જાણો કાળા ચોખા નો ઈતિહાસ, ફાયદો અને બજાર ભાવ હવે પંજાબમાં ખેડૂતોએ શરુ કરી કાળા ચોખાની ખેતી

ભારતમાં અનાજની ખેતી ખુબ મોટા વિસ્તારમાં થાય છે પણ ક્યારેય તમે કાળા ચોખાની (કાળું અનાજ) ખેતી કરી છે. તમારા માટે આ ચોક્કસ નવાઈની વાત હશે પણ આસામના ગોલપુર જીલ્લામાં આ એક સામાન્ય વાત છે અહિયાં 200 થી વધુ ખેડૂતો કાળા ચોખા ની ખેતી કરીને લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે આવું એટલા માટે છે જે જગ્યાએ સામાન્ય ચોખાની કિંમત 15 થી 80 રૂપિયા કિલો સુધી હોય છે તેની સામે કાળા ચોખાની કિંમત 200 થી 500 રૂપિયા કિલો સુધી હોય છે.

ભારતમાં સૌથી પહેલા કાળા ચોખાની ખેતી આસામના યુવન ખેડૂત ઉપેન્દર રાબા એ 2011 માં શરુ કરી જેયો ગામ આમગુરીપારા, જીલ્લો ગોલપુર, આસામના રહેવાસી છે આ ખેડૂતને કૃષિ વિજ્ઞાન કેડરે કાળા ચોખાની ખેતી કરવા માટે પ્રેરણા આપી હતી.

પણ આસ પાસના ખેડૂતોને ઉપેન્દર ઉપર વિશ્વાસ ન હતો. પણ જયારે ઉપેન્દરનો પ્રયોગ પહેલા જ વર્ષે સફળ રહ્યો તો બીજા ખેડૂતોએ પણ કાળા ચોખાની ખેતી કરવાનું શરુ કર્યું કેમ કે તેમાં ફાયદો અનેક ગણો વધુ છે.

આસામ સરકાર પણ ખેડૂતોને કાળા ચોખાની જૈવિક ખેતી કરવા માટે ઉત્સાહિત કરી રહી છે કેમ કે જ્યાં સાવ સામાન્ય કાળા ચોખાની કિંમત 200 થો 250 રૂપિયા કિલો છે તે ઓર્ગેનિક કાળા ચોખાની કિંમત 500 રૂપિયા કિલો છે.

કાળા ચોખાની ખેતીની ભારતમાં અત્યારે શરૂઆત છે આશા રાખીએ ધીમે ધીમે આ ખેતી આખા ભારતમાં થવા લાગે અને બીજા ખેડૂતોને પણ તેનો લાભ મળી શકે. જો તમે તેની ખેતી કરવા માગો છો તો તેના બીજ ઓનલાઈન મળી જાય છે, અને તેને તમે ઓનલાઈન વેચી પણ શકો છો. ઘણા વેપારીઓ તેની કોન્ટ્રેક્ટ ખેતી પણ કરાવે છે.

પંજાબમાં પણ ખેડૂતોએ શરુ કરી કાળા ચોખાની ખેતી

પંજાબના ફિરોજપુર જીલ્લાના ગામ માના દિંહ વાળામાં આ વર્ષે પહેલી વખત પંજાબના અમુક ખેડૂતોએ કાળા ચોખાની ખેતી કરી. હાલમાં તેમને બજારમાં 500 રૂપિયા કિલો સુધીના ભાવ મળી રહ્યા છે. પંજાબમાં આ ચોખાની કિંમત એક એકર દીઠ 15 થી 20 ક્વિન્ટલ નીકળવાની સંભાવના છે. પંજાબના ત્રણ ખેડૂતોએ મળીને 35 એકરમાં કાળા અનાજની પહેલી વખત ખેતી કરી અને તેમને ખુબ સારું પરિણામ મળી રહ્યું છે.

ખેડૂત જસવિન્દર સિંહ જણાવે છે કે તેનું બીજ મિઝોરમથી લાવ્યા છે આ વખતે આ ચોખા ની ઉંચાઈ 7 ફૂટ સુધી થઇ ગઈ છે અને તેના માટે કોઈપણ પ્રકારના ખાતર નાખવાની જરૂર નથી. અત્યારે ચોખા તૈયાર પણ નથી થયા અને ઘણા વેપારીઓ તેના બીજ બનાવવા માટે ખેડૂતોને મો માગ્યા ભાવ આપવા માટે તૈયાર છે.

કાળા ચોખાનો ઇતિહાસ

જુદા જુદા પોષક તત્વો થી ભરપુર, કાળા ચોખાનો ઈતિહાસ ખુબ વિશાળ અને જાણવા જેવો છે. એશિયા મહાદ્વીપમાં ચોખા મુખ્ય ખોરાક તરીકે ખાવામાં આવે છે. જુના સમયમાં ચીનના એક ખુબ નાના ભાગમાં ચોખાની ખેતી કરવામાં આવતી હતી અને આ ચોખા માત્ર અને માત્ર રાજા માટે થતા હતા.

આમ તો હાલમાં તેની ઉપર કોઈ પ્રકારનો પ્રતિબંધ નથી તેમ છતાં પણ સફેદ અને બ્રાઉન ચોખાની તુલના માં તેની ખેતી ખુબ જ ઓછી છે. અને અમુક જ લોકો તેના વિષે જાણે છે. જયારે આ બીજા ચોખાની તુલના માં આરોગ્ય માટે વધુ ફાયદાકારક છે.

કાળા ચોખા ખાવાના ફાયદા :

જેમ કે અમે તમને પહેલા જણાવી ગયા છીએ કે કાળા ચોખાને તેના પોષક ગુણો ના લીધે ઓળખાય છે. કાળા ચોખા એન્ટી-ઓક્સીડેંટ ના ગુણોથી ભરપુર હોય છે. જણાવી દઈએ કે એન્ટી-ઓક્સીડેંટ આપણા શરીરમાં રહેલા ઝેરીલા પદાર્થોને બહાર કાઢવામાં મદદ કરનાર હોય છે. અમ તો કોફી અને ચા માં પણ એન્ટી-ઓક્સીડેંટ મળી આવે છે પણ કાળા ચોખા માં તેનું પ્રમાણ સૌથી વધુ હોય છે. તેનાથી તે શરીરને ડીટોક્સ કરે છે જેનાથી ઘણી જાતની બીમારીઓ અને આરોગ્ય સબંધી તકલીફો દુર રહે છે. માટે તેને કેન્સરના ઈલાજ માટે સૌથી વધુ ઉપયોગી માનવામાં આવે છે.