કાચા બટાકાથી બનાવો મંચુરિયન, જાણો ચટાકેદાર અને સરળ રેસિપી.

ફક્ત કોબીજથી જ નહિ પણ તમે બટાકાથી પણ બનાવી શકો છો ચટાકેદાર અને સ્પાઈસી મંચુરિયન, જાણો કઈ રીતે. હંમેશા એવું થાય છે કે ઘરનું ખાવાનું આપણેને સારું નથી લાગતું અને એટલે જ કાંઈક ચટપટુ ખવાનું મન થાય છે. હવે દરરોજ બહારથી ખાવાનું મગાવવામાં આવે તો તે યોગ્ય નથી, પરંતુ ઘરે જરૂર આપણે કાંઈક એવુ બનાવી શકીએ છીએ. જે ઘણું વધુ ટેસ્ટી હોય અને ઘરના બધા લોકોને પસંદ આવે.

જો તમને પણ કાંઈક આવું બનાવવાનુ મન થઇ રહ્યું છે તો કેમ ન સ્પાઈસી બટેટા મંચુરીયન રેસીપી ટ્રાય કરવામાં આવે? આ રેસીપી ઘણી ક્રિસ્પી અને સ્પાઈસી હોય છે અને તમે તેને ઘણે અંશે તમારા સ્વાદ મુજબ તૈયાર કરી શકો છો. તો આવો જાણીએ આ રેસીપી વિષે.

સામગ્રી

4 મીડીયમ સાઈઝના કાચા બટેટા

4 લીલા મરચા

મીઠું અને કાળા મરી સ્વાદ મુજબ

1 ચમચી આદુ લસણની પેસ્ટ

3 ચમચી મેંદો

3 ચમચી કોર્ન સ્ટાર્ચ

2 શિમલા મરચું

2 લીલી ડુંગળી

4-5 કળી લસણ

1 ઇંચનો આદુનો ટુકડો

1 ડુંગળી

2 ચમચી ધાણા પાવડર

1 મોટી ચમચી ડાર્ક સોયા સોસ

1 નાની ચમચી સફેદ સિરકા

સ્વાદમુજબ રેડ ચીલી સોસ

1 ચમચી ટોમેટો કેચઅપ

થોડી ખાંડ

રીત :

બટેટા મંચુરીયન બનાવવા માટે તમારે બાફેલા નહિ પરંતુ કાચા બટેટાની જરૂર પડશે. તમારે સીધા પાણીમાં જ બટેટાને મોટા કાપવામાં રહેશે. બટેટાને મોટા ગ્રેટરથી ગ્રેટ કરી લો. બટેટાને મોટા ગ્રેટરથી ગ્રેટ કરવાની જરૂર છે. જેથી તેનું ટેક્સચર સારું આવે. ત્યાર પછી તમારે બટેટાનો વધારાનો સ્ટાર્ચ કાઢી લેવાનો છે. જો એમ કરો છો તો તમારા મંચુરીયન સારી રીતે ક્રિસ્પી બનશે.

બટેટાને બે ત્રણ વખત ધોઈને સ્ટાર્ચ કાઢવાનો ફાયદો એ છે કે બટેટામાં ચિકાસ નીકળી જશે. બટેટા ધોયા પછી તેનું પાણી સારી રીતે કાઢી લો.

એક વખત બટેટા તૈયાર થઇ જાય તો તેમાં બીજી સામગ્રી નાખવાની છે. જેવી કે ઝીણા કાપેલા મરચા, આદુ લસણની પેસ્ટ, કાળા મરી, મીઠું અને તે તમામ વસ્તુને સારી રીતે બાઈંડ કરવા માટે મેંદો અને કોર્ન સ્ટાર્ચ જરૂર નાખો.

તમે અહિયાં વધુ આરાલોટ અને મેંદો ન નાખો, નહિ તો મંચુરીયન સારા નહિ બને. બંને સરખા પ્રમાણમાં હોવા જોઈએ અને અહિયાં માત્ર બાઈંડીંગ માટે જ તે નાખવાનો છે, જેથી મંચુરીયન બોલ્સ સારી રીતે બની જાય.

ત્યાર પછી લો ફ્લેમ ઉપર તેને હાફ ફ્રાઈ કરો. ધ્યાન રાખશો કે એક વખતમાં ફૂલ ફ્રાઈ કરવા સારું નહિ રહે તમારે પહેલા હાફ ફ્રાઈ જ કરવાના છે. તેનાથી તે સારી રીતે પાકી જશે. જયારે બધા ફ્રાઈ થઇ જાય તો હાઈ ફ્લેમમાં તેને પુરા ફ્રાઈ કરો. તે સ્ટેપ ઘણું જરૂરી છે અને તે તમારા મંચુરીયન બોલ્સને યોગ્ય બનાવશે.

હવે આવે છે સોસ બનાવવાનો વારો જ્યાં તમારે આદુ, લસણ, લીલા મરચા, લીલી કોથમીર ઘણી જ સારી રીતે ચાપ કરવાની છે અને શિમલા મરચા, ડુંગળી અને લીલી ડુંગળી મોટા શેપ માં કાપો જેવી આપણેને મંચુરીયનમાં જોવા મળે છે.

હવે તમારી કડાઈમાં 2 ચમચી તેલ નાખો અને ગેસને હાઈ ફ્લેમ ઉપર રાખો. હવે તેમાં આદુ, લસણ, ડુંગળી, લીલી ડુંગળીનો સફેદ ભાગ વગેરે નાખો. તેને માત્ર 1-2 મિનીટ પકાવો અને ત્યાર પછી શિમલા મરચું નાખીને 1-2 મિનીટ પકાવો પછી બધો સોસ નાખો.

હવે કડાઈમાં સૌથી પહેલા ડાર્ક સોયા સોસ, સિરકા, રેડ ચીલી સોસ, ટોમેટો કેચઅપ વગેરે નાખો અને આ બધાને સારી રીતે ભેળવી દો. હવે તેમાં મીઠું અને કાળા મરી અને થોડી ખાંડ નાખો.

સોસને ટેક્સચર આપવા માટે તમે 1 ચમચી આરારોટમાં થોડું એવું પાણી ભેળવીને તેને પણ નાખી શકો છો. તેને સારી રીતે પકાવો અને હવે તેમાં ઉભરો આવવા લાગે તો તમે ગેસ બંધ કરો અને બટેટા મંચુરીયન બોલ્સને તેમાં નાખો.

ગેસ બંધ કરીને જ બટેટા મંચુરીયન બોલ્સ નાખો જેથી બધી સ્ટીમ નીકળી જાય અને તે ક્રિસ્પી બને. તમારા બટેટા મંચુરીયન તૈયાર છે. તેને ગરમા ગરમ સર્વ કરો અને આ સ્પાઈસી ટ્રીટનો આનંદ ઉઠાવો.

આ માહિતી હર જિંદગી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.