રી જ કરે છે. એટલા માટે જયારે વહુ ઘરમાં આવે છે તો ઘરમાં આનંદનું વાતાવરણ છવાઈ જાય છે અને ઉત્સવ મનાવવામાં આવે છે.

ભારતમાં સાસુ પણ વહુના આવ્યા પછી ઘરની તમામ જવાબદારીઓ માંથી મુક્ત થઈને આખા ઘરની જવાબદારી વહુઓને સોપી દે છે. જે તે ઘણા દિવસોથી નિભાવી રહી હતી. પરંતુ શું તમને ખબર છે ક્યારેક ક્યારેક અમુક બાબતોનું જ્ઞાન ન હોવાને કારણે જ આપણે જાણે અજાણે વહુઓ પાસે થોડા એવા કામ કરાવી લઈએ છીએ જે શાસ્ત્રો મુજબ ખોટા હોય છે. હિંદુ શાસ્ત્રો મુજબ ઘરમાં આવેલી નવી નવલી વહુઓ પાસે તે કામ કરાવવું સારું નથી માનવામાં આવતું. અજાણતામાં નવી વહુ પાસે કરાવવામાં આવેલા આ કામ તમારા માટે નુકશાનકારક સાબિત થઇ શકે છે.

ચરણ સ્પર્શ

હિંદુ ધર્મમાં માન્યતા છે પોતાના મોટાના ચરણ સ્પર્શ કરવાની, તેનાથી વ્યક્તિના શીષ્ઠાચારો વિષે જાણી શકાય છે. જે ઘરમાં નવી વહુ આવે છે તો ઘણા એવા રીવાજ હોય છે જે વહુઓ પાસે કરાવવામાં આવે છે, જેમાંથી એક હોય છે ઘરના બધા સભ્યોના ચરણ સ્પર્શ કરી આશીર્વાદ લેવા. પરંતુ ક્યારેય તમે એક વાત ઉપર ધ્યાન આપ્યું છે કે જે વહુઓને આપણે લક્ષ્મી માનીએ છીએ ત્યારે બીજી તરફ તેની પાસે ચરણ સ્પર્શ કરાવવામાં આવે છે.

તેવામાં તેની પાસે ચરણ સ્પર્શ કરાવવા યોગ્ય નથી હોતું. એવું માનવામાં આવે છે કે તે માં લક્ષ્મીનું અપમાન કરવા જેવું હોય છે. જેનાથી ઘરના ધનમાં ખામી આવે છે સાથે જ કુટુંબમાં કોઈને કોઈ પ્રકારની સમસ્યાઓ પણ હંમેશા જળવાયેલી રહે છે.

ધન વગેરેની માંગણી કરવી

દહેજ આજે નહિ પરંતુ વર્ષોથી ચાલતી આવેલી એક કુપ્રથા છે જે આજ સુધી બંધ નથી થઇ. આ દહેજ પ્રથાને કારણે જ ન જાણે કેટલીય દીકરીઓ પોતાના જીવ ગુમાવી બેઠી છે. દહેજ રૂપી રાક્ષસ તેના જીવનને ગળી જાય છે. પરંતુ શું તમને ખબર છે શાસ્ત્રોમાં દહેજ લેવું પાપની યાદીમાં મુકવામાં આવ્યું છે. શાસ્ત્રો મુજબ જે વ્યક્તિ દહેજની માંગણી કરે છે તે ક્યારે પણ સુખી નથી રહેતા, તે હંમેશા મુશ્કેલીઓથી ઘેરાયેલા રહે છે.

ઘરનું બાથરૂમ સાફ કરાવવું

ઘરમાં આવેલી નવી વહુ પાસે બાથરૂમ સાફ ન કરાવવું જોઈએ. એમ કરવાથી ઘરમાં જાત જાતની સમસ્યાઓ આવવા લાગે છે. અને ઘરના તમામ સભ્યો મુશ્કેલીઓથી ઘેરાઈ જાય છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.