કચરાપેટીની એક ચિઠ્ઠી, અને લારી વાળો એક ઝટકામાં બન્યો કરોડપતિ.

આજકાલ મીડિયા ઉપર ઘણા કિસ્સાઓ બહાર આવતા રહે છે, જેના વિષે આપણેને રસપ્રદ જાણકારી મળતી હોય છે, જેમાં અમુક કિસ્સા એવા પણ હોય છે. જેના વિષે જાણીને આપણેને નવાઈ લાગે છે, અને અમુક કિસ્સા એવા પણ હોય છે. જે જાણીને આપણેને ધૃણા પણ ઉપજે છે. જેના વિષે લોકો એકદમથી અજાણ હોય છે, અને આજે પણ એક એવી બાબત તમારી સામે મુકવા જઈ રહ્યા છીએ, જેના વિષે કદાચ તમે અજાણ હશો. આવો જાણીએ તે બાબત વિષે.

ક્યારે ક્યારે એવા સમાચાર સામે આવે છે, જેમાં ભિખારી અચાનકથી શ્રીમંત બની જાય છે. તો ક્યારેક કોઈને લોટરી લાગી જાય છે, તેવામાં એક ઘટના સામે આવી છે. જેમાં એક શાકભાજી વેચવા વાળો રાતોરાત તે કાપલીથી મોટો કરોડપતિ બની ગયો. જેને તેણે પોતે કચરા પેટીમાં ફેંકી દીધી હતી.

ખાસ કરીને, ઘટના કલકત્તાની છે, અહિયાં લારી ઉપર એક શાકભાજી વેચવા વાળાએ તે ટીકીટ ઉપર એક કરોડનું ઈનામ જીતી લીધું, જેને તેણે કચરામાં ફેંકી દીધી હતી. થયું એવું કે કે તેણે લોટરીની થોડી ટીકીટ ખરીદી હતી.

ત્યાર પછી તેનું લોટરીમાં ઇનામ પણ નીકળી આવ્યું પરંતુ તેને લાગ્યું કે તે ઇનામ નથી જીતી શક્યો. ત્યાર પછી તેણે પોતાની ટીકીટ કચરાપેટીમાં ફેંકી દીધી. પરંતુ પાછળથી તેને ખબર પડી કે તેને એક ટીકીટ ઉપર ૧ કરોડ રૂપિયાનું ઇનામ મળ્યું છે.

શાકભાજી વેચવા વાળાનું નામ સાદિક છે. અને તે કલકત્તાના ભરચક વિસ્તારમાં લઈ ઉપર શાકભાજી વેચે છે. સાદિકે પોતાની પત્ની સાથે નવા વર્ષના દિવસ પહેલા લોટરીની પાંચ ટીકીટ ખરીદી હતી. ૨ જાન્યુઆરીના રોજ લોટરીના ઇનામની જાહેરાત થઇ તો તેને જણાવવામાં આવ્યું કે ઇનામ નથી મળ્યું.

સાદિકે ત્યાર પછી પોતાની ટીકીટ કચરાપેટીમાં ફેંકી દીધી. પરંતુ બીજા દિવસે સાદિકને જેણે લોટરી વેચી હતી, તે દોસ્તોએ જણાવ્યું કે તેને ૧ કરોડનું ઇનામ મળ્યું છે, ત્યાર પછી સાદિકના આનંદનો પાર ન રહ્યો.

ઘરે પહોચીને પત્નીને જણાવી કહાની :-

સાદિક પોતાના ઘરે જઈને પોતાની પત્નીને આખી કહાની જણાવી. તો બંને તે ટીકીટ શોધવા લાગી ગયા, છેવટે ઘરની કચરાપેટી માંથી તેને તે ટીકીટ મળી ગઈ. જેની ઉપર એક કરોડ નીકળ્યા.

રસપ્રદ વાત એ છે કે કચરાપેટીમાં સાદીકે પાંચ ટીકીટ ફેંકી દીધી હતી અને તેમાંથી એક ઉપર ૧ કરોડ અને બીજી ચાર ટીકીટ ઉપર ૧-૧ લાખ રૂપિયાનું ઇનામ નીકળ્યું. ત્યાર પછી આખું કુટુંબ ખુશ થઇ ગયું. અને બધા મળીને આગળ માટે પ્લાન કરવા લાગ્યા.

સાદિક અને અમીનાએ પોતાના બાળકો માટે એક એસયુવી બુક કરાવી છે. અમીનાએ જણાવ્યું કે લોટરીના આ પૈસાથી તેનું જીવન બદલાઈ જશે. બાળકો માટે એક એસયુવી બુક કરાવવા ઉપરાંત તે પોતાના બાળકોને સારી સ્કુલમાં મોકલશે.

અમીનાએ જણાવ્યું કે તેનું કુટુંબ હવે ઘણું ખુશ છે અને હવે તે આ પૈસાને આવવાની રાહ જોઈ રહી છે. આમ તો હજુ લોટરીના પૈસા મળવામાં સમય લાગી શકે છે. જણાવવામાં આવી રહ્યું છે કે ૨-3 મહિના પછી પૈસા મળી જશે.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.