આ એક સામાન્ય સમસ્યા છે જે દરેક મોટી બિલ્ડીંગમાં રહેતા લોકોને ઉઠાવવી પડે છે. જી હા અમે વાત કરી રહ્યા છીએ કબૂતરોના આતંકની. આમ તો કબુતર મોટાભાગે લોકોને ગમતા હોય છે, તેમ છતાં પણ તે ઘરની બાલ્કની અને ધાબાને ગંદુ કરવાનું નહિ છોડે. તમે તેને કેટલા પણ ભગાડવાનો પ્રયત્ન કરો પણ તે કાબુમાં નહી આવે, અને ફરી વખત તે જગ્યાએ આવીને બેસી જાય છે.
અમે દરેક પક્ષીઓ માટે ચિંતિત છીએ પણ જેમને કબૂતરોનો ત્રાસ ખુબ વધુ છે, એ લોકો માટે આ ઉપાય આપવા માંગીએ છીએ. કબુતરનાં નુકશાન નીચે વાંચી શકો છો. કચ્છથી લઈને કેલીફોર્નીયા સુધી કબુતરનો ત્રાસ ખુબ છે.
વૈજ્ઞાનિકોનું માનવું છે કે કબુતરો તેમના મળ અને પાંખો દ્વારા અનેક પ્રકારની શ્વાસની બીમારીઓ પેદા કરે છે. કબૂતરના સૂકા મળમાં સ્પોર્ટ્સ હોય છે, જે શ્વાસમાં જાય તો શ્વાસના ગંભીર રોગ થાય છે. કબૂતરની ચરકમાં એસિડ હોય છે જે જુના સ્મારકો અને બિલ્ડીંગોને નુકશાન પહોંચાડી શકે છે. એક માદા કબૂતર એક વર્ષમાં 48 બચ્ચાને જન્મ આપી શકે છે. એક કબૂતરની એવરેજ ઉમર 25 થી 28 વર્ષ હોય છે. એક કબૂતર એવરેજ 11.5 કિલો ઝેરી મળ ચરકે છે.
જો તમારું પણ ઘર ઉંચી બિલ્ડીંગ ઉપર છે કે પછી તમારી બાલ્કની કે ધાબા ઉપર રોજ ઘણા બધા કબુતર આવીને બેસી જાય છે, તો અમારા જણાવેલ સરળ એવી રીતો અપનાવો. આવો જાણીએ તેના વિષે.
મધ :
જે જગ્યાએ કબુતર હમેશા બેસતા હોય છે, જેમ કે બાલ્કની કે છજા વગેરે ઉપર થોડું એવું મધ ફેલાવી દો. તેનાથી કબુતર તે જગ્યા ઉપર નહી બેસે કેમ કે તેને ચીકણો પદાર્થ ગમતો નથી.
જૂની સીડી (ફિલ્મ કે ગીતો વાળી જૂની સીડીઓ) નો ઉપયોગ :
તમે કપડા સુકવવાના તાર ઉપર ઘણી બધી ખરાબ અને જૂની સીડી ટીંગાડી શકો છો. સીડીથી પ્રતિબિંબ રંગ અને તેના હલવાથી કબુતર ડરી જશે.
કાળા મરચાનો પાવડર :
બાલ્કની કે ધાબા ઉપર કાળા મરી છાંટીને પણ તમે તેને ભગાડી શકો છો.
મરચાનો પાવડર :
કાળા મરીના પાવડરની જેમ તમે મરચાના પાવડરનો છંટકાવ પણ તે જગ્યા ઉપર કરી શકો છો, જે જગ્યાએ કબુતર નું ટોળું રહેતું હોય છે.
પાણીનો છંટકાવ :
જેવા તમે જુવો કે કબુતર આવીને બાલ્કનીમાં બેસી ગયા છે, તેવા જ તેની ઉપર પાઈપ કે ડોલથી પાણી નાખી દો.
અરીસાનો ઉપયોગ :
તમે કબૂતરને અરીસો દેખાડીને ડરાવીને ભગાડી શકો છો. અરીશામાં જયારે તે પોતાનો પડછાયો જોશે તો તે ડરીને ભાગી જશે.
સફેદ ભાત :
રાંધેલા ભાત કબુતરનું પેટ ખરાબ કરી શકે છે કેમ કે તેમાં સ્ટાર્ચ હોય છે. તો જો કબૂતરોને ભગાડવા હોય તો તેને ભાત નાખી દો.
પ્લાસ્ટીકના જાનવર :
તમે બજારમાંથી પ્લાસ્ટીકના સાંપ કે ઘુવડ ખરીદીને બાલ્કનીમાં મૂકી શકો છો. કબૂતરોને આ બન્ને વસ્તુથી ખુબ ડર લાગે છે. તેની પાસે બેસેલા જોઇને તે ડરી જશે.