જોક્સ : ટીચરે પૂછ્યું ‘તારા ઘરમાં સૌથી નાનું કોણ છે’? બાળક બોલ્યો ‘પપ્પા’ કારણ જાણીને લોટપોટ થઇ જશો

જોક્સ વાંચવા અને તેને વાંચીને હસવું, આનાથી સારું કામ દુનિયામાં બીજું કોઈ નહિ હોય. જો આપણું ચાલે તો આપણે આખો દિવસ એક પછી એક સતત હજારો જોક્સ વાંચતા જઈએ અને હાસ્યની દુનિયામાં ખોવાઈ જઈએ. છેવટે જોક્સ છે જ એવી વસ્તુ કે આપણે આપણા દુઃખોને થોડા સમય માટે ભૂલી જઈએ છીએ. તે આપણને ડિપ્રેશનથી દૂર રાખવાનું પણ કામ કરે છે. એટલા માટે તેને વાંચવા આપણા સ્વાસ્થ્ય માટે સારું છે. તો બસ આ વિચાર સાથે આપણે બધા ફટાફટ નીચે રહેલા જોક્સને એક એક કરીને વાંચીએ અને હાસ્યની દુનિયાનો આનંદ ઉઠાવીએ.

જોક્સ : 1

પત્ની : તમને જરા પણ શરમ નથી.

હું કલાકોથી બોલી રહી છું,

અને તમે ક્યારના બગાસા ખાઈ રહ્યાં છો.

પતિ : હું બગાસું નથી ખાતો,

બોલવા પ્રયત્ન કરી રહ્યો છું ,

પણ તું મને બોલવા જ નથી દેતીને.

જોક્સ : 2

પપ્પુ : યાર, આ છોકરીઓનું સારું છે.

લગ્ન પહેલા પપ્પાની પરી હોય છે અને

લગ્ન પછી ઘરની લક્ષ્મી બની જાય છે.

ગપ્પુ : અને છોકરા?

પપ્પુ : છોકરાઓ લગ્ન પહેલા પપ્પાનો માર ખાય છે,

અને લગ્ન પછી પત્નીનો.

જોક્સ : 3

પપ્પા : કેમ રડી રહ્યો છે દીકરા?

પપ્પુ : ટીચરે માર્યો મને.

પપ્પા : કોઈ ભૂલ કરી હશે તેં.

પપ્પુ : ના પપ્પા, હું તો બસ આરામથી ઊંઘી રહ્યો હતો.

જોક્સ : 4

પત્ની : જો મારા લગ્ન કોઈ રાક્ષસ સાથે થઈ જાત

તો પણ હું આટલી દુઃખી ન થાત જેટલી તમારી સાથે છું.

પતિ : અરે પાગલ, લોહીના સંબંધમાં લગ્ન ક્યાં થાય છે.

પછી પતિદેવની જોરદાર ધોલાઈ થઇ.

જોક્સ : 5

છોકરો છોકરીને પોતાની કારમાં બેસાડીને લઈ જઈ રહ્યો હતો,

છોકરી : આપણે ક્યાં જઈ રહ્યા છીએ?

છોકરો : લોન્ગ ડ્રાઈવ પર.

છોકરી : અરે વાહ, મને પહેલા કેમ ન જણાવ્યું?

છોકરો : મને ખુદને જ ખબર ન હતી.

છોકરી : એ કઈ રીતે?

છોકરો : કારની બ્રેક અચાનક ખરાબ થઈ ગઈ છે.

જોક્સ : 6

છોકરી : એક્ટિવા શા માટે ખરીદે છે?

કોઈ સ્ટાઈલિશ બાઈક લે ને.

છોકરો : એમાં એવું છે ને કે, નમકીન, પોંવા,

સોડા લાવવા માટે બાઈકમાં ડિક્કી નથી આવતીને એટલે.

તું આ બધું પકડીને બેસવાની હોય તો બાઈક લઇ લઉં.

છોકરી : એક્ટિવા જ લઈ લે હું પણ ચલાવી લઈશ.

જોક્સ : 7

છોકરીનો તેના બોયફ્રેન્ડ પર ફોન આવે છે.

બોયફ્રેન્ડ : હાં, કેટલાનું રિચાર્જ કરાવું?

છોકરી : તને શું લાગે છે, હું દર વખતે રિચાર્જ માટે જ ફોન કરું છું.

બોયફ્રેન્ડ : તો?

છોકરી : 2 નવા ડ્રેસ અપાવી દે ને.

જોક્સ : 8

કોઈને ખબર છે, ભૂલો પર નાખવામાં આવતો પડદો ક્યાં મળશે?

અને કેટલા રૂપિયે મીટર મળશે?

આ તો ખાલી જાણવા ખાતર પૂછ્યું.

જોક્સ : 9

છોકરી : ઉંઘી ગયો મારો શોના?

છોકરો : હાં.

છોકરી : તો પછી રીપ્લાય કઈ રીતે કરે છે?

છોકરો : હું શોનાનો બાપ રીપ્લાય કરી રહ્યો છું.

વહુરાણી ઉંઘી જા હવે, કાલે તારા શોનાની પરીક્ષા છે.

જો તે નાપાસ થયો તો હું તેને એટલો મારીશ કે,

તારો શોના ઉંઘવાને લાયક નહિ રહે, સમજી.

જોક્સ : 10

ગર્લફ્રેન્ડ : મારા પપ્પાએ મને નવો મોબાઈલ ખરીદીને આપ્યો.

બોયફ્રેન્ડ : અરે વાહ, કઈ કંપનીનો?

ગર્લફ્રેન્ડ : લાવારિસ.

બોયફ્રેન્ડ : અરે અક્કલની આંધળી,

તે લાવારિસ નહિ LAVA IRIS છે.

જોક્સ : 11

પ્રેમી : શું તને ખબર છે? સંગીતમાં એટલી શક્તિ હોય છે કે,

તેનાથી પાણી ગરમ થઈ શકે છે.

પ્રેમિકા : હાં, જરૂર કેમ નહિ.

જ્યારે તારું ગીત સાંભળીને મારું લોહી ઉકળી શકે છે,

તો પાણી કેમ નહિ.

જોક્સ : 12

છોકરો : તું રોજ એક જ કપડાં પહેરીને ફરે છે તને અજીબ નથી લાગતું?

છોકરી : આ મારી ઓફિસનો યુનિફોર્મ છે સાલા બેરોજગાર.

જોક્સ : 13

ટીચર : દીકરા તારા ઘરમાં સૌથી નાનું કોણ છે?

બાળક : મારા પપ્પા.

ટીચર ચકિત થઈને બોલી : તે કઈ રીતે?

બાળક : કારણ કે તે હજુ સુધી મમ્મી સાથે સુવે છે.

ટીચર બેભાન.

આશા છે કે તમને આ જોક્સ સારા લાગ્યા હશે. આ જોક્સને લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહિ.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.