જયારે પતિ-પત્ની એકબીજાની ખામીનો સ્વીકાર કરી લે, ત્યારે જ તેમનું વૈવાહિક જીવન સુખ પૂર્વક વિતાવી શકે છે.

પત્નીની કદરૂપતા વધી ગઈ હતી, પરંતુ આંધળા પતિને એ જોઈ શકાતું ન હતું, એક દિવસ જયારે પત્નીનું મૃત્યુ થઇ ગયું તો તે વ્યક્તિનું ખરું સત્ય બહાર આવી ગયું.

એક શહેરમાં ઘણો સુંદર, મહેનતુ અને સાચા દિલનો વ્યક્તિ રહેતો હતો. તે કમાતો સારુ હતો અને સૌ સાથે પ્રેમથી વાત કરતો હતો. તેની સુંદરતા જોઈને કોઈપણ વિચારતા હતા કે તેની પત્ની તો ઘણી જ સુંદર આવશે. ઘણી છોકરીઓ તેને પોતાના પતિ બનાવવાની ઈચ્છા ધરાવતી હતી, પરંતુ તે છોકરાના લગ્ન ગામની એક છોકરી સાથે થઇ ગયા. આમ તો તે છોકરી ઘણી જ સુંદર હતી અને તેની સાથે લગ્ન કરી તે વ્યક્તિ ઘણો જ ખુશ થઇ ગયો હતો.

પત્નીને થઇ ગયો ચામડીનો રોગ :-

તે વ્યક્તિ હંમેશા પોતાની પત્નીના વખાણ કરતો હતો. આખી સોસાયટી બન્નેના પ્રેમને જોઈને ઈર્ષા કરતી હતી. પતિ પત્ની ઘણા સુંદર હતા અને બન્ને એક બીજા સાથે પ્રેમ કરતા હતા. ખબર નહિ કોની નજર લાગી ગઈ કે ખબર નહિ શું થઇ ગયું, પરંતુ લગ્નના થોડા મહિના પછી જ તેની પત્નીને ચામડીનો રોગ થઇ ગયો. તેની સુંદરતાને ગ્રહણ લાગી ગયું. ધીમે ધીમે તેની સુંદરતા ખલાસ થવા લાગી.

પત્નીના મનમાં થવા લાગ્યું કે જો તેના પતિની સામે તે આવી જ કદરૂપી રહી, તો તેના પતિને તેનાથી નફરત થવા લાગશે. તે પોતે પોતાના પતિથી દુર ભાગવા લાગી. પતિ પાસે બોલાવે તો ચહેરો ઢાંકીને જતી અને દુર દુર જ રહેતી. પતિને ખબર પડી ગઈ કે પત્ની ક્યાં કારણથી દુર જઈ રહી છે. તે તેને સમજાવવાનો પ્રયાસ કરતા, પરંતુ પોતે સમજી શકતા ન હતા કે કેવી રીતે સમજાવવી?

એક દિવસ પતિ ઓફીસથી નીકળ્યો તો તેનો અકસ્માત થઇ ગયો. તેને હોસ્પિટલથી ઘરે લાવવામાં આવ્યા તો પત્નીને કહ્યું કે તેના પતિની બન્ને આંખો જતી રહી. પત્ની ઉપર દુ:ખોનો ડુંગર તૂટી પડ્યો તે પોતાના નસીબને દોષ આપવા લાગી. પતિએ કહ્યું તું દુ:ખી કેમ થાય છે? તારી આંખો છે ને તારી આંખોથી હું આ દુનિયા જોઇશ. અને ધીમે ધીમે ચામડીના રોગને કારણે તેની પત્ની એકદમ કદરૂપી બની ગઈ. પરંતુ પતિ આંધળો હતો, તો તેની પત્નીને જોઈ શકતો ન હતો.

પતિએ ખોલ્યું રહસ્ય :-

બન્નેનું જીવન છતાં પણ સારું ચાલવા લાગ્યું હતું. પત્ની દિવસ આખો પતિ પાસે બેસીને તેની સેવા કરતી હતી. બહાર જઈને કામ કરતી હતી. પતિ પણ પહેલાની જેમ તેને પ્રેમ કરતો. બન્નેનું જીવન સુખમય પસાર થઇ રહ્યું હતું. આમ તો આ ખુશી વધુ દિવસ ન ટકી અને તેની પત્નીનું મૃત્યુ થઇ ગયું અને પતિ એકલો રહી ગયો.

પત્નીના ગયા પછી તે ઉદાસ રહેવા લાગ્યો હતો. તેના દિવસો પસાર થતા ન હતા. એક દિવસ તેણે શહેર છોડીને જવાનો નિર્ણય કરી લીધો. જયારે તે જવાની તૈયારીમાં લાગેલો હતો, તો તેના એક મિત્ર તેના ઘરે આવી ગયો. તેણે કહ્યું તું તારી પત્ની વગર આગળ કેવી રીતે વધી શકીશ. આટલા વર્ષોથી તે તારી સાથે હતી. હવે તે પણ નથી. તું કેવી રીતે આગળ ચાલી શકીશ?

ત્યારે પતિએ કહ્યું મિત્ર હું આંધળો નથી, બસ આંધળા હોવાનું નાટક કરી રહ્યો હતો, કેમ કે જો મારી પત્નીને ખબર પડી જાય કે હું તેને કદરૂપી જોઈ લઉં તો તેને ઘણું દુ:ખ પહોચે અને તે મારાથી દુર થઇ જાત. હું તેને ખુશ જોવા માંગતો હતો. કોઈ પણ પતિ પત્ની ત્યારે એક બીજા સાથે ખુશ રહી શકે છે. જયારે તે એક બીજાની ખામીને જોવાનું બંધ કરી દે અથવા ખામી સાથે સ્વીકારે. જો તે એક બીજાની ખામીઓ કાઢતા રહેશે, તો જીવન વિતાવું મુશ્કેલ થઇ જશે. વાત ગમી હોય તો શેયર કરજો. જય હિન્દ…

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.