જ્યારે એક સ્ત્રીથી ગભરાતું હતું દક્ષીણ ભારત, દરવાજા ખોલતા જ લઈ લેતી હતી જીવ, હવે ખુલશે રહસ્ય.

હોલીવુડ હોય કે બોલીવુડ સાચી ઘટનાઓ ઉપર બનેલી ફિલ્મો હંમેશાથી જ દર્શકોનું ધ્યાન ખેંચતી આવી છે. ગયા વર્ષે પણ એવી જ એક સાચી ઘટના ઉપર આધારિત ફિલ્મ બની હતી ‘સ્ત્રી’ જેમાં રાજકુમાર રાવ, શ્રદ્ધા કપૂર, પંકજ ત્રિપાઠી અને અપાર શક્તિ ખુરાના જેવા કલાકારો એ કામ કર્યું હતું. ફિલ્મમાં હોરર સાથે સાથે રોમાન્સ અને કોમેડીના જોરદાર ડોઝ હતા. તેને લીધે તે વર્ષની ઉત્તમ ફિલ્મ બની હતી. સૌથી જાણવા જેવી વાત એ છે કે તે ફિલ્મ માત્ર કલ્પના ઉપર બનાવેલી કહાની ન હતી પરંતુ સાચી ઘટના ઉપર આધારિત હતી. આ ફિલ્મના ઘણા રહસ્ય હતા. જે પહેલી ફિલ્મમાં મુંજવણમાં રહી ગયા અને હવે તેનો જવાબ જલ્દી મળવાનો છે.

બીજા પાર્ટમાં સામે આવશે સ્ત્રીની કહાની :-

ફિલ્મમાં એક સ્ત્રી રહે છે. જે રાત્રે ફરે છે અને જે ઘરની આગળ લખેલું હોય છે સ્ત્રી કાલે આવજે જ્યાં તે નથી જતી. અને જે ઘર ઉપર એવું નથી લખેલું હોતું. ત્યાં તે જતી રહે છે અને કોઈને કોઈ પુરુષને ઉઠાવીને લઇ જાય છે. આ ફિલ્મમાં સ્ત્રી ની કહાની બતાવવામાં આવી છે કે તે એક વેશ્યા હોય છે, પરંતુ આ કહાનીને સંપૂર્ણ રીતે દેખાડવામાં આવી ન હતી કે ખરેખરમાં તેની સાથે શું થાય છે. સાથે જ શ્રદ્ધાની ચોટલીનું રહસ્ય પણ આ કહાનીમાં ઘણું ગૂંચવી રાખે છે. આ રહસ્ય હવે આગળના ભાગ નહી પરંતુ તેની પણ આગળના ભાગમાં ખુલશે.

એનો અર્થ છે કે સ્ત્રી માત્ર બે પાર્ટમાં નહિ પરંતુ ત્રણ પાર્ટમાં આવશે. રાજ અને ડીકેની જોડી એક વખત ફરી સ્ત્રીને પડદા ઉપર લાવવાની તૈયારીમાં છે. ફિલ્મની કહાની તૈયાર છે અને તેને ટ્રાયોલોજી માટે રાખવામાં આવ્યું છે. ફિલ્મના હીરો રાજકુમાર જ રહેશે અને હિરોઈન શ્રદ્ધા અને કહાની ત્યાંથી આગળ વધશે જ્યાં પૂરી થઇ હતી. તેની કહાનીનો અંત ઘણો સરસ દેખાડવામાં આવ્યો હતો. જે હોય પછી દર્શક પ્રશ્ન કરતા બહાર નીકળતા હતા. શ્રદ્ધા કપૂર સાથે થોડી સરપ્રાઈઝ કરવાની વાત પણ ચાલી રહી છે.

સાચી ઘટના ઉપર આધારિત છે સ્ત્રી :-

ફિલ્મના ડાયરેક્ટર દિનેશ વિજન એ કહ્યું હતું કે ફિલ્મ સ્ત્રીના છેલ્લા બે સીન માંથી ફિલ્મની આગળની કડી બનતી જોવા મળે છે. ફિલ્મ જોઈને તમને ખબર પડી કે ફિલ્મનો અંત જાણી જોઈને એવો રાખવામાં આવ્યો હતો. આ ફિલ્મમાં થોડા પ્રશ્નોના જવાબ ન આપવામાં આવ્યા હતા. જે હવે આપવામાં આવી શકે છે. ઘણા દિવસો પછી હોરર કોમેડી સાથે એવી ફિલ્મ સામે આવી હતી જેણે દર્શકોને ગંભીર કરી ડરાવ્યા પણ અને હસાવ્યા પણ. એ પહેલા હોરરની ઘણી ફિલ્મો આવી હતી, પરંતુ તે બોક્સ ઓફીસ ઉપર ખરાબ રીતે ફ્લોપ સાબિત થઇ હતી.

સ્ત્રીની કહાની ખરેખર એક કોરી કલ્પના નથી પરંતુ દક્ષીણ ભારતમાં એવી ઘટનાઓ બની હતી. ૧૯૯૦ ની આસપાસ કર્નાટક અને આંધ્ર પ્રદેશમાં એવી ઘટનાઓ જોવા મળી હતી. કહેવામાં આવ્યું હતું કે એક મહિલા દરવાનો ખખડાવે છે અને જે ખોલે છે તેને મારી નાખતી હતી. ત્યાર પછીથી લોકો ઘરોની બહાર નાલે બાલ એટલે સ્ત્રી કાલે આવજે લખવા લાગ્યા હતા. માનવામાં આવ્યું હતું કે એમ કરવાથી તેમનો જીવ બચી જતો હતો. હવે જોવાનું રહેશે કે આવનારા બે પાર્ટની કહાની દર્શકોને ફરીથી કેટલા ડરાવે છે.