જો યુદ્ધ થશે તો પાકિસ્તાન તરફથી ભારત વિરુધ્ધ લડશે આ પાંચ દેશો પરંતુ બધાનો બાપ છે કોની સાથે?

પુલવામાં થયેલ હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે માનસિકતાણ વધતું જ જાય છે. પુલવામાં હુમલા નો બદલો લેવા ભારતીય વાયુસેના એ પાકિસ્તાનમાં ઘુસીને બાલાકોટમાં રહેલા આતંકી કેમ્પો પર આક્રમણ કર્યું. આ ઘટના પછી પાકિસ્તાને આ હુમલાનો જવાબ આપવાની વાત કરી.

પાકિસ્તાને કહ્યું કે એમનો જવાબ ભારતને હેરાન કરી દેશે.ભારત પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યા જ કરે છે અને યુદ્ધ જેવી પરિસ્થિતિ બનતી જાય છે આજે અમે તમને જણાવી દઈએ કે જો ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થશે? તો કયા કયા દેશ ભારત અને પાકિસ્તાનનો સાથ આપશે.

પાકિસ્તાનનો સાથ આપી શકે છે આ દેશો .

ચીન :-

ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થશે તો એ વાતમાં કોઈ શંકાને સ્થાન નથી કે ચીન પાકનો સાથ આપશે. ચીને પાકિસ્તાનમાં હમણાં જ આશરે ૪૬ બિલિયન ડોલર થી વધારે રોકાણ કર્યું છે. જોકે ભારતમાં થયેલ આતંકી હુમલા બાદ ચીને સાથે મળીને આતંકવાદનો સામનો કરવાની વાત કહી હતી પરંતુ એ આતંરરાષ્ટ્રિય મંચ ઉપર ઘણી વખત પાકિસ્તાનના આતંકવાદીઓ નો બચાવ કરતું નજરે પડે છે.

તુર્કી :-

તુર્કી અને પાકિસ્તાન વચ્ચે ઐતિહાસિક સબંધો છે. બંને ઇસ્લામિક રાષ્ટ્રો છે અને આંતરરાષ્ટ્રીય સ્તર પર સારા મિત્રો માનવામાં આવે છે. હાલમાં જ પાકના પ્રધાનમંત્રી ઇમરાન ખાને તુર્કીના રાષ્ટ્રપતિ રજબ તૈયબ એદોરર ખાન સાથે મુલાકાત પણ કરી હતી. આ મુલાકાતમાં ભારત પાક વિવાદ અંગે પણ ચર્ચા થઇ હતી.

મિસ્ર :-

અરબ ગણરાજ્ય મિસ્ર અને પાક વચ્ચે દ્વિ પક્ષીય સંબંધ ઘણા દશકોથી રહ્યો છે. વર્ષ ૧૯૪૭માં પાકિસ્તાનના સસ્થાપક મહમ્મદ અલી જીના ને મિસ્રના રાજા ફુઆદે વિશેષ આમંત્રણ મોકલીને બોલાવ્યા હતા. મિસ્રના પાક સાથે ઘણા સારા સબંધ છે. જો ભારત સાથે પાક નું યુદ્ધ થાય તો મિસ્ર પાક નો સાથ આપશે.

સાઉદી અરબ :-

સાઉદી અરબ અને પાકના સારા સબંધ કોઈનાથી છુપાયેલા નથી. હાલમાં જ જયારે સાઉદી અરબ ના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન પાક આવ્યા ત્યારે પીએમ ઇમરાન ખાન પોતે ડ્રાઈવર બની એમને લઈને આવ્યા હતા.

ખાડી દેશ :-

આ સિવાય ભારત સાથે પાકના યુદ્ધમાં અન્ય ખાડી દેશો પાકનો સાથ આપી શકે છે. જેમાં બહરિન, કુવૈત, ઓમાન, સંયુક્ત આરબ અમીરાતનો સમાવેશ થાય છે

આ દેશો કરી શકે છે ભારતની મદદ :-

અમેરિકા :-

જોકે અમેરિકા અને પાકિસ્તાનના સબંધ ખૂબ ઊંડા છે. પાક અમેરિકાના અરબો ડોલરના દેવામાં દબાયેલું છે. આ સિવાય અમેરિકા હથિયારની પણ મદદ કરે છે. પરંતુ જો ભારતની વિદેસનીતિ પર નજર નાખીએ તો અમેરિકા ભારત સાથે આવી શકે છે. જો ચીને પાકનો સાથ આપ્યો તો એ વાત નિશ્ચિત છે કે અમેરિકા ભારતની મદદ કરશે

રુસ :-

ભારત અને રુસની ઘણા લાંબા સમયથી સારી મિત્રતા રહી છે. ભારત અને રુસ એકબીજાના સંકટ સમયે સાથે રહ્યા છે. આ સિવાય રુસ અને ભારતની ભાગીદારી છે આવામાં ભારતને રુસની મદદ મળી શકે છે.

ઓસ્ટ્રેલિયા :-

ઓસ્ટ્રેલિયા પણ પાક વિરુદ્ધ યુદ્ધમાં ભારતની મદદ કરી શકે છે. પુલવામાં હુમલા બાદ ઓસ્ટ્રેલિયા એ કહ્યું હતું કે પાકિસ્તાન પોતાના વિસ્તારમાં થતી આતંકવાદી પ્રવૃત્તિ પર તાત્કાલિક કાર્યવાહી કરવી જોઈએ. પાકે જેશ એ મોહમ્મદનો નાશ કરવા દરેક સંભવ પ્રયત્ન કરવા જોઈએ.

જાપાન :-

ભારત પાક યુદ્ધમાં જાપાન ભારતની મદદ કરી શકે છે. ભારત જાપાન વચ્ચે વ્યાપારિક ભાગીદારી છે અને બંને વચ્ચે સારા સંબંધો છે તેમજ ચીન અને જાપાન સારા પાડોશી નથી આવામાં ચીનને ઘેરવા માટે જાપાન ભારત માટે મહત્વપૂર્ણ છે.

ફ્રાન્સ :-

ભારત અને પાક વચ્ચેના યુદ્ધની સ્થિતીમાં ફ્રાન્સ પણ ભારતની મદદ કરી શકે છે. ફ્રાન્સ અને ભારત વચ્ચે રણનિતિક ભાગીદારી છે અને બંને દેશ વચ્ચે ઘણા જુના સબંધ પણ છે.

ઇઝરાયેલ :-

આ યુદ્ધમાં ઇઝરાયેલ પણ ભારતની મદદ કરી શકે છે.પુલવામાં હુમલા બાદ ઇઝરાયેલે ભારતને તમામ પ્રકારની મદદ કરવાની વાત કરી હતી.

નાટો :-

અમેરિકાના નેતૃત્વમાં વર્ષ ૧૯૪૯ માં બનેલ નાટોમાં સંયુક્ત રાજ્ય અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, કેનેડા, ઇટાલી, નેધરલેન્ડ, આઇલેન્ડ, બેલ્જિયમ, લક્જમર્ગ,નોર્વે, ડેનમાર્ક અને પૂતૅગાલ શામિલ છે. જે યુદ્ધની પરિસ્થિતિમાં ભારતની મદદ કરી શકે છે.