કાળી ચૌદશ પર શનિની સાડાસાતી – ઢૈય્યાથી મુક્તિ મેળવવા માટે કરો આ ઉપાય, શનિ દોષ થશે દૂર

નરક ચતુર્દર્શી એટલે કે જેને આપણે કાળી ચૌદશ કહીએ છીએ તે દિવાળીના એક દિવસ પહેલા ઉજવવામાં આવે છે. એને નરક ચૌદશ અને નાની દિવાળી પણ કહેવામાં આવે છે. કાળી ચૌદશના દિવસે બજરંગબલી, યમરાજ અને ભગવાન શ્રી કૃષ્ણની પૂજા અર્ચના કરવાનું વિધાન માનવામાં આવ્યું છે. આ વર્ષે 26 ઓક્ટોબર 2019 ના દિવસે શનિવારે કાળી ચૌદશ ઉજવવામાં આવશે. આ દિવસે અમુક સરળ ઉપાય કરવાથી શનિ દોષથી છુટકારો મેળવી શકાય છે.

આજે અમે તમને કાળી ચૌદશ પર કરવામાં આવતા અમુક એવા ઉપાયો વિષે જાણકારી આપવાના છીએ, જેને જો તમે કરો છો તો એનાથી શનિની સાડાસાતી અને ઢૈય્યાથી મુકિત મળશે, જો કોઈ વ્યક્તિની ઉપર શનિનો ખરાબ પ્રભાવ છે તો તે દૂર થઇ શકે છે.

કાળી ચૌદશ પર શનિની સાડાસાતી અને ઢૈય્યાથી મુક્તિ મેળવવા માટે કરો આ ઉપાય :

જો કોઈ વ્યક્તિની કુંડળીમાં શનિની સ્થિતિ ખરાબ છે, તો તમે નરક ચતુર્થીના દિવસે કોઈ શનિ મંદિરમાં જઈને શનિદેવનો તેલથી અભિષેક કરો, આ ઉપાયને કરવાથી શનિદેવ તરફથી તમને શુભ પ્રભાવ પ્રાપ્ત થશે.

જો કોઈ વ્યક્તિએ પોતાના જીવનમાં કોઈને કોઈ દુર્ઘટનાનો સામનો કરવો પડી રહ્યો છે, અથવા તમને અકાળ મૃત્યુનો ભય સતાવી રહ્યો છે, તો એવી સ્થિતિમાં તમે કાળી ચૌદશના દિવસે યમ દીવો પ્રગટાવીને પીપળાના ઝાડની નીચે મુકો. એનાથી અકાળે થતા મૃત્યુનો ભય દૂર થઈ જાય છે.

જો તમે શનિ દોષોથી છુટકારો મેળવવા માંગો છો, તો કાળી ચૌદશના દિવસે કાળા તલ, કાળી અડદની દાળ અને કાળા કપડાંનું દાન કરો. એનાથી શનિદેવ પ્રસન્ન થાય છે.

તમે કાળી ચૌદશના દિવસે હનુમાનજીના કોઈ પણ મંદિરમાં જઈને ચમેલીના તેલનો દીવો પ્રગટાવી 108 વાર હનુમાન ચાલીસાનો પાઠ કરો. એના સિવાય જો તમે કાળી ચૌદશના દિવસે વિધિ વિધાન પૂર્વક બાલ હનુમાનજીની પૂજા અર્ચના કરીને એમને લાલ ફૂલ અર્પણ કરો છો, અને સાંજના સમયે બૂંદીનો પ્રસાદ ધરાવો છો, તો આ ઉપાયથી બધા પ્રકારના શનિ દોષથી છુટકારો મળે છે.

જો તમને કાળી ચૌદશના દિવસે માં કાળીને કાળા વસ્ત્ર અર્પણ કરો છો, તો એનાથી શનિ પીડા દૂર થાય છે. કાળી ચૌદશના દિવસે તમે કાળી માતા સમક્ષ સાંજના સમયે સરસવના તેલનો દીવો પ્રકટાવી એમની પૂજા કરો. એનાથી કાળી માં નો આશીર્વાદ મળશે.

જો તમે કાળી ચૌદશની સાંજે દેવતાઓની પૂજા કરીને દીપદાન કરો છો, તો એ શુભ માનવામાં આવે છે. તમે આ દિવસે 4 વાટ(દીવેટ) વાળા દીવાને પૂર્વ દિશામાં મુખ કરીને ઘરના મુખ્ય દ્વાર પર મુકો. જો તમે આ દિવસે વિધિ વિધાન પૂર્વક પૂજા કરો છો, તો બધા પાપોથી મુક્તિ મળે છે.

જો કોઈ વ્યક્તિ પર શનિની સાડાસાતી અને ઢૈય્યાનો પ્રભાવ ચાલી રહ્યો છે, તો એવી સ્થિતિમાં વ્યક્તિએ કાળી ચૌદશના દિવસે “नीलांजन समाभासं रविपुत्रं यमाग्रजम। छायामार्तंड संभूतं तं नमामि शनैश्चरम” મંત્રનો 108 વાર જાપ કરવો જોઈએ. એવું કરવાથી શનિની સાડાસાતી અને ઢૈય્યાનો ખરાબ પ્રભાવ જલ્દી જ દૂર થાય છે. આ ઉપાયને કરવાથી શનિ દેવતા તમારા પર પ્રસન્ન થશે.

આ માહિતી હિન્દૂ બુલેટિન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.