જ્યારે એક વૃદ્ધ વ્યક્તિએ એક છોકરી પાસે રાખેલો હીરો માંગ્યો ત્યારે, જાણો તે છોકરી એ શું જવાબ આપ્યો.

આપણે પૈસાની પાછળ ભાગીયે છીએ અને તેના કમાવામાં એક વસ્તુની અવગણના કરતા હોઈએ છીએ, જે જીવનમાં સૌથી વધુ જરૂરી છે. દુનિયામાં રહેનાર દરેક વ્યક્તિ એવું જ ઈચ્છે છે કે તેની પાસે દરેક પ્રકારની સંપત્તિ, સુખ સુવિધા, પૈસા હોય. એટલા રૂપિયા પૈસા હોય કે જે વસ્તુ પર નજર પડી જાય તે પોતાની થઈ શકે.

અમુકના જીવનમાં એવું સુખ પણ હોય પણ છે અને જેની જીંદગીમાં એવું સુખ નથી હોતું તે તેને મેળવવા માટે સખત મહેનત કરે છે કે કંઇ પણ એવું કરે છે, જેનાથી તેની પાસે તેવી જ ધન સંપત્તિ આવી શકે.. આ બધી વાત સાચી છે, પણ શું તમે વિચાર્યું છે? કે આવા જ પ્રયાસોમાં કંઈક એવું પણ છે જે ખૂબ જ મહત્વપૂર્ણ છે અને જેને આપણે ધ્યાન બહાર કરીએ છીએ. તે કઈ વસ્તુ છે, તેને અમે તમને એક વાર્તા દ્વારા જણાવીએ છીએ.

સમુદ્ર માંથી મળ્યો હીરો :-

એકવાર એક ખૂબ સુંદર છોકરી સમુદ્રમાં કિનારા પર રેતી ઉપર ચાલી રહી હતી. ચાલતા ચાલતા તેણે જોયું કે સમુદ્રનું એક મોટું મોજું જોરથી તેની સામે આવી રહ્યું હતું અને એક ચમકદાર પથ્થરને કાંઠા ઉપર છોડીને પાછું જતું રહ્યું. છોકરીએ તે પથ્થર ઉઠાવી લીધો, અત્યંત સુંદર ચમકદાર પત્થર જેની કિંમતનો અંદાજ લગાવી શકવું પણ મુશ્કેલ હતું. તે એક અજોડ હીરો હતો. જેને છોકરીએ પોતાના પર્સમાં મુકી દીધો. એક હીરો મેળવ્યા પછી પણ તેના ચહેરાનો રંગ બદલાયો નહિ.

તે છોકરી પાસે જ એક વૃદ્ધ વ્યક્તિ ઊભો હતો. જે તે છોકરી અને તે પત્થરને જોઈ રહ્યો હતો. અચાનક તે ઉઠ્યો અને તે છોકરીની પાસે ગયો અને તેની સામે જઈને પોતાના હાથ ફેલાવ્યા અને કહ્યું કે – મેં ચાર દિવસથી કંઈ ખાધું નથી, શું તમે મારી મદદ કરી શકો છો? છોકરી એ વાત સાંભળતા જ પોતાનું પર્સ ખોલી અને ખાવાની વસ્તુ શોધવા લાગી. વૃદ્ધ વ્યક્તિનું સંપૂર્ણ ધ્યાન તે પથ્થર પર હતું. જે થોડા સમય પહેલા તેણે છોકરીને સમુદ્રના કિનારાથી ઉઠાવતા જોઈ હતી.

વૃદ્ગને છોકરીએ આપ્યો જવાબ :-

છોકરીને ખબર પડી ગઈ કે આ વ્યક્તિને ઘણાં ખાવાનું નથી જોઈતું પણ તેનું સંપૂર્ણ ધ્યાન પથ્થર પર છે. તેણે વગર કંઇ વિચાર્યે તરત જ તે પત્થર કાઢ્યો અને વૃદ્ધનાં હાથમાં આપ્યો. વૃદ્ધ વ્યક્તિનાં હોશ ઉડી ગયા. તે વિચારે છે કે આટલી કિંમતી વસ્તુ એટલી સરળતાથી કેવી રીતે આપી શકે? તેણે પથ્થરને ધ્યાનથી જોયો. તે ખરેખર ખરેખર હીરો હતો. વૃદ્ધ વિચારે છે કે આ પત્થર તેને આ છોકરીએ એટલી સરળતાથી આપી દીધો.

છોકરી ખૂબ આગળ વધી ગઈ હતી, વૃદ્ધએ તેને પૂછ્યું- શું તું જાણે છે કે આ એક ખુબ જ કિંમતી હીરો છે, છોકરીએ જે કહ્યું છે તેનથી વૃદ્ધના હોશ ઉડી ગયા. છોકરીએ કહ્યું કે – હા મને ખબર છે કે આ હીરો છે, એક ખુબ જ કિંમતી હીરો, મને ખાતરી છે, પરંતુ મારી ખુશી આ હીરામાં નથી મારી અંદર છે, દરિયાની અંદર આ લહેરોની જેમ આ ધન અને પૈસા આવતા જતા રહેશે. જો તેનાથી તમારી ખુશીને જોડી લેશો તો પછી ક્યારેય ખુશ નહીં રહી શકીએ. વૃદ્ધ તેની વાત સમજી ગયા અને તેને હીરા આપી દીધો. વૃદ્ધએ કહ્યું કે આ હીરો તું રાખ અને મને તેનથી કેટલાય ગણું વધુ કીમતી તારા આ વિચાર આપી દે, જેના કારણે તે આટલી સરળતાથી હીરો આપી દીધો.

આ વાર્તાનો અર્થ એ છે કે ખુશીઓ સંપત્તિથી આવે તો છે, પણ તે જ સર્વસ્વ નથી. તમારા આનંદને હીરા, મોતી, પૈસા ઉપર આધારીત રાખવી જોઈએ નહી. સુખી રહેવા માટે તમને આંતરિક સંતોષ હોવો જોઈએ. ખુશીઓ આપણી અંદર જ છુપાયેલી હોય છે અને આપણે બીજી ભૌતિક વસ્તુમાં આપણી ખુશીઓ શોધીએ છીએ. જે દિવસે તમે આ વાત સમજી જશો, તમે પણ તમારા જીવનનો હીરો કોઈને પણ સહજતાથી આપી શકશો.

તમારા ચહિતા, મનગમતા, નજીકનાને કોમેન્ટ બોક્ષમાં ટેગ કરી શકો છો. ને આ વાર્તા તમને ગમી હોય તો લાઇક અને શેયર અવશ્ય કરશોજી. જય જય ગરવી ગુજરાત. જય જવાન, જય કિશન. જય હિન્દ…