એક કાચબા દ્વારા તમે મેળવી શકો છો અપાર સંપત્તિ, બસ આવી રીતે કરવો પડશે ઉપયોગ

ફેંગશુઈમાં કાચબાને ઘણો શુભ માનવામાં આવે છે, અને તેના ઘરમાં હોવાથી ઘરમાં સુખ સમૃદ્ધી આવી જાય છે. ફેંગશુઈ ઉપરાંત વાસ્તુ શાસ્ત્રમાં પણ કાચબાને લકી માનવામાં આવે છે. અને હિંદુ ધર્મ મુજબ કાચબાને ભગવાન વિષ્ણુ સાથે જોડીને જોવામાં આવે છે. કાચબાને ઘરમાં રાખવાથી ઘરમાં પ્રગતી થાય છે અને જીવનમાં સકારાત્મક ઉર્જા જળવાઈ રહે છે. ઘરમાં કાચબા રાખવાથી બીજા ક્યા ક્યા લાભ જોડાયેલા છે, તે આ મુજબ છે.

ઘરમાં કાચબા રાખવા સાથે જોડાયેલા છે આ શુભ લાભ :

જીવનમાં મળે છે સફળતા :

ફેંગશુઈ મુજબ ઘરમાં કાચબા રાખવાથી જીવનમાં સફળતા મળે છે. એટલા માટે જે લોકોને સફળતા નથી મળી રહી તે લોકો ઘરમાં કાચબા રાખી લે. ઘર ઉપરાંત તમે વેપારના સ્થળ ઉપર પણ તેને રાખી શકો છો. ઓફીસ કે કચેરીમાં પણ તે રાખવાથી તમને કાર્યમાં પ્રગતી મળવા લાગશે.

દરેક ઈચ્છા થાય પૂરી :

જો તમારી કોઈ ઈચ્છા પૂરી નથી થઇ શકતી તો તમે તમારા ઘરમાં કાચબા રાખી લો. ફેંગશુઈ મુજબ ઘરમાં કાચબા રાખવાથી જીવનની દરેક ઈચ્છા જલ્દી જ પૂર્ણ થઇ જાય છે.

થાય છે ધનમાં વૃદ્ધી :

ઘરમાં કાચબા હોવાથી જીવનમાં ધનની અછત ક્યારે પણ થતી નથી. ખાસ કરીને વાસ્તુ શાસ્ત્ર મુજબ ઘરમાં કાચબા હોવાથી માં લક્ષ્મી હંમેશા માટે ઘરમાં સ્થાપિત થઇ જાય છે. અપાર ધન-સમૃદ્ધી મેળવવા માટે તમે ચાંદીની ધાતુનો બનેલો કાચબો ખરીદી લો. પછી તે કાચબાને તમે પાણીથી ભરેલા એક વાટકામાં રાખી દો. આ વાસણને તમે તમારા ઘરના ઇશાન ખૂણા કે ઉત્તરી ક્ષેત્રમાં રાખી દો. એમ કરવાથી તમારા ઘરમાં ધનની અછત પણ ક્યારેય નહિ આવે.

પહેરો કાચબાની વીંટી :

ઘરમાં કાચબો રાખવા ઉપરાંત તમે ધારો તો કાચબાની વીંટી પણ પહેરી શકો છો. કાચબાની વીંટી પહેરવાથી તમારા જીવનની તમામ તકલીફો દૂર થઈ જાય છે. આ વીંટી પહેરવાથી તમારું ભાગ્ય એકદમ ખુલી જશે. આ વીંટીને મધ્યમાં કે તર્જની આંગળીમાં પહેરવી ઉત્તમ હોય છે. આ વીંટી પહેરતા પહેલા તમે તેને ગંગા જળમાં સ્વચ્છ જરૂર કરી લો અને ત્યાર પછી જ તે પહેરો.

ઘરના લોકોનું આરોગ્ય રહે છે સારું :

ઘરમાં કાચબા હોવાથી ઘરના લોકોનું આરોગ્ય સારું રહે છે. જે લોકોના ઘરના સભ્યો અવાર નવાર બીમાર રહે છે, તે લોકો પોતાના ઘરમાં એક કાચબો લાવીને રાખી દો. કાચબો રાખવાથી ઘરના સભ્યોનું આરોગ્ય સારું રહેશે.

કઈ ધાતુનો રાખવો કાચબો :

તમે કોઈ પણ ધાતુ એટલે ચાંદી, સોનું અને તાંબાના કાચબા તમારા ઘરમાં રાખી શકો છો. તે ઉપરાંત તમે કાચના પણ કાચબા તમારા ઘરમાં રાખી શકો છો. જયારે ઘણા લોકો સાચા કાચબા પણ પોતાના ઘરમાં રાખતા હોય છે. આમ તો જયારે તમે તમારા ઘરમાં સાચો કાચબો રાખો છો, તો તમે તે કાચબાની દેખરેખ સારી રીતે કરો અને સમય સમયે તેણે ખાવાનું ખવરાવતા રહો.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.