જયારે અભિષેક બચ્ચને ઝીનત અમાનને પૂછ્યું – શું હું તમારી સાથે સુઈ શકું છું, ઝીનતે સૌને હલાવી દેતો જવાબ આપ્યો

19 નવેમ્બરના રોજ અભિનેત્રી ઝીનત અમાનનો જન્મદિવસ હતો. એક જમાનાની સૌથી સુંદર અભિનેત્રી હવે 67 વર્ષની થઈ ગઈ છે. આ અવસર પર અમે એમના સાથે જોડાયેલા થોડા કિસ્સા જણાવવા જઈ રહ્યા છીએ. એવી જ એક વાત અભિષેક બચ્ચન અને ઝીનત વચ્ચે થઈ, જેના વિષે કદાચ ઘણા ઓછા લોકો જાણતા હશે.

આમ તો ઝીનતે બોલીવુડમાં ઘણી હિટ ફિલ્મો આપી છે, પણ તે ફિલ્મ ‘સત્યમ શિવમ સુંદરમ’ માં શશિ કપૂરની વિરુદ્ધ પોતાના રૂપાના પાત્ર માટે ઓળખાય છે. ચાલો એમના જન્મદિવસના અવસર પર એમની સાથે જોડાયેલ થોડા ન સાંભળેલા કિસ્સા જાણીએ.

એક ટીવી શોમાં આપેલા ઈન્ટરવ્યુ અનુસાર, જયારે રાજકુમાર રૂપાના પાત્રનું ઑડિશન લઈ રહ્યા હતા, ત્યારે એક દિવસ ઝીનત ઘાઘરો-ચોળી પહેરીને અને પોતાના ચહેરાને એક તરફથી ટિશૂ પેપર ઢાંકીને એમણે રૂપાનો અવતાર લીધો.

ત્યાર બાદ તે રાજકુમારના ધરે પહોંચી અને કહ્યું ‘રાજજીને કહો કે એમની રૂપા આવી છે.’ પાત્રને આટલું ગંભીરતાથી લેવા અને એક્ટિંગ માટે પોતાનો જુસ્સો દેખાડવાથી રાજકુમાર એમના પર ખુશ થયા અને એમને સોનાનો સિક્કો ઈનામના રૂપમાં આપ્યો.

મિડ ડે ના એક રિપોર્ટ પ્રમાણે અભિષેક બચ્ચને 70ના દશકની બોલ્ડ બ્યુટી ઝીનતને પોતાનો બાળપણનો પ્રેમ જણાવ્યો. તેમજ સમાચારમાં કહેવામાં આવેલી વાત અનુસાર, અભિષેક બચ્ચન જયારે ફક્ત 5 વર્ષના હતા ત્યારે એમના પિતા અમિતાભ બચ્ચન અને ઝીનત અમાન હિમાચલ પ્રદેશમાં એક ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા હતા.

આ શૂટિંગ ટ્રિપ પર અભિષેક પણ એમની સાથે ગયા હતા. એક દિવસ ઝીનત ડિનર કર્યા પછી પોતાના રૂમમાં સુવા માટે જઈ રહી હતી, ત્યારે અભિષેક દોડતા-દોડતા એમની પાસે ગયા અને પૂછ્યું, ‘તમે કોની સાથે સુવા જઈ રહ્યા છો?’ આ સવાલનો ઝીનત અમાને હસીને જવાબ આપ્યો ‘એકલી.’ ત્યારે અભિષેકે બીજો સવાલ પૂછ્યો કે, ‘શું હું તમારી સાથે સુઈ શકું છું?’ તો ઝીનતે એને સમજાવતા કહ્યું કે, ‘થોડો મોટો થઈ જા પછી.’

અભિષેક બચ્ચન જીદ્દ પર કરતા હતા. તે માનવ તૈયાર હતા નહિ. ઘણું સમજાવ્યા પછી કોઈ રીતે તે બધાની વાત માનવ તૈયાર થયા. પરંતુ પહેલા જીનત અમાન પાસેથી વચન લીધો કે જયારે તે મોટો થઇ જાય ત્યારે તમારી સાથે સુઈ શકે છે.

અભિષેક બચ્ચાને રિતેશ દેશમુખ અને સાજીદ ખાનના ટીવી શો “યારો કી બારાત”માં પણ આ વાતનો ઉલ્લેખ કર્યો હતો. ભલે અભિષેક બચ્ચનના હવે લગ્ન થઇ ગયા હોય, પરંતુ અભિષેક બચ્ચનનો પહેલો પ્રેમ જીનત એમાં જ રહી છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.