પ્લાસ્ટીકની બોટલથી થોડા જ સમયમાં બનાવો જ્યુસ બનાવવાનું યંત્ર અને કરો કઈક નવું

 

અત્યારનાં સમયે બાળકો ને કઈ ને કઈ નવું બનાવી ને એમની બનાવેલી વસ્તુ નો ઘર માં ઉપયોગ થાય છે એવો અહેસાસ કરાવા આવી ઘરે કોઈક વસ્તુયો બનાવતા રેવું જોઈએ અને દરેક માણસ ઈચ્છે છે કે કંઇક સારું પીવા મળી જાય જેવું કે જ્યુસ અથવા કોઈ અન્ય પ્રવાહી પદાર્થ…

કેટલીકવાર તો એવી સ્થિતિ બની જાય છે કે તમારી પાસે મોસંબી અથવા નારંગી તો હોય છે પણ તમે મશીન ના હોવાના લીધે તેનું જ્યુસ બનાવી શકતા નથી. તમે પ્લાસ્ટીકની બોટલથી પણ મોસંબી અથવા નારંગી નું જ્યુસ બનાવવાનું યંત્ર બનાવી શકો છો. તેના માટે તમારે ખુબ જ ઓછી મહેનત કરવી પડશે.

વધુ જાણકારી માટે સૌથી નીચે વીડિઓ જુઓ

શું સામગ્રી જોઇશે:

– બે ખાલી પ્લાસ્ટીકની બોટલ (એક નાની અને એક મોટી)

– એક છરી

– સ્ટીલનો સળીયો (સ્ટીક)

– નારંગી અથવા મોસંબી જેનું જ્યુસ કાઢવાનું હોય તે

– ગ્લાસ (જ્યુસ એકઠું કરવા માટે)

બનાવવાની રીત:

સૌથી પહેલા બધી સામગ્રી લઇ લો, પછી મોટી પ્લાસ્ટીકની બોટલને વીડીઓમાં બતાવ્યા અનુસાર કાપી લો, પછી નાની બોટલને મોટી બોટલની અંદર ફીટ કરો જેવું કે વીડીઓમાં બતાવ્યું છે, હવે સ્ટીલના સળિયાને બન્ને બોટલની અંદરથી એવી રીતે કાઢો કે અંદરની બોટલે હલે નહિ. અને જ્યુસ સરખી રીતે નીકળે.

હવે તમારું યંત્ર તૈયાર છે.. હવે તમે જ્યુસ બનાવી શકો છો, વીડીઓમાં જુઓ કેવી રીતે જ્યુસ બનાવવાનું છે.

જો તમને આ પોસ્ટ સારી લાગી હોય તો Facebook પર શેર કરો..

વિડીયો