આયુર્વેદમાં એવું કહેવામાં આવે છે કે આ જે કોષ્ટબદ્ધતા (કબજિયાત) છે, જેને મળબદ્ધતા પણ કહેવામાં આવે છે. આ દુનિયાની સૌથી ખરાબ બીમારી છે. જે એક વખત શરીરમાં પ્રવેશ કરી ગઈ તો સેંકડો બીમારીઓ ને આવકારે છે.
તેને મજાકમાં પણ ગંભીરતા થી કહેવામાં આવે છે કે મદર ડીસીસ (Mother Diseased) છે. જો તે આવી ગઈ તો બધી જ બીમારીઓ આવવા લાગે છે, તેમાં ડાયાબિટીઝ પણ આવશે, ઘૂંટણનો દુઃખાવો,ગેસ બનશે, અલ્સર પણ થશે, હાર્ટએટેક પણ આવશે, અનિંદ્રાની સમસ્યા પણ આવશે,
તો મૂળ વાત તો એ છે કે જો આ એક નાની એવી બીમારી (કબજિયાત) તમારા શરીરમાં આવી તો સેંકડો બીમારીઓ આવશે એટલા માટે રાજીવભાઈએ પાછળના વિડીઓમાં કહ્યું હતું કે પાણી હંમેશા એટલું ગરમ પીઓ કે તમારું શરીર સહન કરી શકે. શરીરને જો માપી ને જોઈ લઈએ તાપમાનના રૂપમાં તો શરીરનું તાપમાન 37 ડિગ્રી ની આસ પાસ હોય છે.
તો આયુર્વેદિકની વ્યવસ્થા એ છે કે જેટલું ગરમ તમારું શરીર છે ઓછામાં ઓછું તેટલું તો ગરમ પાણી તમે પી શકો છો. કેમ કે ઘડામાં રાખેલું પાણીને ઠંડુ પાણી માનવામાં નથી આવતું. જે સામાન્ય તાપમાન હોય છે તેનાથી લગભગ તેનાથી 2 કે 3 ડિગ્રી જ ઓછું હોય છે.
પરંતુ રેફ્રિજરેટર ફ્રિજ નું જે પાણી છે કે બરફ નું પાણી છે, તેનું તાપમાન ખુબજ ઓછું હોય છે ફ્રિજમાં રાખેલું પાણી નું તાપમાન 4 કે 5 ડિગ્રી ની આસપાસ પહોંચી જાય છે જે શરીરથી ખૂબ જ ઓછું છે એટલા માટે આયુર્વેદિકમાં ફ્રીજનું પાણી બરફ નાખેલું પાણી નિષેધ છે. ફ્રીજ નું પાણી ક્યારેય નાં પીવું જોઈએ
જો તમારું પેટ સાફ નથી થતું તો બરોબર ઊંઘ નથી આવતી. તેના માટે અજમો એક ખુબ સારી દવા છે. જો ઘરમાં કાચો અજમો છે તો તેની અડધી ચમચી લો અને તેમાં માત્ર ગોળ ભેળવી લો, ગોળ અને અજમો બંને ને ભેળવી ચાવીને ખાઓ અને પાછળથી પાણી પીઓ, આ કામ તમારે રાત્રે સૂતી વખતે કરવાનું છે, તો જયારે તમે સવારે ઉઠશો તો તો તમારું પેટ એક જ વખતમાં સાફ થઇ જશે. જો અજમો અને ગોળ ને સાથે લેશે તો તમને કબજિયાત ક્યારેય નહિ થાય. આ પેટ સાફ કરવાની એક સારી દવા છે.
પેટ સાફ કરવા માટે ત્રિફળા ચૂર્ણ પણ લઇ શકો છો. ત્રિફળા ચૂર્ણ આમળા,હરડે અને બેહડા થી બને છે. રાત્રે સૂતી વખતે એક ચમચી ત્રિફળા ચૂર્ણ લો. તેને તમે દૂધ સાથે નહીં તો ગરમ પાણી સાથે મિલાવી ને પી શકો છો. તે પણ પેટ સાફ કરે છે.
એક વધુ મફતનો ઈલાજ છે પેટ સાફ કરવા માટે પાણીને હંમેશા મમળાવી મમળાવી ને પીયો જેમ ચાવી ચાવી ને ખાવાથી લાળ ભળે છે તેમ મમળાવી ને પાણી પીવાથી લાળ પાણી સાથે મળીને અંદર જાય છે અને જેટલી વધુ લાળ તમારા પેટમાં જશે પેટ એટલું જ સાફ થશે. તો આ માટે તમે વધુ ચાવીને ખાવાની ટેવ પાડો તો પણ લાળ વધુ પેટમાં જશે નહીં તો પાણીને ધુંટડે ધુંટડે પીવાનું શરૂ કરી દો તો તે બધાથી પેટ સાફ થાય છે.
આ લેખ રાજીવ દીક્ષિત જી ના વિડિયો પર થી બનાવેલ છે.
વિડીયો – ૧
વિડીયો ૨