જો વારંવાર ગર્ભપાત થતો હોય કે ગર્ભ રહેતો ન હોય તો આ છે રામબાણ ઉપાય. એકવાર કરી જુઓ, જાણવા ક્લિક કરો.

જો વારંવાર તમારો ગર્ભ પડી જાય છે તો પણ આ ઉપયોગ ઘણો ઉપયોગી છે.

જો કોઈ સ્ત્રીને સતત બે વખત ગર્ભપાત થઇ ગયેલ છે, તો આગળનો ગર્ભ પડવાની શક્યતા થઇ શકે છે. તેવા સમયે તેમણે ઘણી સાવચેતી રાખવી જોઈએ. ક્ષયગ્રસ્ત સ્ત્રીઓ જે નાજુક, કોમળ પ્રકુતિની હોય છે, ફરી ગર્ભસ્ત્રાવ કરે છે. જો વારંવાર ગર્ભ પડી રહેલ હોય તો ગર્ભરક્ષા માટે આ ઉપાય ઘણો અસરકારક સાબિત થઇ શકે છે. આવો જાણીએ આ ઉપાયને.

જો ત્રણ મહિના પહેલા ગર્ભ પડી જાય છે, તો તેને ગર્ભસ્ત્રાવ કહેવામાં આવે છે. જયારે ગર્ભસ્ત્રાવ થાય છે તો રક્તસ્ત્રાવ થવા લાગે છે. જો માત્ર રક્તસ્ત્રાવ જ થાય છે તો તે “THREATEMDED ABORTION” કહેવાય છે. જો રક્તસ્ત્રાવ સાથે દુ:ખાવો રહે તો ગર્ભસ્ત્રાવની વધુ શક્યતા રહે છે.

તેના ઘણા બધા કારણો હોઈ શકે છે. બચાવ પહેલા આપણે કારણો જાણી લઈએ જેથી પહેલા આપણે કારણોને દુર કરી લઈએ.

કારણ :

નીમોનીયા, સંક્રામક જ્વર, જૂની બીમારીઓ જેવી કે સીફલીસ, ટી.બિ., ગર્ભાશય સબંધી ખરાબી, પેટમાં આઘાત લાગવો, ડર, માનસિક આઘાત, બાળકોનો અપૂરતું રીતે વિકાસ અને નિર્માણ થવું, ગર્ભપાત હોવાની પ્રવૃત્તિ, વિટામીન ઈ ની ઉણપ, અંતઃ સ્ત્રાવી ગ્રંથીઓની ખરાબી (થાઈરોઈડ હોવો) વગેરે કારણોથી ગર્ભસ્ત્રાવ થાય છે.

સાવચેતીઓ :

જે સ્ત્રીઓને ગર્ભસ્ત્રાવ થાય છે, તેને ભારે વજન ન ઉપાડવું જોઈએ. આરામ કરવો જોઈએ. રક્તસ્ત્રાવ અને પેટમાં દુ:ખાવો થવા ઉપર તો સંપૂર્ણ આરામ કરવો જોઈએ. રક્તસ્ત્રાવની સ્થિતિમાં ખાટલામાં પગ રહે એ તરફના પાયા નીચે ઈંટ મુકીને ઉચો કરી દેવો જોઈએ. જે કારણો સમજમાં આવે તેને દુર કરી દેવા જોઈએ. સહવાસ ન કરવો જોઈએ. માં એ સ્વસ્થ રહેવું જોઈએ. સ્વસ્થ અવસ્થામાં જ સ્વસ્થ બાળકને જન્મ આપી શકે છે.

દક્ષીણ ભારતની મહિલાઓનું માનવું છે કે પપૈયામાં ગર્ભ પાડવાના શક્તિશાળી ગુણ હોય છે. તેથી ગર્ભવતી સ્ત્રીઓને પપૈયું ખાતી વખતે સાવચેત રહેવું જોઈએ.

ગર્ભાશયને મજબુત કરવા માટે :

દુધી :

દુધીનો રસ કે શાક ગર્ભાશયને મજબુત કરવામાં ઘણું ઉપયોગી છે, તેથી જે સ્ત્રીઓને વારંવાર ગર્ભસ્ત્રાવ થાય છે તેમણે નિયમિત દુધીનું શાક કે રસનું સેવન કરવું જોઈએ.

સિંઘોડા :

ગર્ભાશયને મજબુત કરવા માટે સિંઘોડા એક ઘણું ઉપયોગી ફળ છે, એવી સ્ત્રીઓએ નિયમિત સિંઘોડા ખાવા જોઈએ.

ગર્ભને બચાવવાના આયુર્વેદિક ઉપાય :

ધતુરાનું થડ :

જે સ્ત્રીઓને વારંવાર ગર્ભપાત થઇ જતો હોય તેની કમરમાં ધતુરાના છોડનું ચાર આંગળીના રુકડા ઉન્ન દોરાથી બાંધી દો. તેનાથી ગર્ભપાત નહી થાય. જ્યારે નવ મહિના પુરા થઈ જાય ત્યારે જડને ખોલી નાખો.

જૌ નો લોટ :

૧૨ ગ્રામ જૌ ના લોટને, ૧૨ ગ્રામ કાળા તલ અને ૧૨ ગ્રામ સાકર વાટીને મધમાં ભેળવીને ચાટવાથી વારંવાર થતા ગર્ભપાત અટકે છે.

દાડમ :

૧૦૦ ગ્રામ દાડમના તાજા પાંદડા વાટીને, પાણીમાં વાટીને પાંદડાના રસને પેડુ ઉપર લેપ કરવાથી ગર્ભસ્ત્રાવ અટકી જાય છે. તેથી એવી સ્ત્રીઓ જેમને વધુ ગર્ભપાત થાય છે તો તે પોતાની આજુ બાજુ અનારની યોગ્ય વ્યવસ્થા કરીને રાખે.

કેસુડો :

કેસુડાના પાંદડા ગર્ભધારણ કરવામાં ઘણા ઉપયોગી છે. ગર્ભધારણ પહેલા મહીને એક પાંદડું, બીજા મહીને બે પાંદડા, આવી રીતે નવમાં મહીને ૯ પાંદડા લઈને એક ગ્લાસ દુધમાં પકાવીને સવાર સાંજ લેવું જોઈએ. આ પ્રયોગ જેમણે પણ કર્યો છે તેમને ચમત્કારી ફાયદા થયેલ છે. આ પ્રયોગ અમે આચાર્ય બાલકૃષ્ણજીના પુસ્તક ઔષધ દર્શન માંથી લીધેલ છે.

શિવલિંગી બીજ ચૂર્ણ અને પુત્રજીવક ગીરી :

શિવલિંગીના બીજનું ચૂર્ણ અને પુત્રજીવકની ગીરી બન્નેનું ચૂર્ણ સરખા ભાગે ભેળવી દો. પા ચમચી સવારે ખાલી પેટ શોચ પછી અને નાસ્તા પહેલા અને રાત્રે ભોજનના એક કલાક પછી ગાયના દૂધ સાથે સેવન કરવું. આ બન્ને ઔષધી તમને બજારમાંથી કોઈપણ આયુર્વેદિકની દુકાનેથી મળી જશે કે પછી પતંજલિની દુકાનેથી મળી જશે.

ખાવા પીવામાં ખાસ ધ્યાન આપો :

વિટામીન ઈ યુક્ત ભોજન :

વિટામીન ઈ આપણને અંકુરિત ભોજનમાં મળે છે. અંકુરિત દાળ અને અનાજ તેનો સારો સ્ત્રોત છે. બદામ, પીસ્તા,સુકી દ્રાક્ષ અને સુકા મેવા વિટામીન ઈ નો ઉત્તમ માધ્યમ છે, તેથી ગર્ભવતી સ્ત્રીઓને પૂરતા પ્રમાણમાં વિટામીન ઈ નું સેવન કરાવવું જોઈએ. લીંબુ મીઠું અને પાણીની શિકંજવીમાં વિટામીન ઈ હોય છે તેથી ગર્ભવતી માટે તે ઘણું ઉપયોગી છે.

ગર્ભપાતનો ભય હોય તો :

કાળા ચણાની રાબ.

જો ગર્ભપાતનો ભય હોય તો કાળા ચણાની રાબ પીવી ઘણી ફાયદાકારક છે.

ફટકડી :

જો ગર્ભપાત થવા લાગે કે એવો ડર હોય તો તરત વાટેલી ફટકડી પા ચમચી એક કપ કાચા દુધમાં નાખીને લસ્સી બનાવીને પીવરાવવાથી ગર્ભપાત અટકી જાય છે. ગર્ભપાત વખતે જયારે ક્યારે દુ:ખાવો, રક્તસ્ત્રાવ થઇ રહેલ હોય તો દર બે બે કલાકે એક ડોઝ આપો.

સુંઠ, જેઠીમધ, દૂધ :

એવી સ્ત્રીઓને ગર્ભધારણ કરતા જ નિયમિત અડધી ચમચી સુંઠ, પા ચમચી જેઠીમધને ૨૫૦ ગ્રામ દુધમાં ઉકાળીને પીવો. ગર્ભપાતની અચાનક શક્યતા થઇ જાય તો પણ આવી રીતે સુંઠ પિવરાવો. તેનાથી ગર્ભપાત નહી થાય. પ્રસુતિ વેદના તીવ્ર થઇ રહેલ હોય તો આવી રીતે સુંઠ પીવાથી દુ:ખાવો ઓછો થઇ જાય છે.

દૂધ અને ગાજર :

એક ગ્લાસ દૂધ અને એક ગ્લાસ ગાજરનો રસ ભેળવીને ઉકાળો. ઉકળીને અડધું રહે એટલે રોજ પિતા રહો. ગર્ભપાત નહી થાય. જેમને વરંવાર ગર્ભપાત થાય છે, તે ગર્ભધારણ કરતા જ તેનું સેવન શરુ કરી દે.

વરીયાળી અને ગુલાબ કે ગુલકંદ :

જે સ્ત્રીઓને વારંવાર ગર્ભપાત હોય તેમણે ગર્ભધારણ પછી ૬૨ ગ્રામ વરીયાળી, ૩૧ ગ્રામ ગુલાબ કે ગુલકંદ વાટીને પાણીમાં ભેળવીને એક વખત રોજ પીવરાવવું જોઈએ. અને સંપૂર્ણ ગર્ભ સમયમાં વરીયાળીનો અર્ક પિતા રહેવાથી ગર્ભ સ્થિર રહે છે.