મજેદાર જોક્સ : પિતાએ જોયું કે દીકરો જીન્સનું બટન ટાંકી રહ્યો છે, પિતા – દીકરા, અમે તારા લગ્ન કરાવ્યા ને તું…

અમે તમારા માટે કેટલાક મજેદાર જોક્સ લઈને આવ્યા છીએ જે આજકાલ સોશિયલ મીડિયા પર ઘણા ટ્રેન્ડિંગ છે. અમને આશા છે કે આ જોક્સ વાંચીને તમારું હાસ્ય અટકશે નહિ. તો ચાલો શરૂ કરીએ હસવા-હસાવવાનો આ સિલસિલો.

જોક્સ 1 :

પત્ની : ક્યાં રહી ગયા, 11 વાગી રહ્યા છે,

હજુ સુધી ઘરે નહિ આવ્યા?

પતિ : અરે જાનુ, અહીં જામ લાગ્યો છે.

પતિ : ઓહ… તો ક્યાં સુધીમાં આવશો?

પતિ : ખબર નહિ, કારણ કે અત્યારે તો પહેલો જ જામ લાગ્યો છે.

બીજા દિવસે પતિથી બ્રેડ પર જામ પણ નહિ લગાવાયું એટલી ધોલાઈ થઈ.

જોક્સ 2 :

પતિ તે પ્રાણી છે જે ભૂતપ્રેતથી ભલે ન ડરે,

પણ પત્નીના ‘4 missed call’ ખોફ પેદા કરવા માટે પૂરતા છે.

જોક્સ 3 :

પત્ની : અરે સાંભળો છો, તમને ફક્ત ઓફિસની જ ચિંતા છે ઘરની કોઈ ચિંતા જ નથી.

પતિ : કેમ શું થયું?

પત્ની : લાગે છે આપણી દીકરીએ બહાર કોઈની સાથે સેટિંગ કરી લીધું છે.

પતિ : તને કેવી રીતે ખબર?

પત્ની : આજકાલ તે મોબાઈલ રિચાર્જના પૈસા જ નથી માંગતી.

પતિ બેભાન.

જોક્સ 4 :

એક પત્નીની વ્યથા.

મારા પતિદેવ પણ ‘કોન બનેગા કરોડપતિ’ ના અમિતાભ બચ્ચનથી ઓછા નથી.

જયારે પણ પૈસા માંગુ ત્યારે પૂછે છે,

શું કરશો તમે આટલી ધન રાશિનું?

જોક્સ 5 :

છગન ગર્લફ્રેન્ડ સાથે પહેલી વાર ડેટ પર ગયો, પણ 2 જ મિનિટમાં તેની ગર્લફ્રેન્ડ ભાગી ગઈ.

કારણ કે છગને તેને કહ્યું, આ મારી પહેલી ડેટ છે ડાર્લિંગ. કોઈ ભૂલ અથવા કમી રહી જાય,

તો નાનો ભાઈ સમજીને માફ કરી દેજે.

જોક્સ 6 :

પત્ની આઈસીયૂમાં હતી.

પતિની રડી-રડીને હાલત ખરાબ થઈ ગઈ હતી.

ડોક્ટર બોલ્યા : અમે સંપૂર્ણ પ્રયત્ન કરી રહ્યા છીએ,

પણ તે કાંઈ બોલી નથી શકતી, કદાચ કોમામાં છે.

હવે તો બધું ભગવાનના હાથમાં જ છે.

પતિ બોલ્યો : હજી તો તે ફક્ત 40 ની જ છે….

ત્યારે એક ચમત્કાર દેખાયો. હૃદયના ધબકારા વધવા લાગ્યા,

પત્નીની આંગળી હલી, હોઠ હલ્યા અને અવાજ આવ્યો,

36 ની.

જોક્સ 7 :

બે મિત્રોની વાતચીત.

પહેલો મિત્ર : હું આ સમયે સ્ટેજ-3 માં છું,

પહેલા સ્ટેજમાં વાસણ ધોયા,

બીજા સ્ટેજમાં ખાવાનું બનાવ્યું,

ત્રીજા સ્ટેજમાં કપડાં ધોઈ રહ્યો છું, અને તું?

બીજો મિત્ર : મેં વેલણથી માર ખાઈ લીધો પણ કામ નહિ કર્યું.

ભાઈ કોરોના તો થોડા દિવસમાં જતો રહેશે, પણ પત્નીને ખબર પડી ગઈ કે આપણને આ બધું આવડે છે, તો આજીવન આજ કરવું પડશે.

જોક્સ 8 :

સિનિયર કેજીનો છોકરો : તું માલી સાથે લદન કલશે?

છોકરી : ના.

છોકરો : કલી લે ને!

છોકરી : ના હું નહિ કલુ.

છોકરો : કલને, હું તને ચોટલેટ આપીશ.

છોકરી : એટલે તો નથી કલવા, મારી પેલા થાથે કુલકુલેમાં વાત થઇ દઈ છે.

જોક્સ 9 :

એક વ્યક્તિ કોરોનાથી મરી ગયો…. પરલોક જઈને પ્રભુને પૂછ્યું,

પ્રભુ મને બચાવવા કેમ નહિ આવ્યા?

ભગવાન બોલ્યા : અરે મૂર્ખ, ક્યારેક પીએમ બનીને, ક્યારેય સીએમ બનીને, ક્યારેક પોલીસ બનીને, ક્યારેક નગર નિગમ કર્મચારી બનીને એમ 20 વખત તને જણાવવા આવ્યો હતો કે, ઘરમાં બેસી જા, બચી જઈશ. પણ તું સમજ્યો નહિ.

હવે તું કયો અર્જુન છે જે તને વિરાટ રૂપ દેખાડી આ વાત કહેતે.

જોક્સ 10 :

વિદ્યાર્થી (ટીચરને) : મિસ તમે કાલે મને ફોન કર્યો હતો?

ટીચર : નહીં તો, કેમ શું થયું?

વિદ્યાર્થી : કમાલ છે… મારા ફોન પર લખ્યું હતું Miss Call.

જોક્સ 11 :

પિતાએ જોયું કે દીકરો જીન્સનું બટન ટાંકી રહ્યો છે.

પિતા : દીકરા, અમે તમારા લગ્ન કરાવ્યા છે, વહુ ઘરે આવી ગઈ છે, તો પણ તું પોતાના પેન્ટનું બટન જાતે ટાંકી રહ્યો છે.

દીકરો : તમે ખોટું વિચારી રહ્યા છો,

આ તો હું તેની જ જીન્સનું બટન ટાંકી રહ્યો છું.

પિતા બેભાન.

આ માહિતી ઇન્ડિયા ફીડ્સ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.