દહીં જમાવવાની આ પદ્ધતિથી મેળવો આયુર્વેદિક શાસ્ત્રોનુસાર ફાયદા, અજમાવો અને જાણો આ રીત

દૂધ અને દહીને આયુર્વેદમાં ઉત્તમ અને ચઢિયાતું ગણવામાં આવે છે, દહીં જમાવવાની આ પદ્ધતિથી મેળવો આયુર્વેદિક શાસ્ત્રોનુસાર ફાયદા, અજમાવો અને જાણો આ રીત

દુધને સંપૂર્ણ આહાર ગણવામાં આવે છે પણ દહીં આપણું આરોગ્ય વધારનાર ખુબ જ ગુણકારી તત્વ છે ઘણા લોકો બહાર જતી વખતે દહીં ખાઈને જતા હોય છે કેમ કે તેમાં દરેક પ્રકારના તત્વો રહેલા છે જે આપણા શરીરનું સંતુલન જાળવી રાખવા માટે સક્ષમ હોય છે.

આથી જ દહીને જુદા જુદા પત્રોમાં બનાવવું કે ખાવાના જુદા જુદા ગુણધર્મો રહેલા છે તેને જુદા જુદા શાસ્ત્રો માં જણાવ્યા મુજબના પાત્રોમાં જમાવેલ દહીં શરીરમાં ઝડપથી રોગો અને દુખાવાને અટકાવે તેવા અનેક પ્રકારના લાભ થાય છે.

આવી રીતે થોડી દહીં બનાવવાની રીતો થી દર્દી ને જરૂરથી ફાયદો થાય છે.

ગંઠોડા નું ચૂર્ણ 1-1 તોલો, સુંઠ, ચિત્રકમૂળ નું ચૂર્ણ, લેઈને મધમાં કાળવી દહોણી ની અંદર લગાવવું, પછી ગાયનું દૂધ તે વાસણમાં કાઢવું અથવા તો સ્વસ્થ બકરીનું દૂધ આ પાત્રમાં જમાવવું, અને બનેલ દહીં ને સવારના સમયે છાસ બનાવવી આ છાશથી સંગ્રહીણીના રોગીઓ ને ખુબ ફાયદો થાય છે.

એક માટીના વાસણમાં ચિત્રકના મુલની છાલ વાટીને લગાવી દેવી તે સુકાયા પછી તેમાં દૂધ નાખી દહીં જમાવવું તેની છાશ કે દહીં હરસ ના રોગને દુર કરે છે.

સંગ્રહીણી રોગ કેટલો પણ જુનો કે હઠીલો હોય તો પણ આ રોગમાં સોના કે ચાંદીના વાસણમાં જમાવેલ દહીં કે છાશ બનાવી પીએ તો સારો ફાયદો કરે છે. પોલાદના વાસણમાં જમાવેલ દહીં પાંડુરોગ માટે ખુબ ગુણકારી માનવામાં આવે છે.

કાળી માટીના વાસણમાં જમાવેલ દહીં અર્શ રોગના દર્દીને રોજ આ દહીં આપવાથી અર્શ રોગમાં ફાયદો થાય છે.એલ્યુમીનીયમ કે તાંબા ના વાસણમાં ક્યારે પણ દહીં જમાવવું નહી તેનાથી ગંભીર રોગો થવાની શક્યતા રહે છે.કલાઈ કરેલ પિત્તળના વાસણમાં દહીં જમાવવું ઉત્તમ ગણવામાં આવે છે.

આ લેખમાં જણાવ્યા મુજબ જુદા જુદા પત્રોમાં જમાવેલ દહીં જુદા જુદા ફાયદા કરે છે આ પ્રયોગો માત્ર નેચરોપેથી દ્વારા ડોક્ટર ની સલાહ પ્રમાણે જ જુદા જુદા રોગો માટે ઉપયોગમાં લઇ શકાય છે જેથી આ પ્રકારના કોઈપણ નુસખાનો ઉપયોગ કરતા પહેલા કુદરતી ઉપચાર કેન્દ્ર ની મુકાલાત લેવી જરૂરી છે.

(નોંધ : આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી અને ઈન્ટરનેટ દ્વારા આપવામાં આવેલ માહિતી ઉપર આધારિત છે.)