‘જુનિયર હાર્દિક’ સાથે કૃણાલ પંડ્યાએ શેયર કર્યો આ ક્યૂટ વિડીયો, ફેન્સને ખુબ પસંદ આવી રહ્યો છે.

કૃણાલ પંડ્યાએ ‘જુનિયર હાર્દિક’ નો ક્યૂટ વિડીયો શેયર કરતા તેમના ફેન્સ દ્વારા ખુબ પ્રેમ મળ્યો, વિડીયો થયો વાયરલ

હાર્દિક પાંડ્યાના મોટા ભાઈ કૃણાલ પાંડ્યાએ જુનિયર હાર્દિક (હાર્દિક અને નતાશાના પુત્ર) સાથે વાત કરતા એક વિડીયો સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કર્યો છે, જેને ચાહકોનો ઘણો પ્રેમ મળી રહ્યો છે. તો ચાલો વિડિઓ જોઈએ.

ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર હાર્દિક પાંડ્યા અને તેની પત્ની અને અભિનેત્રી નતાશા સ્ટેનકોવિચ 30 જુલાઈ 2020 ના રોજ માતા-પિતા બન્યા હતા. પત્ની નતાશાએ એક પુત્રને જન્મ આપ્યો, જેના કારણે ‘જુનિયર હાર્દિક’ ઘરમાં આવવાને કારણે આ દંપતી જ નહીં પરંતુ હાર્દિકનો મોટો ભાઈ કૃણાલ પાંડ્યા પણ ખૂબ ખુશ છે અને તેમની ખુશી વ્યક્ત કરીને તેમણે સોશિયલ મીડિયા ઉપર એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં તે નવા મહેમાનો સાથે ક્રિકેટ વિશે કંઈક વાત કરી રહ્યા છે. તો ચાલો વિડિઓ જોઈએ.

ખરેખર, કૃણાલ પાંડ્યાએ તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ ઉપર 06 ઓગસ્ટ, 2020 ના રોજ એક ‘બૂમરેંગ’ વીડિયો શેર કર્યો છે, જેમાં તે હાર્દિકના પુત્રને તેના ખોળામાં લઈને કંઈક વાત કરતા જોવા મળી રહ્યા છે. આ વીડિયોના કેપ્શનમાં તેમણે લખ્યું, ચાલો ક્રિકેટ વિશે વાત કરીએ. તેમનો આ વીડિયોને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે અને સમાચાર લખાય ત્યાં સુધી 2 લાખથી વધુ લોકો આ વીડિયો જોઇ ચૂક્યા છે.

કેએલ રાહુલે કરી ટિપ્પણી

હાર્દિક અને ક્રુણાલ બંને ભારતીય ટીમમાં ઓલરાઉન્ડર તરીકે રમે છે. તેમ જ જ્યારે હાર્દિકે પિતા બનવાના સારા સમાચાર ચાહકો સાથે શેર કર્યા હતા, ત્યારે ચાહકોએ કહ્યું હતું કે ટીમ ઈન્ડિયાને એક નવો ઓલરાઉન્ડર મળી ગયો છે. હવે આ કડીમાં ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેન કેએલ રાહુલે આ વીડિયો ઉપર ટિપ્પણી કરીને હાર્દિકના પુત્રને ઓલરાઉન્ડર બનવાનું કહ્યું છે. તેમણે ટિપ્પણીમાં લખ્યું કે, “કૃપા કરીને તેને કહો ઝડપી બોલર અને ઓલરાઉન્ડર બને.”

ઘરમાં થયું જોરદાર સ્વાગત

નતાશા અને જુનિયર હાર્દિક હોસ્પિટલથી ઘરે પાછા આવી ગયા છે, આ પ્રસંગે તેમનું ઘરમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સ્વાગતની કેટલીક તસવીરો હાર્દિકે તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં પોસ્ટ કરી હતી. ફોટામાં જોઈ શકાય છે કે જુનિયર હાર્દિકે સ્વાગત માટે ઘરને કેવી રીતે શણગાર્યું હતું. દિવાલ ઉપર વાદળી અને સફેદ રંગના ફુગ્ગાઓ લગાવવામાં આવ્યા હતા અને ત્યાં બલૂન સાથે ‘બોય’ લખવામાં આવ્યું હતું.

આ ઉપરાંત નાના મહેમાન માટે એક સુંદર નાનકડો પલંગ પણ જોઇ શકાય છે, જેને શણગારવામાં આવ્યો હતો અને સાથે જ આ આનંદમય પ્રસંગ ઉપર એક કેક પણ મગાવી હતી. આ ફોટાઓને શેર કરતાં હાર્દિકે લખ્યું હતું, “આભાર આ સુંદર સુશોભન અને કેક માટે @ tololiciousplatter.”

શેર કરવામાં આવેલી કેકના ફોટા ઉપર જોઈ શકાય છે કે ત્યાં લખ્યું હતું “વેલકમ નટ્સ એન્ડ અગસ્ત્ય” તેમ જ ચાહકો કેક ઉપર લખવામાં આવેલા આ નામને જુનિયર હાર્દિકના નામ તરીકે પણ જોઇ રહ્યાં છે.

નતાશાએ શેર કરી હતી ‘મિરર સેલ્ફી’

પુત્રને જન્મ આપ્યાના 4 દિવસ પછી નતાશાએ તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટની સ્ટોરી ઉપર એક ‘મિરર સેલ્ફી’ પોસ્ટ કરી હતી. ફોટામાં તેને બ્લેક ટોપ અને ગ્રે કલરના સ્વેટ પેન્ટમાં જોઈ શકાય છે. નતાશાની આ પ્રેગનેન્સી પછીની પહેલી ‘મિરર સેલ્ફી’ છે, જેમાં તે કોઈ પણ મેકઅપ વિના જોવા મળી રહી છે. ફોટામાં જોઈ શકાય છે કે પુત્રને જન્મ આપ્યા પછી નતાશાએ પોતાનું પહેલા જેવું ફિગર પાછું મેળવી લીધું છે. આ ફોટા ઉપર તેણે લખ્યું “ગુડ મોર્નિંગ.”

પુત્રના આગમન ઉપર દંપતીએ ખુશી વ્યક્ત કરી હતી

ક્રિકેટર હાર્દિક પાંડ્યા અને અભિનેત્રી નતાશા સ્ટેનકોવિચે તેમના પુત્રના આગમનની જાણ સોશિયલ મીડિયા દ્વારા તેમના ચાહકોને કરી હતી. હાર્દિકે પોતાના નવજાત બાળકનો ફોટો શેર કરતાં લખ્યું હતું, “અમે અમારા બાળકને મેળવીને ધન્ય બન્યા છીએ.” ત્યાર પછી દંપતીને ઘણા સેલેબ્સથી લઈને તેના ચાહકો દ્વારા માતાપિતા બનવા બદલ અભિનંદન આપવામાં આવ્યા હતા.

આ સિવાય પુત્રના જન્મ પછી હોસ્પીટલેથી જ 2 ઓગસ્ટ 2020 ના રોજ ઇન્સ્ટાગ્રામ ઉપર નતાશાએ પતિ અને પુત્ર સાથે પોતાનો ફોટો શેર કર્યો હતો. આ તસવીરમાં હાર્દિક તેની નવી બોર્ન બેબી સાથે ઉભો છે અને નતાશા બેડ ઉપર બેઠી છે. નતાશાએ ફોટો શેર કરતી વખતે લખ્યું, “મારું કુટુંબ મારી દુનિયા, હાર્દિક પાંડ્યા.”

હાલમાં નતાશા અને હાર્દિક નાના મહેમાન સાથે હોસ્પિટલથી ઘરે આવી ગયા છે અને લગભગ તેમનો સંપૂર્ણ સમય તેમના પુત્ર સાથે જ વિતાવી રહ્યા છે. આમ તો તમને કૃણાલે શેર કરેલો વિડિઓ કેવો લાગ્યો? અમને ટિપ્પણી કરીને જરૂર જણાવો, તેમજ અમારા માટે કોઈ સલાહ હોય તો જરૂર જણાવો.

આ માહિતી બોલિવૂડ શાદીસ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.