માત્ર પથારી ઉપર સુવાની જ છે જોબ, કંપની આપશે 25 લાખ રૂપિયા પગાર.

આળશું લોકો માટે બેસ્ટ સાબિત થશે આ જોબ, કર્મચારીએ માત્ર પથારી ઉપર પડ્યા રહીને ટીવી જોવાનું અને સુવાનું છે.

બ્રિટેનમાં એક કંપની એવી નોકરી ઓફર કરી રહી છે, જે આરામ કરવા વાળા લોકોને વધુ પસંદ આવશે. તે કંપની નોકરી જોઈન્ટ કરવા વાળાને પથારી ઉપર પડ્યા રહેવા માટે પૈસા આપશે. નોકરીમાં કર્મચારીએ માત્ર પથારી ઉપર પડ્યા રહીને ટીવી જોવાનું છે અને સુવાનું છે. હવે તમે પણ વિચારી રહ્યા હશો કે ખરેખર એવી કઈ નોકરી છે, જેમાં લોકોને આવી રીતે આરામદાયક કામ આપવામાં આવે છે. તો આવો જાણીએ સંપૂર્ણ બાબત.

મિરર યુકેના રીપોર્ટ મુજબ આ નોકરી લકઝરી બેડ કંપની ક્રાફ્ટેડ બેડ્સ આપી રહી છે. આ નોકરી કરવા વાળા વ્યક્તિએ દરરોજ 6 થી 7 કલાક પથારી ઉપર જ પસાર કરવાની રહેશે. ક્રાફ્ટેડ બેડ્સની જેમ જ મેટ્રેસ ટેસ્ટરની પસંદગી કરવામાં આવી રહી છે, જેનું કામ બેડ ઉપર સુવું અને તેના વિષે રીવ્યુ કરવાનું છે.

કંપની લાખોમાં આપશે સેલરી

ક્રાફ્ટેડ બેડ્સ નોકરી જોઈન્ટ કરવા વાળાને કંપની વર્ષના 24 લાખ 79 હજાર રૂપિયા પગાર પણ આપશે. તેને દર અઠવાડિયે મેટેસને ટેસ્ટ કરવાનો રહેશે અને કંપનીને જણાવવાનું રહેશે કે ઉપયોગ કરવામાં તે ગાદલું કેવું છે? સાથે જ તેમાં સુધારાની જરૂર, ખામીઓ, રીવ્યુ વગેરે પણ કરવાના રહેશે. નોકરી કરવા વાળાએ અઠવાડિયામાં 37.5 કલાક એટલે દિવસમાં લગભગ 6 કલાક પથારી ઉપર ટીવી જોવું અને સુતા સુતા પસાર કરવાની છે.

ઓફીસ જવાની જરૂર નથી

રીપોર્ટ મુજબ, ક્રાફ્ટેડ બ્રેડ્સના માર્કેટિંગ મેનેજર બ્રાયન ડીલન તરફથી જણાવવામાં આવ્યું છે કે નોકરી માટે કર્મચારીને ઓફિસે આવવાની જરૂર નથી. ટેસ્ટીંગ અને રીવ્યુ માટે ગાદલા તેના ઘરે જ પહોચાડી દેવામાં આવશે. નોકરી માટે બ્રિટીશ નાગરિકતા જરૂરી છે.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.