કાચા પપૈયાને તમે પણ ઘરે જ આવી રીતે પકવી શકો છો, બજારથી વધારે સ્વાદિષ્ટ લાગશે.

કેરીની જેમ ઘરે એકદમ સરળ અને ઝડપી રીતે પપૈયાને પણ પકવી શકો છો, મળશે જબરજસ્ત સ્વાદ.

ઉનાળાના દિવસોમાં જે રીતે આપણે કેરી ખાવાનું પસંદ કરીએ છીએ, તેનાથી કેટલાય ગણું વધારે પપૈયાને પણ લોકો ખાવાનું પસંદ કરે છે. પપૈયાને ઘણા ગુણકારી લાભો માટે ઓળખવામાં આવે છે. અહીં સુધી કે તે ફળના બીજને પણ આરોગ્ય માટે બેસ્ટ આહાર સમજવામાં આવે છે. ઘણા લોકો તો લીવરની સમસ્યાને દુર કરવા માટે તેનું સેવન કરે છે. કદાચ આ બધા ફાયદાને ધ્યાનમાં રાખીને ઘણા લોકો આ મહામારીમાં પણ પપૈયા ખરીદવા માટે ઘરેથી બહાર નીકળી રહ્યા છે. પણ આ મહામારીમાં દર વખતે પાકા પપૈયા ખરીદવા માટે ઘરેથી બહાર નીકળવું પણ યોગ્ય નથી.

તેથી તમે આસપાસથી કાચા પપૈયા ખરીદીને તેને પકવી શકો છો. આજે આ લેખમાં અમે તમને કેટલીક ટીપ્સ જણાવવા જઈ રહ્યા છીએ, જે અપનાવીને તમે કાચા પપૈયાને ઘરે જ સરળતાથી પકવી શકો છો. તો આવો જાણીએ આ ટીપ્સ વિષે.

ચોખાનો કરો ઉપયોગ :

કદાચ તમને સાંભળવામાં થોડું વિચિત્ર લાગે પણ, ચોખાની મદદથી તમે સરળતાથી કાચા પપૈયાને પકવી શકો છો. તેના માટે તમે સૌથી પહેલા પપૈયાને કોઈ પેપરમાં સારી રીતે લપેટી લો. પેપરમાં લપેટ્યા પછી ચોખાના ડબ્બામાં તેને લગભગ ત્રણથી ચાર ઇંચ ઊંડા દબાવી દો અને તેને બે દિવસ માટે છોડી દો. બે દિવસ પછી તમે જોશો કે પપૈયા એક દમ સારી રીતે પાકી ગયા છે. તે જરૂર ધ્યાન રાખો કે, જે ચોખાના ડબ્બામાં તમે પપૈયા મૂકી રહ્યા છો તેને વારંવાર ન ખોલો.

કાર્બાઈડથી પકવો પપૈયા :

કાર્બાઈડથી પણ તમે પપૈયાને સારી રીતે પકવી શકો છો. તેના માટે તમે પપૈયાને કોઈ બોક્સમાં રાખી દો અને સાથે કાર્બાઈડને પણ. તે બંને સાથે રાખ્યા પછી બોક્સને કોઈ વસ્તુથી ઢાંકીને કોઈ ખૂણામાં એકથી બે દિવસ માટે રાખી દો. બે દિવસ પછી પપૈયા તમને પાકેલા દેખાશે. કાર્બાઈડ એક એવો પદાર્થ છે જેના માધ્યમથી કેરી, કેળા, બીલી વગેરેને પણ પકવી શકાય છે. તેમાં રહેલી વધુ ગરમી કોઈ પણ ફળને સરળતાથી પકવવામાં મદદ કરે છે.

ઘાસનો કરો ઉપયોગ :

જો તમે ધ્યાન આપ્યું હશે તો તમને ઘણા ફળોના બોક્સમાં ઘાંસ જરૂર જોવા મળ્યા હશે. ઘણા લોકો લાકડાના બોક્સમાં સૌથી નીચે ઘાંસ રાખે છે, પછી પપૈયા રાખીને પછી તેની ઉપર ઘાંસ રાખીને બોક્સને બંધ કરી દે છે. આ માધ્યમથી પણ પપૈયા જલ્દી પાકી જાય છે અને બજારથી પણ વધુ સ્વાદિષ્ટ લાગે છે. આ ટીપ્સ તમે પણ અપનાવી શકો છો.

આ માહિતી હર જિંદગી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.