જો તમને પગમાં સોજો રહેતો હોય તો અપનાવો આ નુસખા, તરત દેખાશે અસર ક્લિક કરી ને જાણી લો

પગમાં સોજાના ઘણા કારણો હોઈ શકે છે. ઘણી વખત કોઈ બીમારીને લીધે થાય છે અને ઘણી વખત તેના કારણો સામાન્ય હોય છે. શિયાળામાં હમેશા ઠંડી લાગી જવાને કારણે કે નસોમાં ખેંચાણને કારણે પગમાં સોજા આવી જાય છે. તે ઉપરાંત ઘણી વખત વધુ સમય સુધી ભારે વજન ઉપડવાને લીધે, વધુ સમય સુધી ઉભા રહેવાથી કે કોઈ ઈજા થવાને લીધે પગમાં સોજા આવી શકે છે. સોજાને કારણે પગમાં દુખાવો થવા લાગે છે અને ચાલવા ફરવામાં મુશ્કેલી થાય છે. પણ આ તકલીફને થોડા સહેલા ઘરગથ્થું નુસ્ખાથી સહેલાઇથી સારું કરી શકાય છે.

પગમાં સેક

સેક કોઈપણ અંગના સોજા ઓછા કરવામાં સૌથી સહેલો અને અસરકારક રીત છે. સેક થી નસોમાં આવેલ સોજો ઓછો થાય છે અને દુખાવામાં પણ રાહત મળે છે. પગમાં સેક માટે પાણી ગરમ કરી લો અને બે ટબ લઇ લો. હવે એક ટબમાં હુંફાળું પાણી ભરી લો અને બીજા ટબમાં સામાન્ય કે હળવું ઠંડુ પાણી. જે પગમાં સોજો છે તેને પહેલા ૫ મિનીટ હુફાળા પાણીમાં નાખો અને પછી ૫ મિનીટ ઠંડા પાણીમાં રાખો. તેનાથી સોજા અને દુખાવામાં રાહત મળશે.

સિંધાલુ મીઠું

દુખાવો અને સોજાને ઓછા કરવા માટે સિંધાલુ મીઠું પણ ઘણું ફાયદાકારક ગણવામાં આવે છે. તેમાં ઘણા એવા ખનીજ તત્વ હોય છે જે સોજા ઓછા કરે છે. તેના ઉપયોગ માટે હુફાળા પાણીમાં બે ચમચી સિંધાલુ મીઠું ભેળવો. હવે કોઈ સુતરાઉ કપડાને આ પાણીમાં પલાળીને પગનો સેક કરો. દિવસમાં બે ત્રણ વખત સેક કરવાથી પગનો સોજો દુર થઇ જાય છે.

કોથમીરના અને બીજ

કોથમીરમાં ઘણા પોષક તત્વ, વિટામિન્સ અને એસીડ હોય છે. કોથમીરના સેવનથી પેટની તકલીફ થતી નથી. પણ શું તમને ખબર છે કે કોથમીર સોજાને પણ ઠીક કરે છે? કોથમીરના તાજા પાંદડા અને ધાણા ના સુકા બીજમાં પણ સોજાને ઠીક કરવાના ગુણ હોય છે. જો તમારા પગમાં સોજો છે તો એક કપ પાણી ઉકાળવા માટે મુકો અને તેમાં ત્રણ ચમચી સારા ધાણા નાખી દો. તેને ઉકળીને પાકવા દો જ્યાં સુધી તે પાણી અડધો ગ્લાસ ન રહે. ત્યાર પછી તે ઉતારી ને ગાળી લો અને એક ચમચી મધ નાખીને પી લો. દિવસમાં બે વખત પીવાથી તમારા પગના સોજા ઠીક થઈ જશે.

ઓલીવ ઓઈલ

ઓલીવ ઓઈલ પણ પગના સોજા માટે એક ઉત્તમ ઉપાય છે. તેના ઉપયોગ માટે સૌથી પહેલા થોડા ઓલીવ ઓઈલ માં બે-ત્રણ કળી લસણની કાપીને શેકી લો અને પછી તેમાંથી લસણ જુદું કરી લો. હવે આ તેલને પગ ઉપર લગાવીને દિવસમાં બે ત્રણ વખત માલીશ કરો. તેનાથી તમારા પગના સોજા ઠીક થઇ જશે અને દુખાવામાં રાહત મળશે. તે ઉપરાંત ઓલીવ ઓઈલ પગમાં સ્કીન નું સુકાપણા ની તકલીફને પણ દુર કરે છે.

કાકડી અને લીંબુ પાણી

પગમાં સોજા ઓછા કરવા માટે કાકડી અને લીંબુ પાણી રામબાણ ઔષધી નું કામ કરે છે. કેમ કે આ બન્નેમાં સોજા દુર કરવાના તત્વ રહેલા હોય છે. તેના માટે તમે કાકડી અને લીંબુ પાણીનો ઉપયોગ કરો. તમારે એક જગમાં એક કાકડી કાપીને તેના ટુકડા કરીને નાખી દેવા અને આવી રીતે લીંબુને કાપીને નાખી દેવાનું છે અને જયારે પણ તમને પાણી પીવાની ઈચ્છા થાય તે સમયે તમારે સાદું પાણી ને બદલે આ પાણીનું સેવન કરવું તેનાથી પણ પગમાં સોજા ઓછા થઇ જાય છે.

આદુ

પગમાં આવેલ સોજાને ઓછા કરવા માટે તમે આદુનો પણ ઉપયોગ કરી શકો છો. પગમાં આવેલ સોજાને લીધે સશરીમાં સોડીયમ નું પ્રમાણ વધવું પણ હોઈ શકે છે. તેવામાં આદુની ચા બનાવીને પીવો. કે પછી આદુને કાચું ખાવ. કે પછી આદુનું તેલ બનાવીને તેનું પગ ઉપર માલીશ કરો. તેનાથી પણ આપના શરીરમાં સોડીયમ પાતળું થઇ જાય છે જેના લીધે આપણા પગમાં આવેલ સોજા ઓછા થઇ જાય છે.

નિયમિત કસરત

પગમાં સોજા હમેશા નસોના ખેંચાણ ને લીધે આવે છે. જો તમારા પગમાં વારંવાર સોજા આવી જાય છે તો તેનું કારણ નસોની નબળાઈ કે બીજી બીમારી છે. તેથી પગમાં સોજા થી બચવા માટે અને આખા શરીરની તન્દુરસ્તી માટે દિવસ આખામાં ઓછામાં ઓછું અડધો કલાક પગેથી ચાલવું અને થોડો સમય કસરત કરવું પણ જરૂરી છે. જો તમે બહાર નથી જઈ શકતા તો રૂમમાં કે ધાબા ઉપર પણ થોડો સમય ચાલવું અને કસરત કરવી. રોજ સવારે ઉઠીને આપણા શરીરને સ્ટ્રેચ કરો અને એક જગ્યા ઉપર વધુ સમય ન બેસી રહેવું.