ગેસ,આફરા અને કબજિયાતને મૂળ માંથી દુર કરવા માટે આયુર્વેદિક સચોટ ઈલાજ

કબજિયાતને મોટાભાગે મળ ત્યાગ કરવામાં થતી મુશ્કેલીના રૂપમાં કે મળ ત્યાગ કરવામાં સંતોષ ન મળવાના રૂપમાં ગણવામાં આવે છે.

મળ ત્યાગ કરતી વખતે જોર લગાવવું, મળનું કડક કે ઘટ્ટ થવું, પેટ માં ભારેપણું અને તણાવ અનુભવવો, ગેસ થવો, અને એવો અનુભવ થવો કે પેટ સંપૂણ ખાલી નથી થયું વગેરે કબજિયાત ના મુખ્ય લક્ષણ છે.

જૂની કબજિયાત નું મુખ્ય કારણ હોય છે પિત્ત નું પિત્તાશય અને લીવર સાથે સારી રીતે સ્ત્રાવ ન થવો, અને આંતરડા નું નબળા અને શીથીલ થવું.

આંતરડા માં વાયુ થવા ઉપર કુટકી સાથે કાળી જીરી નો ઉપયોગ ઘણો પ્રભાવશાળી સિદ્ધ થયો છે. આ બન્ને જડીબુટ્ટી ઓ માં શક્તિશાળી વાયુનાશક અને કફહર ગુણ હોય છે. આ રોગ પેટ ના આફરા ને દુર કરવા માટે ઉત્તમ કાર્યશીલ સિદ્ધ થયો છે.

તે ઉપરાંત, તેમાં પિત્તાશય એટલે gallbladder ને સંકુચિત કરી અને લીવર ને ઉત્તેજિત કરી પિત્ત ના વહાવ ને વધારવા વાળા ગુણ પણ હોય છે. જેણે કારણે તે પિત્તાશય ના આરોગ્ય માં સુધારો કરે છે અને પિત્ત સ્ત્રાવ નું પ્રમાણ આંતરડા માં વધારી દે છે.

પિત્ત આંતરડા માં જઈ ને આંતરડા ની પેશીઓ ની ક્રમાકુંચન એટલે peristalsis ને વધારી દે છે, અને કબજિયાત નો પણ ઉપચાર થઇ જાય છે. તે ઉપરાંત તે કડવું પણ પોષ્ટિક હોવા ને કારણે આંતરડા ને બળ આપે છે. તે યકૃત ના કાર્યો માં પણ સુધારો કરે છે.

આ ચમત્કારી વસ્તુનો એક અઠવાડિયા સુધી પ્રયોગ કરવાથી કબજિયાત, આફરો, ગેસ અને પેટ નું ભારેપણું દુર થાય છે. સારા પરીણામ માટે ૫૦૦ મીલીગ્રામ કાળીજીરી માં ૫૦૦ મીલીગ્રામ કુટકી અને ૫૦ મીલીગ્રામ કાળા મરી ઉમેરી ઉપયોગ કરવો જોઈએ. તે ભોજન પછી ગરમ પાણી સાથે દિવસ માં બે વખત લઇ શકાય છે.

જો રોગી ને પેટ માં ગેસ હોય એટલે હવા જમા થવા લાગતી હોય, કે પછી પેટ માં ભારેપણું અને આફરો હોય, આ યોગ તેમના માટે પણ ઘણો લાભદાયક સિદ્ધ થયો છે.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકો ને જરૂર પસંદ આવ્યો હશે. અને એવા વિશ્વાસ સાથે તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલ ને તમે તમારા મિત્રો અને સંબંધિઓ ને વધુ માં વધુ શેર કરશો. જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોચી શકે, અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે અને તેનો ઉપયોગ તેમના જીવન માં પણ લઇ શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળા ને મદદ કરવા સમાન છે, કેમ કે તમારા શેયર કરવાથી જો કોઈ એક વ્યક્તિના જીવન માં ઉપયોગ માં આવી જાય, તો પણ ઘણું પુણ્ય નું કામ ગણવામાં આવશે. તો તમે ખુલ્લા મન થી શક્ય હોય એટલા લોકો ને જરૂર થી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.