જો તમે પણ છો તડબૂચ ખાવાના શોખીન તો ખાતા પહેલા થઇ જજો સાવધાન.

જેમ કે તમે બધા જાણો છો કે આ ગરમી પોતાની ચરણસીમા ઉપર છે અને તેવામાં બજારમાં ફળોનું વેચાણ વધી જાય છે કેમ કે દરેકને આ સીઝનમાં તેની અનુભૂતિનો અહેસાસ થવા લાગે છે. પોતાને હાઈડ્રેટેડ અને તાજા મજા રાખવાની. આ ઋતુમાં ૧ કપ કાપેલું તરબૂચ મળી જાય તો શું કહેવું. તે ન માત્ર હેલ્દી હોય છે પરંતુ ટેસ્ટી પણ ઘણું લાગે છે.

જણાવવામાં આવે છે કે તરબૂચ હાઈ લાઈકોપિનનો દાવો જૂથના ફળ માંથી એક છે, એટલું જ નહિ તે વજન ઓછું કરવામાં પણ લાભદાયક સાબિત થાય છે. ઘણા પોષક તત્વોથી ભરપુર તરબૂચ એક ઉત્તમ સ્નેક તરીકે પણ ખાવામાં આવી શકે છે. આ ફળ તમને હ્રદયના રોગોથી દુર રાખવા સાથે સાથે તમારી કીડનીને હેલ્દી બનાવે છે અને તમારા બીપીને કંટ્રોલમાં રાખે છે.

પરંતુ આજે જે સમાચાર સામે આવ્યા છે. તે વાચીને દાવો કરીએ છીએ કે તમે તરબૂચ ખાવાનું તો દુર તેના વિષે વિચારવાનું પણ બંધ કરી દેશો. આ ઘટના સેક્ટર ૨૩ માં રહેવા વાળી સિદ્ધી અગ્રવાલ સાથે બની છે ખાસ કરીને થયું એવું કે સિદ્ધી સેક્ટર બહારથી તરબૂચ ખરીદ્યું અને જેવી તેને ઘરે લઇને ગઈ તો તેમાં ફીણ નીકળવાનું શરુ થઇ ગયું. તે તરબૂચ માંથી આખી રાત ફીણ નીકળતું રહ્યું.

એવું જોઈને સિદ્ધી ગભરાઈ ગઈ અને પછી તેણે તેની ફરિયાદ જીલ્લા પ્રશાસનથી લઇને ફૂડ વિભાગ સુધી કરી પરંતુ નવાઈની વાત તો એ હતી કે ફરિયાદ કરવા છતાં પણ ત્યાંથી કોઈ પણ વ્યક્તિ તે તરબૂચના સેમ્પલ લેવા ન આવ્યા. ત્યાર પછી તેમણે તેની ફરિયાદ પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રીને કરી છે.

આમ તો તમને જણાવી આપીએ કે જોવામાં આ તરબૂચ સામાન્ય લાગી રહ્યું હતું. સિદ્ધીનું કહેવું હતું કે શુક્રવાર એ રાત્રે તેણે સેક્ટરની બહારથી તરબૂચ ખરીદ્યું. ત્યાર પછી ઘરે લાવીને મૂકી દીધું અને થોડા જ સમય પછી તેમાંથી ફીણ નીકળવા લાગ્યું. આમ તો આ વાત સાચી છે. આજ કાલ ફળને જલ્દી પકાવવા અને તાજા રાખવા માટે ઘણા પ્રકારના કેમિકલનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જો કે તે આપણા આરોગ્ય માટે ઘણું જ નુકશાનકારક છે.

આવા પ્રકારના ખાદ્ય પદાર્થોથી પેટમાં સંક્રમણ થઇ શકે છે તમને ખબર નહિ હોય પરંતુ મોટા ભાગના ફળ પકાવવા માટે એથલીન ગેસ, કાર્બોઇડ વગેરેનો ઉપયોગ થાય છે, જે માણસ માટે નુકશાનકારક છે. ક્ષેત્રીય ખાદ્ય પદાર્થ અધિકારી રેનું સિંહ એ જણાવ્યું કે રવિવારે તરબૂચનું સેમ્પલ લેવામાં આવશે. તો હવે તો તમે સમજી ગયા હશો કે છેવટે તરબૂચ તમારા માટે કેટલું ફાયદાકારક હોઈ શકે છે.

એટલા માટે તમારે હંમેશા ફળ ખરીદતી વખતે થોડી વાતોનું ધ્યાન જરૂર રાખવું જોઈએ.

સૌથી પહેલા તો ફળ ખાતા પહેલા સારી રીતે ધોઈ લો.

જયારે પણ લાગે કે ફળ યોગ્ય નથી લાગતું ત્યારે ફળ વેચવા વાળો મફત પણ આપે તો પણ એ ના ખરીદવું જોઈએ. આપણે સસ્તાના ચક્કરમાં આવા આપણા સ્વાસ્થ્યને નુકશાન કરતા ફળ અને શાકભાજી ખરીદીને લાવીએ છીએ એ રૂપિયા તો આપણે બચાવીએ છીએ પણ સામે દવાખાનામાં કેટલાય ઘણા વધારે રૂપિયા આપી આવીએ છીએ.

અને એ વાત પણ ધ્યાનમાં રાખશો કે કુદરતી રીતે પાકેલું ફળ સ્વાદમાં તો સારું હોય જ છે, તેની સાથે જ આરોગ્ય માટે પણ સારું હોય છે.

જો તમે લીલા અને પાંદડા વાળા શાકભાજી ખરીદો છો, તો ઉપરના આવરણ ઉપર ખતરનાક રસાયણોના અંશ હોય છે તેથી તે સારી રીતે ધુવો.