કચરાના ઉકરડામાં પડેલ વ્યક્તિને 6 મહિના સુધી સમજ્યો ગાંડો, હકીકત સામે આવી તો થઇ ગયા દંગ.

માતા-પિતાના મૃત્યુ પછી માનસિક સંતુલન ખોઈ બેઠો હતો પપ્પુ

લગભગ ૯ કલાકની સખ્ત મહેનત પછી કુટુંબીજનો સુધી પહોચ્યો હતો પીડિત

ગ્રેટર નોયડા, કચરાના ઢગલામાં એક વ્યક્તિ ૬ મહિનાથી ભૂખ્યો તરસ્યો પડ્યો હતો. લોકો પણ તેને પાગલ સમજીને પસાર થઇ જતા. તેની તકલીફ કોઈ સાંભળતું ન હતું. પરંતુ એક યુવકની તેની ઉપર નજર પડી તો થોડી કલાકોની મહેનત પછી તેના કુટુંબીજનો પણ મળી ગયા. જણાવવામાં આવે છે કે માતા પિતામાં મૃત્યુ પછી તે માનસિક સંતુલન ગુમાવી બેઠો અને ઘરેથી નીકળી ગયો. સમાચાર મળવાથી કુટુંબીજનો પણ તેને લેવા પહોચી ગયા. તેને હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યો.

ગ્રેટર નોએડાની સાઈટ-૪ આવેલા ગ્રેંડ વેનિસ મોલ સામે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર છે. આ સ્થળ સેક્ટરો અને કંપનીઓ માંથી નીકળતો કચરો નાખવામાં આવે છે. ડેલ્ટા-૧ ના રહેવાસી સુનીલ નાગરે જણાવ્યું કે આ કચરાના ઢગલામાં ફંફોળતા વિકાસ ઉર્ફે પપ્પુ યાદવ મળ્યો હતો.

તે મૂળ બિહારના પટનાનો રહેવાસી છે. સુનીલે જણાવ્યું કે તે ભૂખ્યો તરસ્યો પડેલ મળ્યો હતો. તેના વિષે તપાસ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો. વાતચીત દરમિયાન તે થોડા શબ્દ અંગ્રેજીના બોલ્યા તો તેની જાણકારી મળવાની આશા વધી ગઈ.

ઘણી વાર સુધી વાતચીત કર્યા પછી પપ્પુએ એક મોબાઈલ નંબર આપ્યો. તેમણે જણાવ્યું કે તે ખાસ કાંઈ નહોતો બતાવી શકતો હતો. પરંતુ તેને મોબાઈલ નંબર જરૂર યાદ હતો. જયારે મોબાઈલ નંબર ઉપર કોલ કરવામાં આવ્યો તો તે તેના ફૂવાનો નીકળ્યો. આ બાબતની જાણકારી પપ્પુના ફૂવાને આપવામાં આવી. તેમણે જણાવ્યું કે તે નંબર ઉપર પછી ફૂવાનો વિડીયો કોલ કર્યો. ફૂવાને જોઈને પપ્પુ રડવા લાગ્યો.

ફૂવાએ સુનીલને જણાવ્યું કે તેના માતા પિતાનું મૃત્યુ થઇ ગયું છે. મૃત્યુ પછી તે માનસિક રીતે સંતુલન ખોઈ બેઠો. તેનો ઈલાજ પણ કરાવવામાં આવી રહ્યો હતો, પરંતુ તે એક દિવસ હોસ્પિટલ માંથી અચાનક ગુમ થઇ ગયો. પછી સુનીલે ૧૦૮ નંબર ઉપર કોલ કરીને એમ્બ્યુલન્સ મંગાવી લીધી. પરંતુ એમ્બ્યુલન્સ ન મળી.

ત્યાર પછી પોલીસની મદદથી કાંસના આવેલી સરકારી હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યો. તેને કચરામાં ભૂખ્યો તરસ્યો જોઈને આજુ બાજુના લોકો પસાર થઇ જતા હતા. પરંતુ કોઈએ તેની તકલીફ વિષે જાણવાનો પ્રયાસ ન કર્યો. સુનીલના આશરે થોડા કલાકોના પ્રયાસ પછી પપ્પુ પોતાના પરિવારજનો સુધી પહોચી ગયો. તે પહેલા પણ સુનીલ સિંહ પંજાબના રહેવાસી અંગ્રેજ સિંહને પોતાના પરિવારજનો સાથે મેળવી ચુક્યો છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી પત્રિકા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.