જોક્સ : જયારે પત્નીએ પૂછ્યું – ચા નુકશાન કરે છે કે ફાયદો? પતિએ આપ્યો ધમાકેદાર જવાબ

જે રીતે સારી હવા, સારું ખાનપાન કોઈ પણ માણસને સ્વસ્થ રહેવા માટે જરૂરી હોય છે, એ જ રીતે તમારું હાસ્ય પણ તમને સ્વસ્થ રાખવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. જો તમે સવાર-સાંજ હસવાની આદત પાડી લો, તો કોઈ પણ બીમારી ભલે માનસિક હોય કે શારીરિક તમારી પાસે પણ નહિ આવશે. એટલા માટે અમે તમારા માટે અમુક એવા જ મજેદાર જોક્સ લઈને આવ્યા છીએ, જેને વાંચ્યા પછી તમે હસતા હસતા લોટપોટ થઈ જશો. તો ચાલો શરુ કરીએ હસવા-હસાવવાનો આ સિલસિલો.

જોક્સ : 1

કેમિસ્ટ : જો આ દવાથી આરામ ન મળે, તો ડોક્ટરે આપેલું કાગળ પાછું લાવજો.

દર્દી : એવું કેમ?

કેમિસ્ટ : હું ફરીથી ડોક્ટરે લખેલી દવા વાંચવાનો પ્રયત્ન કરીશ.

દર્દી બેભાન….

જોક્સ : 2

માસ્ટર : સૌથી પવિત્ર વસ્તુ કઈ છે?

પપ્પુ : સર, મોબાઈલ.

માસ્ટર (ગુસ્સામાં) – તે કઈ રીતે?

પપ્પુ : તે બાથરૂમ, હોસ્પિટલ, સ્મશાનથી આવ્યા પછી પણ ધોયા વગર ઘર, રસોડા અને મંદિર બધી જગ્યાએ જઈ શકે છે.

જોક્સ : 3

રાત્રે રૂમનું તાળું ખરાબ થઈ ગયું હતું.

પત્નીએ ટોર્ચ મને પકડાવી અને પોતે તાળું ખોલવામાં લાગી ગઈ.

ઘણો સમય પસાર થઈ ગયો, પણ તાળું ખુલવાનું નામ જ લઈ રહ્યું નહોતું.

પછી તેણે ટોર્ચ પકડી અને મને કહ્યું કે, તમે પ્રયત્ન કરો.

મેં પ્રયત્ન કર્યો અને તાળું ઝટથી ખુલી ગયું.

પત્ની મારા પર વરસી પડી અને કહેવા લાગી,

હવે તમને ખબર પડી… ટોર્ચ કેવી રીતે પકડાય તે?

ખરેખર, પત્નીથી કોઈ નહીં જીતી શકે.

જોક્સ : 4

પત્ની :ચા નુકશાન કરે છે કે ફાયદો?

પતિ : બનાવવી પડે તો નુકશાન અને બનેલી મળી જાય તો ફાયદો.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.