જોક્સ : પપ્પુ : લગ્નના કાર્ડમાં વર-વધુના નામની આગળ લખેલ ચિ. અને સૌ. નો શું અર્થ થાય છે?

કોઈએ સાચું જ કહ્યું છે કે, ‘laughter is the best medicine’. જોક્સની અસર કોઈ દવાથી ઓછી નથી હોતી. જે લોકો પરેશાન અથવા પછી બીમાર હોય છે, એ લોકો માટે જોક્સ કોઈ દવાથી ઓછું કામ નથી કરતા. તે એમના માટે એક સ્ટ્રેસ બસ્ટરની જેમ કામ કરે છે. અમુક લોકો તો આ જોક્સમાં પોતાના નજીકના ફ્રેન્ડને ટેગ પણ કરી દે છે.

આજે અમે તમારા માટે કાંઈક એવા જ પતિ-પત્ની, જજ-ચોર, ગર્લફ્રેન્ડ-બોયફ્રેન્ડ વગેરેના જોક્સ લઈને આવ્યા છીએ, જે આજકાલ સોશિયલ મીડિયા પર ઘણા ટ્રેંડમાં છે. આ જોક્સને સોશિયલ મીડિયા પર ખુબ લાઈક અને શેયર કરવામાં આવી રહ્યા છે. અમે દાવો કરીએ છીએ કે તમે આ જોક્સ વાંચ્યા પછી પોતાનું હાસ્ય રોકી નહીં શકો. તો રાહ કોની જોવી? ચાલો શરૂ કરીએ હસવા-હસાવવાનો આ સિલસિલો.

જોક્સ : 1

એક છોકરો અચાનક છોકરીને જોઈને શાયર બની ગયો.

‘લફઝ તેરે, ગીત મેરે,

ગઝલ કોઈ સૂના ડાલુ ક્યાં?

છોકરી બોલી :

‘હાથ મેરે, ગાલ તેરે,’

કાન કે નીચે બજા ડાલુ ક્યા?’

જોક્સ : 2

કરિયાણા વાળો : ડોક્ટર સાહેબ,

પ્લાસ્ટિક સર્જરીમાં કેટલો ખર્ચ આવશે?

ડોક્ટર : 50 હજાર.

કરિયાણા વાળો : જો પ્લાસ્ટિક અમે આપીએ તો?

ડોક્ટર (ગુસ્સામાં) : સાલા, ઓગાળીને જાતે જ ચિપકાવી પણ દેજે.

જોક્સ : 3

બે છોકરીઓ વાતો કરી રહી હતી.

પહેલી છોકરી : આજ પછી કોઈ પણ છોકરા પર વિશ્વાસ નહીં કરું,

બધા જુઠ્ઠા, દગાબાજ અને નાલાયક હોય છે.

બીજી છોકરી : કેમ શું થયું? તારા બોયફ્રેન્ડે તને કાંઈ કીધું કે?

પહેલી છોકરી : નામ ના લઈશ તે જુઠ્ઠા-દગાબાજનું,

હું તો આજ પછી તેનું મોઢું પણ જોઇશ નહિ.

બીજી છોકરીએ આશ્ચર્યથી પૂછ્યું : કેમ, એવી શું થઈ ગયું?

શું તે એને કોઈ બીજી છોકરી સાથે પકડી લીધો કે?

પહેલી છોકરી : અરે નહિ, તેણે મને મારા બીજા બોયફ્રેન્ડ સાથે જોઈ લીધો,

જયારે તેણે મને કહ્યું હતું કે તે થોડા દિવસ માટે શહેરની બહાર જઈ રહ્યો છે.

જોક્સ : 4

ઠંડી પડી રહી છે.

હવે લોકોને પ્રેમ થશે, લગ્ન થશે.

અને મને શરદી થશે, ખાંસી થશે, તાવ આવશે.

જોક્સ : 5

જો તમે બેગમને ઉંચકી ઉંચકીને પટકવા માંગો છો,

તો…..

ગંજી-પત્તા રમો, બીજો કોઈ રસ્તો નથી.

જોક્સ : 6

પતિ પત્ની વચ્ચે જબરજસ્ત લડાઈ થઇ,

એટલી ભયંકર કે પતિએ મરવાની ધમકી આપી દીધી,

અને સ્ટુલ પર ચઢીને પંખામાં દોરડું લગાવવા પ્રયતન કરવા લાગ્યો.

પત્ની (એકદમ રિલેક્સ થઈને) : થઈ ગયું જે કરવા માંગતા હતા તે,

જરા જલ્દી કરો, મારે સ્ટુલની જરૂર છે.

જોક્સ : 7

શેરો-શાયરીના શોખીન એક પ્રેમીની દુઃખ ભરી વાત,

હસરત એ દીદાર માટે,

એની ગલીમાં મોબાઈલની દુકાન ખોલી….

ના પૂછો હવે હાલાત-એ-બેબસી એ ગાલિબ,

રોજ નવો વ્યક્તિ એના નંબર પર રિચાર્જ કરાવવા આવે છે.

જોક્સ : 8

છોકરો : શું હું તમને મારી સીટ આપું, તો તમે એ તો નહિ સમજો ને કે,

હું તમને ઈમ્પ્રેસ કરી રહ્યો છું.

છોકરી : ના, જરા પણ નહિ.

છોકરો : પછી રહેવા દો, સીટ આપીને શું ફાયદો.

જોક્સ : 9

પોલીસ વાળા દરવાજો ખખડાવે છે.

મહિલા : કોણ?

પોલીસ : જી અમે પોલીસ છીએ, તમારા પતિનું એક્સિડન્ટ થઈ ગયું છે,

એમના પરથી ગાડી પસાર થઈ ગઈ છે, તે એકદમ પાપડ બની ગયા છે.

મહિલા : તો દરવાજો ખોલવાની શું જરૂર છે,

નીચેથી જ સરકાવી દો….

જોક્સ : 10

પપ્પુ પરેશાન બેઠો હતો,

ત્યારે ગપ્પુએ પૂછ્યું : શું થયું ભાઈ?

પપ્પુ : યાર ખબર નહિ એ કયા લોકો છે,

જેના સપનામાં રાજકુમારી અથવા હસીનાઓ આવે છે.

મારા સપનામાં તો કયારેક મરી જાવ છું,

કયારેક ઊંડી ખીણમાં પડી જાવ છું,

ક્યારેક મને ભૂત ઉપાડીને લઇ જાય છે, એવું બધું જ આવ્યા કરે છે.

જોક્સ : 11

પપ્પુ : લગ્નના કાર્ડમાં વર-વધુના નામની આગળ લખેલ ચિ. અને સૌ. નો શું અર્થ થાય છે?

ગપ્પુ : ખબર નહિ, તું જ જણાવી દે.

પપ્પુ : આનો અર્થ થાય છે કે લગ્ન પછી જયારે પત્ની તેને સો વાત સંભળાવે,

ત્યારે પતિ ચિ પણ નહિ કરશે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.