પ્રેમિકાએ જણાવ્યું – છોકરીઓ ફેશન કેમ કરે છે? સાંભળીને પ્રેમી થઈ ગયો બેભાન, વાંચો મજેદાર જોક્સ

જે રીતે સારી હવા, સારું ખાનપાન કોઈપણ માણસને સ્વસ્થ રહેવા માટે જરૂરી હોય છે, એજ રીતે હસતા રહેવું પણ તમને સ્વસ્થ રાખવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. જો તમે સવાર-સાંજ હસવાની આદત પાડી લો તો કોઈ પણ બીમારી, ભલે માનસિક હોય કે શારિરીક તમારી પાસે પણ નહિ આવે. એટલા માટે અમે તમારા માટે અમુક એવા જ મજેદાર જોક્સ લઈને આવ્યા છીએ, જેને વાંચ્યા પછી તમે હસતા હસતા લોટપોટ થઈ જશો, તો ચાલુ શરુ કરીએ હસવા-હસાવવાનો આ સિલસિલો.

જોક્સ : 1

માણસ વિમાનમાંથી ઉતર્યો તો દરવાજા પર ઉભેલી એયર હોસ્ટેસ બોલી,

આશા છે ફ્લાઈટમાં તમને ઘર જેવું વાતાવરણ મળ્યું હશે.

માણસ બોલ્યો : જરા પણ નહિ, ઘરમાં તો કોઈ મારું સાંભળતું જ નથી,

પણ અહીંયા તો એક બટન દબાવતા જ ચાર-ચાર આવી જાય છે.

જોક્સ : 2

પત્ની : આટલા મોડા કેમ પડ્યા આજે?

પતિ : એમાં થયું એવું કે એમ માણસની 2000 રૂપિયાની નોટ ખોવાઈ ગઈ હતી.

પત્ની : સારું તો તમે એને શોધવામાં મદદ કરી રહ્યા હતા?

પાથી : અરે નહિ, હું તો એ નોટની ઉપર ઉભો હતો.

જોક્સ : 3

પ્રેમી : મને આજ સુધી સમજ નથી પડી કે

છોકરીઓ આટલી ફેશન કેમ કરે છે?

પ્રેમિકાએ ઘમંડમા જવાબ આપ્યો,

અરે ગાંડા આટલું પણ નથી ખબર કે,

જાળ જેટલું વધારે સુંદર હોય છે, પક્ષી એટલા જલ્દી ફસાય છે.

જોક્સ : 4

પત્ની : મને શંકા છે કે મારા પતિનું કોઈ બીજી મહિલા સાથે ચક્કર ચાલી રહ્યું છે

સહેલી : હવે તું શું કરીશ?

પત્ની : મારો બોયફ્રેન્ડ તેની પાછળ લગાવી દઈશ.

જોક્સ : 5

પપ્પુ : દીકરા બે પથારી કેમ લગાવી?

દીકરો : ઘરે બે મહેમાન આવવાના છે.

પપ્પુ : કોણ કોણ?

દીકરો : મમ્મીના ભાઈ અને મારા મામા.

પપ્પુ : તો પછી હજુ એક પથારી લગાવી દે મારો સાળો પણ આવી રહ્યો છે.

જોક્સ : 6

એક છોકરી પાણી પૂરી ખાઈ રહી હતી,

૧૫-૨૦ પાણી પૂરી ખાધા પછી તેણે બોયફ્રેન્ડને પૂછ્યું,

છોકરી : ડાર્લિંગ ૧૦ બીજી ખાઈ લઉં?

છોકરો (ગુસ્સામાં) : ખાઈ લે નાગણ.

છોકરીએ જોરદાર થપ્પડ મારી અને કહ્યું,

છોકરી : નાગણ કોને કહી?

છોકરો : મારી કેમ રહી છે? મેં કહ્યું, ના ગણ ખાઈ લે.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.