ફની જોક્સ : પ્રાઈમરી સ્કૂલમાં મેડમ ઊંઘી રહી હતી, ત્યારે અચાનક કલેકટર સાહેબ આવી ગયા…..

જ્યારે પણ આપણે હસવા વિષે વિચારીએ છીએ, ત્યારે આપણા મગજમાં સૌથી પહેલા જોક્સ આવે છે. જોક્સ હસવા હસાવવાનું એ માધ્યમ છે, જે સરળતાથી ઇન્ટરનેટ પર ઉપલબ્ધ હોય છે. મૂડ ઓફ થવા પર અથવા તણાવમાં હોવા પર જોક્સ વાંચી લેવાથી તમારું મગજ ફ્રેશ થઈ જાય છે. આજકાલ તો વોટ્સએપ પર પણ લોકો એકબીજાને જોક્સ મોકલતા જ રહે છે.

જો તમે પણ દિવસભરના થાકથી પરેશાન થઈ ગયા છો અને થોડી વાર ખુલીને હસવા માંગો છો, તો આજે અમે તમારા માટે થોડા મજેદાર જોક્સ લઈને આવ્યા છીએ. આ જોક્સ વાંચીને તમારું મૂડ સારું થઈ જશે અને તમે હસવા માટે મજબુર થઈ જશો. તો રાહ કઈ વાતની, ચાલો શરુ કરીએ હસવા-હસાવવાનો આ સુંદર સિલસિલો.

જોક્સ : 1

એક છોકરી એક છોકરા સાથે બેઠી હતી.

બીજા દિવસે બીજા છોકરા સાથે બેઠી હતી.

ત્રીજા દિવસે ત્રીજા છોકરા સાથે બેઠી હતી.

આ સ્ટોરીથી તમને શું શિક્ષા મળે છે?

છોકરા બદલાય જાય છે પણ છોકરીઓ નહિ.

જોક્સ : 2

ટીચર : ચંદ્ર પર પહેલું પગલું કોણે મૂક્યું હતું?

પપ્પુ : નીલ આર્મસ્ટ્રોંગે.

ટીચર : અને બીજું?

પપ્પુ : બીજું પણ તેણે જ રાખ્યું હશે,

લંગડી રમવા થોડી ગયો હતો.

જોક્સ : 3

મહિલા : ડોક્ટર સાહેબ, મારા પતિ ઊંઘમાં વાતો કરવા લાગ્યા છે,

હવે હું શું કરું?

ડોક્ટર : એમને દિવસે બોલવાની તક આપો.

જોક્સ : 4

બાપ : દીકરા 5 પછી શું આવે છે?

દીકરો : 6 અને 7 પપ્પા.

બાપ : શાબાશ, મારો દીકરો ઘણો હોશિયાર છે.

સારું, 6 અને 7 પછી….

દીકરો : 8,9,10.

બાપ : અને એના પછી.

દીકરો : એના પછી ગુલામ, રાણી અને બાદશાહ.

બાપને ચક્કર આવી ગયા.

જોક્સ : 5

ભારતમાં જો રસ્તા પર જાન જઈ રહી હોય,

અને તે દરમિયાન કોઈ બસ કે કાર આવી જાય,

તો જાનમાંથી એ લોકો ટ્રાફિક પોલીસની ભૂમિકા ભજવવા આવે છે,

જે સિગ્નલ પર પોલીસને જોઈને ગલીઓમાંથી રસ્તો કાઢે છે.

જોક્સ : 6

છોકરીને ઈમ્પ્રેસ કેવી રીતે કરવી?

એની કદર કરો,

એને પ્રેમ આપો,

એની રક્ષા કરો,

એની કેયર કરો.

છોકરાને ઈમ્પ્રેસ કેવી રીતે કરવા?

બસ એક સ્માઈલ અને ગેમ ઓવર.

જોક્સ : 7

છગન : તું ખાલી પેટ હોવા પર કેટલા કેળા ખાઈ શકે છે?

મગન (થોડી વાર વિચાર કરીને) : હું 6 કેળા ખાઈ શકું છું.

છગને હસતા હસતા જવાબ આપ્યો : ખોટો જવાબ મિત્ર.

પહેલું કેળું ખાઈ લીધા પછી તારું પેટ ખાલી ક્યાં રહેશે?

એટલે ખાલી પેટ થવા પર તું ફક્ત એક જ કેળું ખાઈ શકે છે.

પછી છગન ઘરે પહોંચ્યો અને તરત જ પત્નીને સવાલ કર્યો.

છગન : તું ખાલી પેટ થવા પર કેટલા કેળા ખાઈ શકે છે?

પત્ની : હું 4 કેળા ખાઈ શકું છું.

છગન (નિરાશ સ્વરમાં બોલ્યો) : જો 6 કહેતે તો….

એક મસ્ત જોક્સ સંભળાવતે તને.

જોક્સ : 8

ઓફલાઈન રહું છું, તો ફક્ત દાળ, રોટલી, નોકરી અને પરિવારની જ ચિંતા રહે છે.

ઓનલાઇન થવા પર ધર્મ, સમાજ, રાજનીતિ, દેશ, વિશ્વ અને

આખા બ્રહ્માંડની ચિંતા થવા લાગે છે.

– એક સામાન્ય ભારતીય નાગરિક.

જોક્સ : 9

દયા તો એ છોકરાઓને જોઈને આવે છે,

જેમની રાશિ કન્યા હોય પણ એમની કુંડળીમાં કન્યા ન હોય.

જોક્સ : 10

સિંગલપણું તો એટલી હદ સુધી વધી ગયું છે કે,

જો સ્મશાન પણ ખોલું તો છોકરીઓ મરવાનું બંધ કરી છે.

જોક્સ : 11

આ એ જમાનો છે સાહેબ, જ્યાં માણસ પડી જાય,

તો હાસ્ય નીકળી જાય છે અને મોબાઈલ પડી જાય,

તો જીવ નીકળી જાય છે.

જોક્સ : 12

બે છોકરીઓ બસમાં સીટ માટે લડી રહી હતી.

કંડકટર : અરે કેમ લડી રહી છો,

જે ઉંમરમાં સૌથી મોટી હોય તે બેસી જાય, વાત પુરી…..

પછી શું? આખા રસ્તામાં બંને જણી ઉભી રહી.

જોક્સ : 13

એક પરિવાર શોલે ફિલ્મ જોયા પછી ઊંઘવાની તૈયારી કરી રહ્યો હતો.

એવામાં પતિએ રોમાન્ટિક થઈને પત્નીને કહ્યું,

નાચ બસંતી નાચ.

આ સાંભળી તેમનો નાનો દીકરો બોલ્યો,

બસંતી આ કુતરા સામે ના નાચતી.

જોક્સ : 14

છોકરો : હું એ છોકરી સાથે લગ્ન કરીશ,

જે મહેનતી હોય, સાદગીથી રહેતી હોય,

ઘર સંભાળી શકતી હોય અને આજ્ઞાકારી હોય.

પ્રેમિકા : મારા ઘરે આવી જજે,

આ બધા ગુણ મારી નોકરાણીમાં છે.

જોક્સ : 15

પ્રાઈમરી સ્કૂલમાં મેડમ ઊંઘી રહી હતી, ત્યારે અચાનક કલેકટર સાહેબ આવી ગયા,

તે મેડમ પકડાઈ ગઈ.

ઘણા સમય ઊંઘ્યાં પછી મેડમની ઊંઘ ખુલી,

ઊંઘ ખુલતા જ મેડમ કલેક્ટરને જોઈને બોલી,

મેડમ : તો બાળકો સમજી ગયા કે…. કુંભકર્ણ આ રીતે ઊંઘતો હતો.

કલેકટર સાહેબ બેભાન.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.