આજના સમયમાં ઘણી જગ્યા એ જુના બાંધકામો તોડીને નવા બાંધકામ, મોટી બિલ્ડીંગો બનાવવામાં આવતા હોય છે અને આ બનાવવા માટે જમીનમાં ઘણે ઊંડે સુધી ખોદકામ કરવાની જરૂર રહેતી હોય છે, જેથી મોટી બિલ્ડીંગો બાંધી શકાય, અને આ ખોદકામ દરમિયાન ઘણી વખત તેમાંથી અવનવા જુના રહસ્યો બહાર આવતા હોય છે, આવી જ એક ઘટના હમણાં જ બહાર આવી છે. જેમાં નવી બિલ્ડીંગો બાંધવા માટે ખોદકામ દરમિયાન જમીનની નીચેથી સેંકડો ફૂટ ઊંડેથી અન્ડરગ્રાઉન્ડ શહેર મળી આવ્યું છે, આવો જાણીએ તેના વિષે વિગતવાર.
જૂની બિલ્ડીંગનો કાટમાળ દુર કરી રહ્યા હતા, તે સમયે મશીન જોરથી કોઈ વસ્તુ સાથે અથડાયું, સામે આવ્યું હજારો વર્ષ જુનું રહસ્ય.
તુર્કી થી નેવસેહીર રાજ્યમાં થોડા વર્ષ પહેલા જુના ઘરને તોડીને નવી બિલ્ડીંગો માટે જગ્યા તૈયાર કરવામાં આવી રહી હતી. અહિયાં મશીનો બીજી બિલ્ડીંગો માટે ખોદકામ કરવામાં લાગેલુ હતું કે અચાનક જોરથી કોઈ વસ્તુ સાથે ટકરાય છે. નીચે શું છે? તે જોવા માટે એન્જીનીયરો ત્યાં પહોચી જાય છે. જેવા જ મજુર કાટમાળ દુર કરવાનું શરુ કરે છે, તો દંગ રહી જાય છે. જમીનની નીચે પથ્થરો વચ્ચે એક ભોયરા જેવો રસ્તો જોવા મળે છે.
ખોદકામનું કામ અટકાવી ને જયારે જમીન ની નીચે રહેલા કાટમાળને દુર કરવાનું શરુ કરવામાં આવે છે, તો ભોયરા નો કોઈ અંત જોવા નથી મળતો. રડાર થી જાણવા મળ્યું કે ભોયરું લગભગ ૭ કી.મી. લાંબુ છે. એન્જીનીયર જયારે આ ભોયરાના રસ્તે આગળ વધ્યા, તો આગળ નું દ્રશ્ય જોઈ તેમના હોંશ ઉડી ગયા.
એન્જીનીયર એ ભોયરા માંથી પસાર થતા એક અન્ડરગ્રાઉન્ડ શહેર જોવા મળ્યું. તે સમય ની આર્કીયોલોજીસ્ટ ની ટીમ ને બોલાવવામાં આવી. જયારે આર્કીયોલોજીસ્ટસ એ આ ખંડેરો ની તપાસ કરી તો જાણવા મળ્યું કે લગભગ પાંચ હજાર વર્ષ પહેલા આ અન્ડરગ્રાઉન્ડ શહેર વસાવવામાં આવ્યું હતું. આ જમીન લગભગ ૩૭૧ ફૂટ નીચે વસાવવામાં આવ્યું હતું.
આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકોને જરૂર પસંદ આવ્યો હશે જ એવા વિશ્વાસ સાથે તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલ ને તમે તમારા મિત્રો અને સંબંધિઓ ને વધુ માં વધુ શેર કરશો જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે અને તેનો ઉપયોગ તેમના જીવન માં પણ લઇ શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળા ને મદદ કરવા સમાન છે, કેમ કે તમારા શેર થી જો જોઈ એક વ્યક્તિ જીવન માં ઉપયોગ માં આવી જાય તો પણ ઘણું પુણ્ય નું કામ ગણવામાં આવશે. તો તમે ખુલ્લા મન થી શક્ય હોય એટલા લોકો ને જરૂર થી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.
ઘણી વખત આપણે પણ આપણી આજુ બાજુ રહેલા જુના મકાનને તોડતા કે એની દીવાલો કે પાયાને ખોદતા આવી ઘણી આશ્ચર્યકારક વસ્તુ મળી આવતી હોય છે. જેમાં રૂપિયા ભરેલ ઘડો, ઘરેણા કે જુના સમયના કોઈ કીમતી દસ્તાવેજો હોય છે, ક્યારેક કીમતી મૂર્તિ પણ નીકળે છે. તો આવી ઘટના તમને યાદ હશે જ તો કોમેન્ટમાં ચોક્કસ લખશો.