જો તમે TV ખરીદવાના હોય તો તે પહેલા આ આર્ટિકલ જરૂર વાંચો, TV વિષે A ટુ Z

શુ તમારે ટીવી ખરીદવું છે? LCD, LED કે OLED? તમારે કેટલું મોટું ટીવી જોઈએ? ૩૨ ઈંચ, ૫૫ ઇંચ કે ૬૪ ઇંચ? કેવું ટીવી લેવાનું પસંદ કરશો? સ્માર્ટ ટીવી કે નોર્મલ ટીવી?

જો જીવનમાં તમે ગમે ત્યારે પહેલી વાર ટીવી લેવા જસો તો તમને આવા ઘણા પ્રશ્નો કરશે. પણ શું તમને આ બધા પ્રશ્નોના જવાબ ખબર છે? જો ના તો ચાલો જાણીએ કેવું ટીવી લેવાય.

સૌથી પેહલા એ જાણીએ કે, શુ આપણે ટીવીને મોનીટર બનાવી કોમ્પ્યુટર સાથે જોડી શકીએ છીએ?
૩૨ ઇંચનું મોનીટર લેવા જાસો તો એ ૨૦ હજાર નું આવશે. એના કરતાં ૩૨ ઇંચનું ટીવી લઇ લઈએ અને એને મોનીટર બનાવી એને લેપટોપ કે કોમ્પ્યુટર સાથે hdmi ના પોર્ટમાં જોડીને કરી શકીએ છીએ. પણ અહીંયા આપણે બહુ મોટી ભૂલ કરીએ છીએ. કેમકે કોમ્પ્યુટરની રિફ્રેશ રેટ વધારે હોય છે. ટીવી એટલા માટે બનાવવામાં આવ્યું છે કે દૂર બેસીને તમે આરામથી જોઈ શકો. જો તમે ટીવીને મોનીટર બનાવો છો અને કામ કરવા નજીકથી બેસો છો તો બધી વસ્તુ ધુધળી દેખાશે.

તો એવી સલાહ આપવામાં આવે છે, કે તમારે મોનીટરની જરૂર છે તો મોનીટર જ ખરીદો અને ટીવીની જરૂર છે તો ટીવી જ ખરીદો. બંનેને એક કામ માટે ભેગાં ના કરો.

હવે એ પ્રશ્ન કે ટીવી કેટકું મોટુ લેવું જોઉએ? તો પહેલાએ નક્કી કરો કે તમે ટીવી લગાવશો ક્યાં? તમારી પાસે જેટલી જગ્યા હોય એટલી સાઈઝનું ટીવી લેવું જોઈએ. હવે તમે જેટકી સાઈઝનું ટીવી લેશો એનાથી દોઢ ઘણા અંતરે બેસીને ટીવી જોવું જોઈએ.

હવે તમારેએ જાણવું જોઈએ કે તમે જે ટીવી ખરીદો છો એનું રીઝોલ્યુસન કેવું છે? રીઝોલ્યુસન એટલે એમાં કેટલા પિક્સલ્સ છે? આ સમજતા પેલા એ જાણીએ કે ટીવી મોનીટર આપણને વિડિઓ કેવી રીતે બતાવે છે. એના માટે એક સેકન્ડમાં ઘણી બધા ફોટાને પસાર કરવામાં આવે છે. એટલે આપણને એમ લાગે કે વિડિઓ દેખાય છે. એટલે ટીવીમાં આપણે જે ફિલ્મ જોઈએ છીએએ ફિલ્મ નથી પરંતુ ઘણા બધા ઇમેજિસ છે. જો ઇમેજને મોટી કરવામાં આવે તો તમને ખબર પડશે કે ઘણા બધા નાના નાના પિક્સલ્સની બનેલી છે. આ પીક્સલ્સને જ રીઝોલ્યુસન કહેવામાં આવે છે.

જેટલા પણ ટીવી આવે છે જેને hd રેડી રીઝોલ્યુસન વાળું કહેવામાં આવે છે. એનો અર્થ એ થાય છે કે આડી લંબાઈ મુજબ ૧૨૮૦ પિક્સલ્સ છે અને ઉભી લંબાઈ મુજબ ૭૨૦ પિક્સલ્સ છે. જો hd રેડી રીઝોલ્યુસન વાળું ટીવી તમે લઈ રહ્યા છો તો એને દૂરથી કે નજીકથી સરખી રીતે તમે જોઈ શકશો નહીં. આથી જો તમે hd રેડી રીઝોલ્યુસન વાળું ટીવી લઈ રહ્યા છો તો બહુ મોટી ભુલ કરી રહ્યા છો.

720p પછી આવે છે full hd :

ઘણા બધા ટીવી તમને full hd વાળા જોવા મળે છે. આમાં પિક્સલ્સ વધારે આવે છે. આડી લંબાઈ મુજબ ૧૯૨૦ પિક્સેલ્સ અને ઉભી લંબાઈ મુજબ ૧૦૮૦ પિક્સેલ્સ આવે છે. જો તમે ૩૨ ઇંચનું full hd ટીવી લેશો તો કલેરિટી સારી જોવા મળશે. જયારે 720p ના ટીવીમાં પિક્સલ્સ ઓછા છે, આથી કલેરિટી ઓછી જોવા મળશે અને પિકચર ફાટતું હોય એવું દેખાશે.

જયારે 4K hd ટીવીને તમે એકદમ નજીકથી જોશો તો પિક્ચર ફાટતું હોય એમ તમને નહિ લાગે. જો તમને hd રેડી ટીવી કોઈ મફતમાં આપતું હોય તો પણ લેશો નહીં. કેમકે એનાથી તમારી આંખો બગડશે. પિક્ચર ફાટેલું દેખાશે. જો તમારી પાસે વધારે પૈસાની સગવડ હોય તો 4K full hd ટીવી જ ખરીદો. એ ના ખરીદી શકો તો full hd ટીવી ખરીદો પણ hd રેડી લેશો નઈ.

હવે વાત કરીએ ટીવીનો રિફ્રેશ રેટ શું છે?

ટીવી કેટલી ઝડપી કેટલા વધારે ફોટા બતાવી શકે છે, એને રિફ્રેશ રેટ કહે છે. તમારે ઓછામાં ઓછા 60hz રિફ્રેશ રેટનું ટીવી લેવું જ જોઈએ. 60 થી ઓછા રિફ્રેશ રેટ વાળું ટીવી લેશો જ નહીં.

હવે જાણીએ ટીવીના પ્રકાર વિશે :

તમે જુદા જુદા પ્રકાર જોયા હશે જેમકે LCD, LED,OLED. પણ ખરેખર જોઈએ તો દુનિયામાં 2 જ પ્રકારના ટીવી હોય છે. એક LCD બીજું OLED બધા જ ટીવી આ 2 પ્રકારમાં જ આવે છે.

LCD શું છે?

તેનું આખું નામ છે લિકવીડ ક્રિસ્ટલ ડિસ્પ્લે. એનો અર્થએ થાય છે કે લિકવિડના નાના નાના ક્રિસ્ટલ બને છે અને એ કલર બનાવે છે અને પાછળથી પ્રકાશિત કરવામાં આવે તો સ્ક્રીન પર પિક્સલની મદદથી એક ઇમેજ બને છે. જેને પાછળથી પ્રકાશ આપવામાં આવે છે. એમ LCD માં CCFL લાઈટ એટલે કે ફ્લોરોસન્ટ લાઈટનો ઉપયોગ કરવામાં આવે છે. જે આપણા ઘરમાં સફેદ રંગનો બલ્બ વાપરીએ છીએ એની મદદથી પ્રકાશ એના ક્રિસ્ટલ પર નાખવામાં આવે છે. અને ક્રિસ્ટલના રંગ મુજબ એની જાતે જ એક ઇમેજ બની આપણી આંખોમાં દેખાશે.

જે LED હોય છે એ LCD જ હોય છે. એની અંદર પણ LCD જેવી જ ડિસ્પ્લે હોય છે. પણ જે પ્રકાશ CCFL ફ્લોરોસન્ટ લાઈટના બદલે LED ના પેનલની મદદથી આપવામાં આવે છે. આનાથી ફાયદો એ થશે કે પાવર ઓછો વપરાશે. આમ LCD એ LED જ છે. માત્ર પ્રકાશ આપવાની રીત અલગ છે. આના પછી SAMSUNG નવી સિસ્ટમ લાવ્યું જેને QLED કહેવાય છે જેને કવોટનમ ડોટસ કહેવાય. એમણે થોડો ફેરફાર કર્યો, કે જે LED લગાવે છે એમાં થોડા વધારે કલર્સ આવે, વધારે પ્રકાશિતને વ્યવસ્થિત દેખાય એવા ફેરફાર કર્યા.

આમ ગમે તેમ ફેરવીએતો LCD માં બધું જ આવી ગયું. LED, LCD, OLED વગેરે.

હવે બીજો પ્રકાર છે OLED જેનું આખું નામ છે ઓર્ગનીક લાઈટ એમીટિંગ ડાઓડ. એમાં કોઈ ક્રિસ્ટલ વપરાતા નથી. આમાં દરેક પિક્સેલ પર એક એક LED લગાવવામાં આવે છે. હવે વિચારો આટલી બધી LED લગાવવામાં આવે તો એનો ખર્ચો ખૂબ જ વધી જાય. પણ હા એની કલેરિટી ખૂબ જ સારી આવે છે. બજારમાં જે પણ ઓછા બજેટ વાળા ટીવી આવે છે એ LCD કે LED જ હોય છે પણ જો તમે મોંઘા ટીવી જોશો તો એ OLED પ્રકારના હશે.

હવે બીજી કઇ વસ્તુ આપણે જોવાની છે ટીવી ખરીદતી વખતે?

તો હવે આપણે ટીવીના સ્પેશિફિકેસનમાં જોવાનું છે કે ટીવીનો કોન્ટ્રાસ રેસીઓ શું છે. એટલે કે જે સફેદ છે એ કાળા રંગ મુજબ કેટલુ સફેદ છે અને કાળુ છે એ સફેદ રંગ મુજબ કેટલુ કાળુ છે. ટૂંકમાં એનો અર્થ છે કે કાળુ કેટલું કાળુ છે અને સફેદ કેટલું સફેદ છે. આ રેસીઓ બધી કંપની તેના મુજબ અલગ અલગ આપે છે. પણ તમારે જોઈને લેવું કે કાળો રંગ કેટલો કાળો બતાવે છે અને સફેદ રંગ કેટલો સફેદ બતાવે છે. જેટલું વધારે કાળુ હશે એટલી વધારે સારી વસ્તુ તમને દેખાશે.

હવે તમારે એ જોવાનું છે કે ટીવીમાં કેટલા ઇનપુટ પોર્ટ છે. ઓછામાં ઓછા 2 HDMI પોર્ટ હોય એવું ટીવી જ લેવું જોઈએ. કેમકે એકમાં તમે સેટ ઉપ બોક્સનું પોર્ટ લગાવશો. અને બીજું કોઈ બીજા ઉપયોગમાં કામ આવશે. જો એકજ પોર્ટ હશે તો તકલીફ પડશે. આમ જોવું કે 2 HDMI પોર્ટ અને 2 USB પોર્ટ હોવા જ જોઈએ. આ સિવાય જેટલુ વધારે હશે એ તમારા ફાયદા માટે જ હશે.

હવે જાણીએ કેવું ટીવી લઈએ? Flat ટીવી કે curve ટીવી?

પહેલા curve ટીવી બધા લેતા હતા કે બધી બાજુથી જોવામાં સરળતા રહે. પણ હવે flat ટીવી જ ચાલે છે.
Flat શા માટે? કેમકે ફ્લેટ ટીવી દીવાલ પર લગાવી શકાય છે.જ્યારે curve ટીવીને તમારે ક્યાંક એની પૂરતી જગ્યા જેટલાંમાં મૂકવું જ પડે અને એમાં બંને બાજુએ બેઠેલ વ્યક્તિને જોવામાં તકલીફ પડશે કેમ કે ટીવી curved છે.

હવે જોઈએ કે 3D ટીવી લેવું કે non 3D ટીવી?

ટીવી બનાવનાર કંપનિઓએ લોકોને આકર્ષવા માટે 3D વસ્તુ નવું લાવ્યા કે લોકો એમાં 3D દેખાશે એમ સમજી એને ખરીદશે. પણ હવે 3D કોઈ વધારે ખરીદતુ નથી. કારણકે લોકો ટીવીને ટીવીની રીતે જ જોવા માંગે છે. 3D ની જેમ નહિ. કેમકે એમાં એના અલગ ચશ્મા પહેરવા પડે છે અને ટીવી પરના મોટા ભાગના પ્રોગ્રામ 2D માં જ આવે છે.

હવે ટીવી પણ સ્માર્ટ ટીવી આવે છે.

2 રીતના ટીવી આવે છે સ્માર્ટ ટીવી અને નોન સ્માર્ટ ટીવી. ઉપર બતાવેલ બધી જ વાત બંને ટીવીમાં હશે જ. પણ સ્માર્ટ ટીવીમાં થોડા ફિચર્સ વધારે હશે, અને ઓનલાઇન વાળી બધી જ એપ્લિકેસન સ્માર્ટ ટીવીમાં ચાલશે. ટીવીમાં જે દેખાય છે એ તમારે નથી જોવું તો તમે તમારી જાતે સર્ચ કરી કરીને જે જોવુ છે એ જોઈ શકો છો. સ્માર્ટ ટીવીમાં wifi આવે છે.

હવે ધ્યાન રાખજો કે સેમી સ્માર્ટ ટીવી પણ આવે છે, જેનાથી બચતા રહેજો એમાં wifi આવતું નથી. પછી આથી એમાં કેબલથી નેટ કનેક્ટ કરવું પડે છે. જો સરખા ફંકશન ધરાવતા 2 ટીવી છે એક સ્માર્ટ ટીવી અને બીજું નોન સ્માર્ટ ટીવી અને બંને વચ્ચે ભાવમાં 5 થી 10 હજારનો ફરક પડે છે, તો અમે સલાહ આપશુ કે નોન સ્માર્ટ ટીવી જ ખરીદો કેમકે હવે એમેઝોનની ફાયર સ્ટિક આવવા લાગી છે, ક્રોમ કાસ્ટ આવવા લાગ્યું છે. આ એવી વસ્તુ છે જે તમારા નોન સ્માર્ટ ટીવીને સ્માર્ટ ટીવી બનાવી દેશે દસ હજાર વધારે ખર્ચવા કરતા 2 થી 3 હજારની આ વસ્તુઓથી તમે ટીવીને સ્માર્ટ બનાવી શકો છો.

હવે નક્કી તમારે કરવાનું કે તમારું બજેટ કેટલું છે અને તમારે કેવું ટીવી લેવું છે.

હવે એ ખાસ જણાવીએ કે સ્માર્ટ ટીવી કે નોન સ્માર્ટ ટીવીમાં બધું ચલાવવા માટે 4 mbps સ્પીડનું ઈન્ટરનેટ જોઈએ જ છે. એ વગર કાઈ ચલાવી શકશો નહિ. અને હા સ્માર્ટ ટીવીમાં બધી એપ્લિકેસનના અલગ પૈસા આપવાના, ઈન્ટરનેટના અલગ પૈસા, ટીવી ખરીદવામાં અલગ પૈસા આપવાના એના કરતાં તો setup બોક્સમાં ૩૦૦ રૂપિયા ભરો અને જે એ લોકો બતાવે છે એ ચૂપ ચાપ જોઈ લો. આ બધી વસ્તુ એ વાત પર આધાર રાખે છે કે તને ટીવીમાં શું જોવા માંગો છો અને કઈ કઈ વસ્તુ કરવા માંગો છો.

હવે એ જાણીએ કે કઈ બ્રાન્ડનું ટીવી લઈએ.

જો તમારું બજેટ ૩૦ થી ૩૫ હજારથી ઓછું છે, તો ઘણી સારી સારી બ્રાન્ડના ટીવી છે. જેમકે vu ના ટીવી, MI ના, TCL ના ટીવી સારા છે. યાદ રાખીએ કે આ બજેટ ટીવી છે આમાં કલેરિટી સારી નહિ મળે. હવે જો તમારું બજેટ ૪૦ થી ૬૦ હજારનું છે તો બ્રાન્ડેડ ટીવી ખરીદો. કેમકે એમાં સારા સર્વિસ સેન્ટર પણ મળે છે જે ટીવી બગડે તો રિપર કરી આપે.

ઓનલાઈન સસ્તું સસ્તું જોઈને ટીવી ખરીદીના લેશો એમાં છેતરાવાનું થઈ શકે છે. પહેલા માર્કેટમાં બધું જાણી લો જો એ જ કંપનીના ટીવી ઓનલાઈન સસ્તા પડતા હોય તો ઓનલાઈન મંગાવો. નહિ તો માર્કેટમાંથી ખરીદો
અને જે પણ ટીવી ખરીદો એમાં એક્સટેન્ડટ વોરંટી જરૂરથી લેવી જ. કેમકે થોડા વધારે પૈસા આપશો તો તમારી વોરંટી વધી જશે. આપણે કપડાં કે મોબાઈલ નથી ખરીદતા કે એક વર્ષમાં બદલી શકાય. ટીવી લઈએ છીએ તો ૪-૫ વર્ષ ચાલે એવું જ લેવાય. જો વોરંટી વધારી દેશો તો બહુ મોટા ખર્ચાથી બચી શકશો. કેમકે ટીવી બગડે ત્યારે ટીવીની ખરીદ કિંમત કરતા એને રીપેર કરવાનો ખર્ચો વધી જાય છે. આથી પછી ખર્ચો ના થાય એ માટે પેહલાથી વોરંટી એક્સટેન્ડટ કરાવી દેવી હિતાવહ છે.

વિડિયો :