જો તમે રાત્રે લાંબુ ડ્રાઈવિંગ કરી રહ્યા છો, તો તમે આવી રીતે ઊંઘ ને દૂર રાખી શકો છો

સંચિત ટંડન. રાત્રે લાંબા અંતર સુધી ગાડી ચલાવવાનું ક્યારેય સલાહભર્યું નથી, પરંતુ ઘણી વાર સંજોગો એવા બને છે કે રાત્રે કાર ચલાવવી ફરજિયાત બની જાય છે. જ્યારે મજબૂરી હેઠળ ડ્રાઇવિંગ કરવામાં આવે છે ત્યારે ઉંઘથી બચવું એ પણ એક પડકાર છે.

જાગૃત રહેવા માટે આ ઉપાય કરી શકાય છે

૧)મિત્રો સાથે રાખો

ગાડી ચલાવતી વખતે હંમેશા તમારી સાથે કોઈને રાખવા એ સારો ઉપાય છે. અને તે વ્યક્તિને જો ગાડી ચલાવતા આવડતું હોય તે વધુ સારું છે કેમકે તે થોડા સમય માટે ગાડી ચલાવાની જવાબદારી લઈ શકે છે. તેની સાથે વાત કરીને જાગૃત પણ રહેશો અને યાત્રામાં અંતર અને થાકની અનુભૂતિ નહીં થાય.

૨)સફર પહેલાં થોડી ઉંઘ

આરામ કરવાનો કોઈ વિકલ્પ નથી. જો તમે મુસાફરી શરૂ કરવાના થોડા સમય પહેલા 15 કે 30 મિનિટની નિદ્રા લેશો, તો તમને ઘણા કલાકો સુધી થાક અને ઉંઘ નહીં આવે.

૩) સંગીત પણ મદદરૂપ

તમારું પ્રિય સંગીત પણ તમને જાગૃત રાખી શકે છે. જો તમને આ ગીતોના શબ્દો યાદ હોય, તો તમે પણ ગીત સાથે ગાશો, જેથી મન નિંદ્રાના વિચારોને દૂર રાખશે. ખાલી એક વાતનું ધ્યાન રાખવું કે સૂતી વખતે વગાડવામાં આવતું શાંત સંગીત વગાડવું નહિ.

૪)કેફીન

કેફીનને વિશ્વના વૈધાનિક અને સૌથી વધુ ઉત્તેજક માનવામાં આવે છે. ડ્રાઇવિંગ દરમિયાન ચા-કોફી માટે બ્રેક તમારી ચેતના પર ખૂબ અસર કરે છે. જો આંખો બોજારૂપ થવા લાગે છે, તો તે વ્યક્તિએ એક કપ કોફી કે ચા માટે ગાડી ચલાવાનું બંધ કરવું જોઈએ.

૫) સલામત ડ્રાઇવિંગ માટે જરૂરી છે

સરખું બ્લડ પ્રેશર

સરખા ધબકારા, વ્યવસ્થિત આંખ

અવાજ પર ઝડપી પ્રતિસાદ આપવાની ક્ષમતા

લાઇટ પર ઝડપથી પ્રતિક્રિયા આપવાની ક્ષમતા

ગતિ સમજવાની ક્ષમતા

૬)તો તરત જ વાહન ચલાવવાનું બંધ કરો..

જો સતત અને અસહ્ય ઉબકા આવવા લાગે.

જો તમને થોડા કિલોમીટર પસાર નહિ થઈ શકે તેવું લાગતું હોય.

જો મનમાં સતત વિચારો આવતા હોય અને તમે આજુબાજુની વસ્તુઓને અનુભવી ના શકતા હોવ.

જો પોપચા ભારે લાગવા માંડે.

જો તમારું માથું વાંકુ વળવા લાગે.

જયારે અચાનક બીજી લેનમાં ગાડીને ખસેડી દો,ત્યારે તરત જ કારને બાજુમાં રોકો.

૭)જ્યારે ઉંઘ હાવી થઈ જાય

જ્યારે ઉંઘનું વર્ચસ્વ હોય ત્યારે કારને સલામત સ્થળે પાર્ક કરો. આ સ્થળે તમને ખલેલ પહોંચાડવા માટે કોઈ ન હોવું જોઈએ અને શાંતિ પણ જરૂરી છે. કારને લોક કર્યા પછી, ઇગ્નીશનમાંથી ચાવી કાઢી લો. નિદ્રા લો. તેના માટે 15 થી 20 મિનિટની થઈ શકે છે. જો તમને ઉતાવળ નથી, તો તમે ઊંઘ પુરી ના થાય ત્યાં સુધી સુઈ શકો છો

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.