10 ભાઈ બહેન સાથે વીત્યું હતું જોની વોકરનું બાળપણ, ફક્ત 26 રૂપિયા માટે કરતા હતા કંડકટર જેવી નાની નોકરી

પોતાની ઉત્તમ કોમેડી અને હાસ્ય પ્રદર્શન દ્વારા લોકોના દિલોમાં રાજ કરનારા અભિનેતા જોની વોકરનું સાચું નામ બદરુદ્દીન જમાલુદ્દીન કાઝી હતું. જોની વોકરનો જન્મ 11 નવેમ્બર 1926 ના રોજ મધ્યપ્રદેશના ઇન્દોર શહેરમાં થયો હતો. જોની વોકરે ૩૦૦ થી પણ વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. જોની વોકરના પિતા એક મિલ કામદાર હતા. આજે અમે તમને જોનીના જીવન સાથે જોડાયેલી વિશેષ વાતો જણાવવા જઈ રહ્યા છીએ.

સીઆઈડી ફિલ્મના પ્રસિદ્ધ ગીત ‘એ દિલ મુશ્કિલ હે જીના યહાં, જરા હટકે જરા બચકે, યેહે મુંબઈ મેરી જાન’ જોની વોકર ઉપર ફિલ્માવવામાં આવ્યું હતું. આ ગીત દ્વારા મુંબઈ શહેરમાં ચાલતી બસોની હાલતને દર્શાવવામાં આવી હતી. મુંબઈ આવીને જોની વોકરે પોતાના સ્ટ્રગલના દિવસોમાં બસ કંડકટરની નોકરી સુદ્ધાં કરી.

બસ કંડકટરની નોકરી કરતી વખતે જોની વોકરને પગાર તરીકે માત્ર ૨૬ રૂપિયા મહિને મળતા હતા. બસ કંડકટરની નોકરી મળવાથી જોની વોકર ઘણા ખુશ થયા. કેમ કે તેને મફતમાં જ આખું મુંબઈ ફરવાની તક મળતી હતી. તે ઉપરાંત તેને મુંબઈના સ્ટુડીયોમાં જવાની તક પણ મળતી હતી.

જોની વોકર ઘણા જ સરળ અંદાજમાં બસ કંડકટરની નોકરી કરતા હતા. તે દરમિયાન જોની વોકરની પહેલી મુલાકાત ફિલ્મ જગતના ફેમસ વિલન અન્સારી અને આસીફના સચિવ સાથે થઇ. ત્યાર પછી જોની વોકરને ઘણી જલ્દી ફિલ્મોની ભીડમાં ઉભા રહેવાવાળા લોકો વચ્ચે સીન કરવાની તક મળી.

ભીડમાં ઉભા રહેવા માટે જોની વોકરને પાંચ રૂપિયા મળતા હતા. ઘણો લાંબો સંઘર્ષ કર્યા પછી જોની વોકરને ફિલ્મ ‘આખરી પેમાને’ માં એક નાનું એવું પાત્ર ભજવવાની તક મળી. તેના માટે જોની વોકરને ૮૦ રૂપિયા મળ્યા. જયારે બસ કંડકટરની નોકરીમાં તેને આખો મહિનો કામ કર્યા પછી માત્ર ૨૬ રૂપિયા મળતા હતા.

અહીંયા જોની વોકરના પિતાની નોકરી છૂટી જવાને કારણે તે પોતાના ૧૦ બાળકોને લઈને મુંબઈ આવી ગયા. જોની વોકરની અંદર શરૂઆતથી જ ફિલ્મોમાં કામ કરવાની ધગશ હતી, અને તે હંમેશા લોકોની નકલ ઉતારતા રહેતા હતા. જોની વોકર પોતાના કૌશલ્ય દ્વારા બસમાં મુસાફરી કરી રહેલા પ્રવાસીઓને મનોરંજન પૂરું પાડતા રહેતા હતા.

જોની વોકરની આ પ્રતિભા જોઈને ગુરુદત્તે તેને ફિલ્મ ‘બાઝી’ માં પહેલી વખત કામ કરવાની તક આપી. આ ફિલ્મમાં કામ કર્યા પછી જોની વોકરે ક્યારે પણ પાછા વળીને જોયું નથી. જોની વોકરે ગુરુદત્તની ઘણી બધી ફિલ્મોમાં કામ કર્યું. જેમાં ‘આર પાર’, ‘પ્યાસા’, ‘ચૌદહવી કા ચાંદ’, ‘કાગઝ કે ફૂલ’, ‘મિસ્ટર એંડ મિસેસ ૫૫’ જેવી સુપરહિટ ફિલ્મો રહેલી છે.

એવું કહેવામાં આવે છે કે, બદરુદ્દીન જમાલુદ્દીનનું ફિલ્મી નામ ‘જોની વોકર’ ગુરુદત્તે જ આપ્યું હતું. જોની વોકર પોતાની ફિલ્મોમાં હંમેશા દારૂડીયાનું પાત્ર નિભાવતા હતા. તેને જોઈને એવું લાગતું હતું કે, તે પોતાના વાસ્તવિક જીવનમાં પણ ઘણો દારુ પીતા હશે. પણ તમને એ જાણીએ નવાઈ લાગશે કે, તેમણે ક્યારે પણ દારુને હાથ સુદ્ધા નથી લગાવ્યો. જોની વોકર પોતાના અલગ અલગ અંદાઝ અને અવાજો દ્વારા લગભગ ચાર દશક સુધી લોકોને હસાવતા રહ્યા. આ મહાન હાસ્ય કલાકારનું અવસાન ૨૯ જુલાઈ ૨૦૦૩ના રોજ થયું.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.