મહિલાઓ માટે રોજગારની તક, ‘Yes madam’ થી જોડાઈને દર મહિને 60 હજાર સુધી કમાઇ શકો છો

જો તમે મહિલા છો અને તમને બ્યુટી પાર્લરનું કામ આવડે છે, તો તમે સ્ટાર્ટઅપ કંપની ‘યસ મેડમ’ સાથે જોડાઈને સારી એવી રકમ કમાઈ શકો છો. ‘યસ મેડમ’ નામથી ચાલી રહેલ ઓનલાઇન બ્યુટી સર્વિસ એટ હોમથી નોએડા, ગ્રેટર નોએડા અને દિલ્હી એનસીઆરની આશરે ૭૦૦ મહિલાઓને રોજગારી મળ્યો છે.

અહીંયા કામ કરી રહેલી મહિલાઓ ૨૫ થી ૬૦ હજાર રૂપિયા દર મહિને કમાઈ શકે છે. જણાવી દઈએ કે, આ યસ મેડમ એપ એક ઓનલાઇન એપ છે.આ એપનો ઉપયોગ કરી મહિલા બ્યુટીસીયનને ઘરે બોલાવી બ્યુટી સર્વિસનો લાભ ઉઠાવી શકાય છે.

બે ભાઈઓએ શરૂ કરી સ્ટાર્ટઅપ કંપની :

આ સ્ટાર્ટ અપ કંપનીને ૨ ભાઈઓ મયંક આર્ય અને આદિત્ય આર્યએ ડિસેમ્બર ૨૦૧૬ માં શરૂ કરી હતી. ‘યસ મેડમ’ ના નિર્દેશક મયંક અને આદિત્યએ મની ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું કે, તે બંને મર્ચન્ટ નેવીમાં કામ કરી ચુક્યા છે, અને બંનેએ પોતાનો ધંધો શરૂ કરવાની યોજના બનાવી અને ઓનલાઈન બ્યુટી સર્વિસ ખોલી.

આજે આ કંપની દિલ્હી, નોએડા- ગ્રેટર નોએડા, ફરીદાબાદ, ગાજીયાબાદ, લખનઉ, ચંડીગઢ, બરેલી, જયપુર, જાલંધર, બેંગ્લોર, કાનપુર, મેરઠ, પુના અને ભુવનેશ્વર સહિત ૧૮ શહેરોમાં ૨ લાખથી વધારે ગ્રાહકો સુધી પહોંચ બનાવી ચુકી છે. તેમની સાથે આશરે ૭૦૦ મહિલા બ્યુટીસીયન જોડાયેલી છે.

અહીંયા નોકરી કરવા માટે કંપની બ્યુટીસીયનને હાયર કરે છે, અને તેને ૧૫ દિવસ ફ્રી પ્રોફેશનલ ટ્રેનિંગ આપવામાં આવે છે. જેના પછી અનુભવ પ્રમાણે તેમનો પગાર નક્કી કરવામાં આવે છે. તેમણે જણાવ્યું કે, અમારો ધ્યેય આગળના બે ત્રણ વર્ષમાં ૧૦,૦૦૦ થી વધારે બ્યુટીસીયનને અમારા પ્લેટફોર્મ પર જોડવાનો છે. જણાવી દઈએ કે કંપનીનું વાર્ષિક ટર્નઓવર લગભગ ૩૦ કરોડ રૂપિયા છે.

રોજના ૧૦૦૦ થી વધારે લોકો આ એપનો ઉપયોગ કરે છે :

આ એપને દરરોજ ૧૦૦૦ થી વધારે લોકો ઉપયોગ કરે છે. એપથી ગ્રાહકને સર્વિસ બુકીંગની સુવિધા મળે છે. આમાં મેકઅપમાં ઉપયોગમાં લેવાતી બધી પ્રોડક્ટની પુરી જાણકારી આપવામાં આવે છે. એપ પર તમને ઘણા પેકેજ મળશે. જો તમારી પાસે બ્યુટી પ્રોડક્ટ છે, તો તમારે માત્ર સર્વિસ ચાર્જ જ આપવો પડશે. આદિત્ય આર્યના હિસાબે ૬ રૂપિયા પ્રતિ મિનિટનો ચાર્જ છે. ફેસિયલ, મેનિકયોર કે પેડીકયોરમાં લગભગ ૬૦ મિનિટનો સમય લાગે છે. આથી સર્વિસ બુક કરતી વેળાએ તમારે ૩૬૦ રૂપિયા ચૂકવવા પડશે.

કંપની સાથે જોડાઈને કરો કારોબાર :

આ કંપની સાથે જોડાઈને તમે તમારો કારોબાર પણ કરી શકો છો. આ સ્ટાર્ટ અપ કંપની સાથે સાથે જોડાઈને કમાણી કરવા માટે તમને બ્યુટી સર્વિસનું કામ આવડવું જરૂરી છે. મયંકે જણાવ્યું કે, ફ્રેંચાયઝી માટે સૌથી પહેલા તમારી પાસે ૩૦૦-૧૦૦૦ સ્કવેર ફૂટનું કમર્શિયલ ક્ષેત્ર હોવું જોઈએ. બ્યુટીસીયન તમારે જાતે જ હાયર કરવા પડશે, એ પછી કંપની તરફથી ટ્રેનિંગ આપવામાં આવશે. ફ્રેંચાયઝી લેવા માટે ૧૦ થી ૧૫ લાખ સુધીનો ખર્ચો થશે.

આ માહિતી મનીભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.