દુનિયાના ટોપ 10 વિકસતા ફરવાલાયક સ્થળોમાં શામેલ થશે ભારતનું આ શહેર ફરવાનું વિચારતા હોય તો નાખી લો નજર

થોડા સમય પહેલા સુધી ભારત આવવા વાળા વિદેશી પર્યટકોની પહેલી પસંદ આગરા હતી. પણ હવે ફરવાની બાબતમાં આ તાજ નગરી પાછળ થતી જઈ રહી છે. એક ટ્રાવેલ વેબસાઈટ અનુસાર હવે વિદેશી પ્રવાસીઓ આગરાની જગ્યાએ રાજસ્થાનના જોધપુરમાં જવાનું વધારે પસંદ કરી રહ્યા છે.

વેબસાઈટના આંકડા અનુસાર 2020 સુધીમાં જોધપુર આખી દુનિયામાં વિકસતા પર્યટક સ્થળોમાં ટોપ 10 માં હશે. આમ તો રાજસ્થાનમાં ફરવા માટે એકથી એક ચડિયાતી જગ્યાઓ છે. પણ જોધપુરનો ઈતિહાસ, કિલ્લા મહેલ અને સંસ્કૃતિ આખી દુનિયામાં પ્રખ્યાત છે. એ કારણે પર્યટકો અહીં આવવાનું વધારે પસંદ કરે છે.

જોધપુર રાજસ્થાનનું બીજું સૌથી મોટું શહેર છે. જોધપુરને ‘થારના પ્રવેશદ્વાર’ ના રૂપમાં પણ ઓળખવામાં આવે છે. વર્ષ 2014 ના વિશ્વના અતિ વિશેષ આવાસ સ્થાનો (મોસ્ટ એક્સ્ટ્રા ઓર્ડીનરી પ્લેસીસ ઓફ ધ વર્લ્ડ) ની યાદીમાં જોધપુરને પ્રથમ સ્થાન મળ્યું હતું.

જોધપુર રાજસ્થાનનું સૌથી રંગીન શહેર છે. ચળકતા તડકાવાળા વાતાવરણને કારણે આને ‘સન સીટી’ તો મેહરાનગઢ કિલ્લાની આસપાસ વાદળી રંગના ઘરોને કારણે આને ‘બ્લુ સીટી’ ના નામથી પણ ઓળખવામાં આવે છે. ખાવા પીવાના અને શોપિંગના શોખીનો માટે આ જગ્યા બેસ્ટ છે.

સૂર્ય નગરીના નામથી પ્રસિદ્ધ જોધપુર શહેરની ઓળખ અહીના મહેલો અને જુના ઘરોમાં લાગેલા છિતરના પથ્થરોથી થાય છે. પંદરમી સદીનો વિશાળકાય મેહરાનગઢ કિલ્લો, પથરાળ પહાડ પર મેદાનથી 125 મીટર ઉંચાઈ પર આવેલો છે. આઠ દરવાજા યુક્ત આ કિલ્લો દસ કિલોમીટર લાંબી અને અત્યંત ઉંચી દીવાલથી ઘેરાયેલો છે.

સોળમી શતાબ્દીના મુખ્ય વ્યાપાર કેન્દ્ર, કિલ્લાઓનું શહેર જોધપુર હવે રાજસ્થાનનું બીજું વિશાળ શહેર છે. આખા શહેરમાં ફેલાયેલા વૈભવશાળી મહેલ, કિલ્લા અને મંદિર એક તરફ જ્યાં ઐતિહાસિક ગૌરવને જીવંત કરે છે, ત્યાં બીજી તરફ ઉત્કૃષ્ટ હસ્તકલા, લોક નૃત્ય, સંગીત અને પ્રફુલ્લિત લોકો શહેરમાં રંગીન સમા બાંધે છે.

2020 ની મનપસંદ જગ્યા :

આ ટ્રાવેલ વેબસાઈટ અનુસાર 2020 માં જોધપુર સિવાય આ જગ્યાઓ પર જવાનું લોકો વધારે પસંદ કરશે.

માલ્ટા,

નિન્હ બિન્હ – વિયતનામ,

સાલ્ટા – આર્જેન્ટિના,

દક્ષિણ કોરિયા,

પોલેંડ,

તકામાત્સુ – જાપાન,

સૈન જુઆન – પ્યૂર્ટો રિકો,

જબલજક – મોંટેનેગ્રો,

યેરેવન – આર્મેનિયા.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.

વાચક મિત્રો, જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય, તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. અને તમે તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો એ તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરીને લોકો સુધી પહોંચાડી શકીએ. અને ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, ક્રાઈમ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશની જાણકારી, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.