આજે આપણે બનાવીશું કાળા તલનું કચરિયું. કાળા તલ નું કચરિયું ટેસ્ટમાં ખુબ જ સરસ લાગે છે. અને એને પણ ઘરે બનાવવું ખુબ જ સરળ છે. તો ચાલો તેને કેવી રીતે બનાવવું તે જોઈ લઈએ.
સામગ્રી
1 કપ કાળા તલ
3/4 કપ ખજૂર (બીજ વિનાની લેવાની)
1/2 કપ ગોળ
2 મોટી ચમચી સુંઠ પાઉડર
1 મોટી ચમચી ગંઠોડા પાઉડર (પીપરામૂળ પાઉડર)
2 મોટી ચમચી સૂકું નારિયળ (છીણેલું)
1 મોટી ચમચી મગજ તરી બીજ
1 નાની ચમચી ખસખસ
3 મોટી ચમચી તલનું તેલ (માર્કેટમાં મળી રહે)
રીત
સૌ પ્રથમ કાળા તલને ચાળી અને તેને સાફ કરી લેવાનું છે અને એક મીક્ષરનું જાર લઇ તેમાં તે તલ નાખી દેવાના છે. ગ્રાઈડ કરવા માટે તમે મિક્ષરને તરત ચાલુ કરી બંધ કરી નાખવાનો છે અને ત્યારબાદ તે હાફ ક્રશ થઇ જશે. ત્યારબાદ તેમાં ખજૂર અને ગોળ એડ કરી નાખો. અને તેને ગ્રાઈડ કરવાનું પણ મીક્ષરને થોડું ફેરવી બંધ કરી નાખવાનું છે, વધારે નથી ફેરવાનું છે. ત્યારબાદ તેમાં સુંઠ પાઉડર, ગંઠોડા પાઉડર, સૂકું નારિયળ, મગજતરી બીજ અને ખસખસ એડ કરી તેને એક વાર ગ્રાઈડ કરી લો. ત્યારબાદ તેમાં 2 મોટી ચમચી તલનું તેલ એડ કરવું, ફરી એક વાર તેને ગ્રાઈડ કરી લો. પાછું તેમાં 1 મોટી ચમચી તલનું તેલ એડ કરી લો અને તેને ગ્રાઈડ કરી નાખો.
તેને એક સ્ટીલના મોટા વાસણમાં લઇ તેને હાથ વડે સારી રીતે મિક્ષ કરી લેવું, પૂરું મિક્ષ થઇ જાય તેમાં ફરી થી કોપરાનું છીણ અને મગજતરી થોડું એડ કરી નાખવાનું અને તેને મિક્ષ કરી નાખવાનું છે.(તમારે તળેલ ગુંદર એડ કરવો હોય તો પણ કરી શકો છોં). તેને એક પ્લેટમાં બરોબર આકાર આપીને મૂકી દો. હવે તેને સર્વ કરવાનું છે.
તેના ઉપર થોડું ગાર્નીસિંગ કરવું, સૌપ્રથમ જે કોપરાનું છીણ છે તે તેના ઉપર થોડા પ્રમાણમાં ફેરવી દો. થોડા મગજ તલ ના બીજ, થોડી ખસખસ, સાથે ખજૂર અને બદામ તેની ઉપર મૂકી દેવું. ત્યારબાદ આપણું કાળા તલ નું કચરિયું સર્વિંગ માટે તૈયાર છે.
નોઘ : આ કચરિયું તૈયાર કરતી સમયે મીક્ષરને વધારે નહિ ફેરવાનું, ખજૂર અને ગોળનું પ્રમાણ તમારા ઘર મુજબ કરી શકો છો ને જો તમે ખાલી ખજૂર અથવા ખાલી ગોળ ઉપયોગ કરવા માંગતા હોય તો પણ કરી શકો છો. દર વખતે કચરીયામાં કાચા તલ નો ઉપયોગ થતો હોય છે. જો તમને તલ નું તેલ ના મળે તો તમે સનફ્લાવર તેલ નું પણ ઉપયોગ કરી શકો છો. પરંતુ તમે સિંગ તેલ કે ઘી નો ઉપયોગ ના કરી શકો કાચરીયામાં, જો તમને આજ ની રેસિપી પસંદ આવી હોય તો બનાવીને જરૂર ખાજો અને સેર પણ કરજો.
આ રેસિપીને વિડિઓ દ્વારા જોવા માટે નીચે જુઓ વિડિઓ
જુઓ વિડિઓ (વિડિઓ લોડ થવામાં સમય લાગી શકે છે, રાહ જોવા વિનંતી)
જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય તો તમે અમને જણાવી શકો છો, જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, અજબ-ગજબ, હાલના બનાવ, ટી ટીપ્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી બાબતો તમારા માટે લાવતા રહીશું.