બધી નોકરીઓને અનસ્કિલ્ડ, સ્કિલ્ડ અને હાઈલી સ્કિલ્ડ શ્રેણીમાં વહેંચવા જઈ રહી છે સરકાર

સરકાર દેશમાં રહેલી તમામ પ્રકારની નોકરીઓને અનસ્કિલ્ડ, સેમી સ્કિલ્ડ, અને હાઈલી સ્કિલ્ડ યાદીમાં વર્ગીકરણ કરવા જઈ રહી છે. તેના આધારે તમામ નોકરીઓની સરેરાશ મજુરી નક્કી થશે. શ્રમ અને રોજગાર મંત્રાલયે વેતન યાદી- ૨૦૧૯ નો એક પત્ર બહાર પાડ્યો છે, અને તેની ઉપર સામાન્ય લોકોના સૂચન માગ્યા છે.

સરકારનું માનવું છે કે, તેનાથી જુદી જુદી નોકરીઓમાં મજુરી નક્કી કરવાથી લઈને મનમાની ઓછી થશે. ઘણી વખત સારી કામગીરી કરવાવાળા કર્મચારીઓને પણ અનસ્કિલ્ડ ગણાવીને વહીવટ કર્તાઓ તેનું શોષણ કરે છે. પત્રમાં ૬૮૧ નોકરીઓની યાદી તૈયાર કરવામાં આવી છે.

અનસ્કિલ્ડ નોકરીઓ :

બિઝનેસ સ્ટેન્ડર્ડના એક અહેવાલ મુજબ, પ્રસ્તાવિક નિયમ હેઠળ અનસ્કિલ્ડ નોકરીઓ તેને ગણવામાં આવશે, જેમાં માત્ર સંચાલન સંબંધી અનુભવોની જરૂર હશે, અને તે ઉપરાંત બીજા કોઈ કૌશલ્યની જરૂર નહિ રહે. ઘરે ઘરે દૂધ વિતરણ કરવા વાળા. નોકર અને પટાવાળાને અનસ્કિલ્ડ યાદીમાં સમાવવાનો પ્રસ્તાવ છે.

સ્કિલ્ડ નોકરીઓ :

સ્કિલ્ડ નોકરીઓ તેને ગણવામાં આવશે, જેમાં વ્યક્તિએ કૌશલ્ય ક્યાં તો ધંધાકીય અનુભવ દ્વારા પ્રાપ્ત કર્યું હોય, કે પછી તેણે ધંધાકીય શિક્ષણ કેન્દ્રમાં ભણીને પ્રાપ્ત કરી શકાય છે. તેની સાથે જ આ નોકરીઓમાં નિર્ણય ક્ષમતા અને પહેલ કરવી પણ જરૂરી હોય છે. ઈલેક્ટ્રીશીયન્સ, દરજી અને ડ્રાઈવર્સને આ યાદીમાં રાખવાનો પ્રસ્તાવ છે. જયારે રસોઈયા અને મોચીને સેમી સ્કિલ્ડની યાદીમાં સમાવવામાં આવ્યા છે.

સેમી સ્કિલ્ડ નોકરીઓ :

સેમી સ્કિલ્ડ તે નોકરીઓ ગણવામાં આવશે, જેનામાં ઊંડી ટેકનીકલ અને ધંધાકીય સુઝ કે લાંબા ધંધાકીય અનુભવની જરૂર હોય છે. પ્રસ્તાવિક નિયમાવલીમાં આ યાદીમાં હથીયારબદ્ધ સુરક્ષાકર્મી, સુપરવાઈઝર્સ, સર્વેયર અને પ્રથમ શ્રેણીના કારપેન્ટર જેવા ધંધાને સમાવવામાં આવ્યા છે.

ખાસ મુદ્દા :

આ નવી શ્રેણીના આધારે નક્કી થશે સરેરાશ મજુરી.

સરકારે પ્રસ્તાવિક નિયમોનું એક પત્ર સામાન્ય લોકોના સૂચનો લેવા માટે બહાર પાડ્યુ છે.

સરકારનું માનવું છે કે તેનાથી મજુરી નક્કી કરવાની મનમાની ઓછી થશે.

પત્રમાં ૬૮૧ નોકરીઓને માહિતગાર કરવામાં આવી છે.

આ માહિતી મનીભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.