ભગવાન શંકરની જેમ સ્વેચ્છાએ ઝેર તેજ પી શકે જે ઝેર પચાવવાની ક્ષમતા ધરાવતા હોય.

મિત્રો રાજીવભાઈ એક જગ્યાએ વ્યાખ્યાન આપી રહ્યા હતા. તે જગ્યાએ તેઓ ગૌમૂત્ર દ્વારા થતી સારવારો વિષે જણાવવા જઈ રહ્યા હતા, કે ગૌમૂત્ર દ્વારા કયા કયા રોગ સારા થઇ શકે અને કેવી રીતે? આ વ્યાખ્યાનમાં સવાલ જવાબનો મારો પણ ચાલુ હતો. જેમાં એક વ્યક્તિએ સવાલ કર્યો કે ગૌમૂત્ર કઈ ગાયનું યોગ્ય છે?

ઘણા લોકો વિચારે છે કે જો ગાય બીમાર છે તો તેનું મુત્ર પીવાથી કોઈ જાતની બીમારીઓ થઇ શકે છે, જો ગૌમૂત્ર યોગ્ય નથી તો તે સમયે શું કરવું જોઈએ, વગેરે વગેરે.

રાજીવભાઈએ એ જાણવા માટે એક દેશી ગાય ઉપર ૬ વર્ષ સુધી પ્રયોગ કરેલો. ગાયને સતત ૬ વર્ષ (ઘણા ઓછા પ્રમાણમાં જેનાથી તે મરે નહી) સુધી ઝેર ખવરાવવામાં આવેલ. અને સૌથી ખરાબ ઝેર ખવરાવ્યું. જેનું નામ છે સંખીયા. તેને અંગ્રેજીમાં આર્સેનીક કહેવામાં આવે છે. દરરોજ ગાયને ચારામાં આપવામાં આવતું હતું પણ થોડું થોડું કેમ કે વધુ આપવાથી ગાય મરી જાય. ૬ વર્ષ જે ગાય ઉપર રાજીવભાઈએ આ પ્રયોગ કરેલ, તે આજે પણ જીવિત છે અને સ્વસ્થ છે તંદુરસ્ત છે.

રાજીવભાઈએ સતત ૬ વર્ષ ગૌમૂત્ર – છાણ, લોહીના ટેસ્ટ કરેલ. કેમ કે લોકોનું એવું કહેવું છે કે જે પણ ખાઈએ પીઈએ તે લોહી કે પેશાબ બહાર આવે જ છે. મિત્રો જ્યારે સતત ૬ વર્ષ તેને ચેક કરવામાં આવેલ તો થયું એ કે ક્યારેય પણ થોડું એવું પણ ઝેર કોઈપણ વસ્તુમાં જોવા મળેલ ન હતું. એ ઘણું અદ્દભુત છે. ગાયના શરીરમાં એવી વ્યવસ્થા ભગવાને આપી છે કે તે ઝેરને ફિલ્ટર કરી શકે છે.

હિંદુ ધર્મમાં કહેવામાં આવે છે કે ગાયનું આખું શરીર દેવભૂમિ છે. જ્યાં ૩૩ કોટી દેવી દેવતા નિવાસ કરે છે. પુરાણોમાં એક પુરાણ છે ભવિષ્ય પુરાણ. જેમાં ગાય વિષે જણાવેલ, ક્યા દેવતાનો વાસ છે, સ્પષ્ટ લખેલ છે. ગાયની પીઠ વાળા ભાગમાં બ્રહ્મ દેવ, કંઠમાં વિષ્ણુ ભગવાન અને મોઢામાં ભગવાન શિવનો વાસ છે. અને જેવી રીતે શંકરજીએ સ્વેચ્છાએ ઝેર પી ને લોકોને બચાવ્યા હતા, તેવી જ રીતે ગાય પણ પોતે ઝેર પી ને લોકોને બચાવે છે. જે આ પ્રયોગમાંથી સિદ્ધ થઇ ગયું.

મિત્રો આ બધું ઝેર ગાયમાં ગળામાં અટકી ગયું. કેમ કે જે ગાય ઉપર પ્રયોગ કરવામાં આવેલ તેને ઝેર આપ્યા પછી તે ગાયના ગળાની પાસે ૬ વર્ષમાં એક વાદળી કલરની રીંગ બની ગઈ. રાજીવભાઈએ ત્યાંથી લોહી કાઢ્યું અને તેને ટેસ્ટ કર્યું તો તેમાં સંખીયા (આર્સેનીક) ઝેર મળી આવેલ. તેનાથી એ જાણી શકાયું કે તે ઝેર ગળાની નીચે ઉતરેલ જ નથી, કદાચ શંકર ભગવાને અટકાવી દીધું.

મિત્રો જો તમને કોઈ બીમારી છે અને તમારે ગૌમૂત્ર લેવું છે તો તમે નિશ્ચિત થઈને ગૌમૂત્ર પીવો. જો તમને લાગી રહેલ છે કે ગાય કચરો ખાય છે તો તમે ચિંતા ન કરશો આ કચરો જશે નહી તે મૂત્ર સુધી, કેમ કે ભગવાને તેના શરીરમાં એવી વ્યવસ્થા કરેલ છે. પણ તમારા દિલ અને મનના વિશ્વાસ માટે કે સારો ચારો ખાય છે, શુદ્ધ વાતાવરણમાં રહે છે, અને નિયમિત ફરવા માટે જતી હોય તો તેનું મૂત્ર જરૂર પીવો, જો મળે તો.

જો તમે એવી જગ્યાએ રહો છો જ્યાં ગાય કચરો જ ખાય છે, કોઈ ગાય મળી જ ન રહી હોય જે શુદ્ધ ચારો ખાતી હોય અને સારી રીતે ફરતી હોય અને તમે કોઈ એવી બીમારીથી ઝ્ઝુમી રહ્યા હોય, અને તે બીમારીમાં તમને ગૌમૂત્ર જોઈએ જ જોઈએ. તો તમે કોઈપણ જાતના સંકોચ વગર તે ગાયનું ગૌમૂત્ર લઇ લો જે ત્યાં હાજર છે. અને કોઈ નુકશાન નહી કરે, પણ કોઈને કોઈ ફાયદો જ કરશે.

અત્યાર સુધીના ગૌમૂત્ર ઉપર જે રીસર્સ છે તે એ છે કે તેની કોઈ આડ અસર નથી. જો તમે ગૌમૂત્ર વધુ પી લીધું તો તમારૂ શરીર ૨૦ મીનીટમાં વધારાનું ગૌમૂત્ર પેશાબ સાથે બહાર કાઢી નાખશે. તેથી થોડું વધુ ખરાબ પી લીધું તો શરીર તેને બહાર કાઢી નાખશે. જે કામનું છે તે શરીરમાં જ રહી જશે.