જયારે શિવે વિષપાન કરીને કરી હતી સૃષ્ટિની રક્ષા, ત્યારે તેમને થવા લાગી હતી શારીરિક પીડા, વાંચો સંપૂર્ણ કથા.

સૃષ્ટિની રક્ષા કરવા માટે જયારે શિવજીએ કર્યું હતું વિષપાન, ત્યારે તેમને થઈ હતી શારીરિક પીડા, જાણો પછી શું થયું

ભક્તોના પ્રિય ભગવાન શિવજીને શ્રાવણ મહિનો સૌથી વધુ ગમે છે, એવું કહેવામાં આવે છે કે જો ભક્ત શ્રાવણ મહિનામાં ભગવાન શિવની પૂજા કરે છે, તો મહાદેવ તેનાથી તુરંત પ્રસન્ન થાય છે, શિવ ભક્તો શ્રાવણ મહિનામાં સોમવારનું વ્રત રાખે છે અને કાવડમાં ગંગા જળ ભરીને સેંકડો કિલોમીટરની પગપાળા યાત્રા કર્યા પછી વહેલી તકે મહાદેવના અભિષેક કરે છે.

ધાર્મિક માન્યતા અનુસાર જો શ્રાવણ મહિનામાં ભગવાન શિવની પૂજા કરવામાં આવે તો તે ભક્તોના જીવનને સફળ બનાવે છે અને જીવનની તમામ વેદનાઓને દૂર કરશે, જો કોઈ વ્યક્તિ શ્રાવણ માસમાં ભગવાન શિવની પૂજા કરે છે, તો તેની તમામ અધુરી ઇચ્છાઓ વહેલી તકે પૂરી થઇ જાય છે.

જેમ કે તમે જાણો છો શ્રાવણ મહિનામાં ભગવાન શિવજીની વિશેષ પૂજા અર્ચના કરવામાં આવે છે, પરંતુ આખરે ભગવાન શિવજીને શ્રાવણ મહિનો જ કેમ પ્રિય છે? શા માટે આ સમય દરમિયાન શિવજીની પૂજા કરવી ખૂબ જ ફળદાયક માનવામાં આવે છે? આજે અમે તમને તેની સાથે સંકળાયેલી પૌરાણિક કથાઓ વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ.

મહાદેવે સંસારનું રક્ષણ માટે સમુદ્ર મંથનમાંથી નીકળેલુ હળાહળ ઝેર પીધું હતું.

એક દંતકથા અનુસાર, એવું કહેવામાં આવે છે કે જ્યારે દેવતાઓ અને અસુરો વચ્ચે સમુદ્ર મંથન થયો હતો, ત્યારે મંથન દરમિયાન ઘણી બધી વસ્તુઓ નીકળી હતી અને તેમાં ઝેર પણ નીકળ્યું હતું, જ્યારે સમુદ્ર મંથનમાં ઝેર નીકળ્યું, ત્યારે બધા દેવતાઓ ચિંતામાં આવી ગયા કારણ કે આને કારણે સૃષ્ટિ સંકટમાં આવી શકે છે, ત્યારે દેવોના દેવ મહાદેવે સંસારનું રક્ષણ કરવા માટે સમુદ્ર મંથનમાંથી નીકળેલું ઝેર પીઈને આ સંસારનું રક્ષણ કર્યું હતું.

ઝેર પીધા પછી તેમના શરીરનું તાપમાન એટલું વધી ગયું હતું કે તેઓ ખૂબ જ અસ્વસ્થ થઈ ગયા, તેમનું શરીર ખૂબ જ ગરમ થઈ ગયું, જેના કારણે તેઓ ખૂબ જ અસ્વસ્થતા અનુભવવા લાગ્યા, ભગવાન શિવજીને મુશ્કેલીમાં જોઈને દેવતાઓ ખૂબ ચિંતિત થઇ ગયા.

ઇન્દ્રદેવે કરાવ્યો હતો વરસાદ

ભગવાન શિવને મુશ્કેલીમાં જોઈને દેવતાઓ ચિંતા કરવા લાગ્યા, ભગવાન શિવને મુશ્કેલીમાંથી મુકત કરવા માટે ઇન્દ્રદેવે ભારે વરસાદ વરસાવ્યો હતો, કહેવાય છે કે આ ઘટના શ્રાવણ મહિનામાં બની હતી અને ભગવાન શિવજીએ આ સમય દરમિયાન ઝેર પીઈને સંસારનું રક્ષણ કર્યું હતું.

ઇન્દ્રદેવે વરસાદ વરસાવીને ભગવાન શિવના શરીરની ગરમીને ઠંડક આપી હતી, ત્યારથી એવું માનવામાં આવે છે કે જો ભક્ત શ્રાવણ મહિનામાં ભગવાન શિવજીની પૂજા કરે છે, તો તેનું દુઃખ ઝડપથી દુર થઇ જાય છે, દેશમાં ઘણાં શિવજીના મંદિરો છે, જ્યાં શ્રાવણ મહિના દરમિયાન ભક્તોની ભારે ભીડ જોવા મળે છે.

શ્રાવણ મહિનામાં દેવી પાર્વતીએ કરી હતી કઠોર તપસ્યા

શ્રાવણ મહિના વિશે બીજી એક દંતકથા કહેવામાં આવે છે, એવું કહેવાય છે કે પાર્વતરાજ હિમાલયના ઘરે દેવી સતીનો પાર્વતીના સ્વરૂપમાં ફરીવાર જન્મ થયો હતો, ત્યારે પાર્વતી માતાએ ભગવાન શિવને ફરીથી તેમના પતિ તરીકે પ્રાપ્ત કરવા માટે શ્રાવણ મહિનામાં તેમણે સખત તપસ્યા કરી હતી, ત્યાર બાદ શિવજીએ ખુશ થઈને માતા પાર્વતીજીની ઇચ્છા પૂરી કરી હતી અને તેમની સાથે લગ્ન કરી લીધા હતા, આ કારણના લીધે પણ ભગવાન શિવજીને શ્રાવણ મહિનો ખુબ જ પ્રિય છે.

આ માહિતી હિન્દૂ બુલેટિન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.