કડકડતી ઠંડીમાં 12 કિલોમીટર પગપાળા ચાલીને સીઆરપીએફના સિપાઈએ ભૂખ્યા બાળકો માટે પહોંચાડયું ભોજન.

આજકાલ મીડિયા ઉપર ઘણા કિસ્સાઓ બહાર આવતા રહે છે, જેના વિષે આપણેને રસપ્રદ જાણકારી મળતી હોય છે, જેમાં અમુક કિસ્સા એવા પણ હોય છે, જેના વિષે જાણીને આપણેને નવાઈ લાગે છે, અને અમુક કિસ્સા એવા પણ હોય છે. જે જાણીને આપણેને ધૃણા પણ ઉપજે છે. જેના વિષે લોકો એકદમથી અજાણ હોય છે, અને આજે પણ એક એવી બાબત તમારી સામે મુકવા જઈ રહ્યા છીએ, જેના વિષે કદાચ તમે અજાણ હશો. આવો જાણીએ તે બાબત વિષે.

જમ્મુ-કાશ્મીરના રામબન પાસે રાષ્ટ્રીય રાજમાર્ગ ઉપર લેંડસ્લાઇડને કારણે જ ફસાયેલા એક પરિવારના સભ્યો માટે કેન્દ્રીય રીઝર્વ પોલીસ દળના જવાન ભગવાન સ્વરૂપે પહોચ્યા. કડકડતી ઠંડી અને ૧૨ કી.મી. સુધી ગાડીઓની લાંબી લાઈનો વચ્ચે ફસાયેલા ભૂખ્યા તરસ્યા બાળકો માટે સીઆરપીએફના બહાદુર જવાનોએ ખાવા પીવાની વસ્તુ અને દૂધ પહોચાડવું પ્રસંશા ભરેલું કામ કર્યું.

સૌથી મહત્વની વાત એ છે કે મદદરૂપ બનીને પહોચ્યા સીઆરપીએફના જવાનોને કડકડતી ઠંડીમાં પહાડના રસ્તે ૧૨ કી.મી.ની મુસાફરી પગપાળા ચાલીને કરવી પડી. સીઆરપીએફ બટાલીયનના ૮૪ની બટાલીયનના કમાંડેંટ ડી પી યાદવે એક ઈન્ટરવ્યુંમાં જણાવ્યું કે, જમ્મુ શ્રીનગર રાજમાર્ગ ઉપર રામબનના ડીગડોલ વિસ્તારમાં ફસાયેલા આસિફાએ ભૂખ્યા બાળકોનું પેટ ભરવા માટે સીઆરપીએફ પાસે મદદ માગી હતી.

આસીફાના પરિવારના લોકોએ સીઆરપીએફની મદદગાર હેલ્પલાઈન નંબર ઉપર કોલ કર્યો હતો. ત્યાર પછી મદદગાર હેલ્પલાઈન તરફથી સીઆરપીએફની ૮૪ની બટાલીયનના જવાનો તરત આ પરિવારની મદદ માટે મોકલી દીધા. આ ટીમમાં ઇન્સ્પેક્ટર રઘુવીર સાથે સીઆરપીએફના અને જવાન પરિવારના બાળકો અને બીજા લોકો માટે દૂધ અને ખાવાનું લઈને પહોચ્યા.

ઈન્ટરવ્યું દરમિયાન સીઆરપીએફના કમાંડેંટે કહ્યું કે લેંડસ્લાઇડને કારણે જ આટલો વધુ ટ્રાફિક જામ થઇ ગયો હતો જેના કારણે જ પરિવાર સુધી ગાડીથી પહીચવામાં ઘણું મુશ્કેલ હતું. તેના કારણે જ સીઆરપીએફના આ જવાન પગપાળા ચાલીને જ કડકડતી ઠંડી વચ્ચે ૧૨ કી.મી.ની મુસાફરી કરીને મુશ્કેલીમાં ફસાયેલા પરિવાર પાસે પહોચ્યા.

ત્યાર પછી સીઆરપીએફના જવાનોએ બાળકોને દૂધ અને ખાવાની વસ્તુ આપી. સીઆરપીએફની વિશેષ મદદ ઉપર આસિફાના પરિવારમાં મદદગાર હેલ્પલાઈનના લોકો અને સ્થળ ઉપર આવેલા જવાનોનું સાચા મનથી આભાર વ્યક્ત કર્યો. રામબન જીલ્લાના ડીગડોલ અને ચંદ્રકોટ વિસ્તારમાં ભારે લેંડસ્લાઇડને કારણે અહિયાં વધુ પ્રમાણમાં ભેખડ અને પથ્થર પડી રહ્યા હતા. જેના કારણે જ હાઈવે ઉપરથી ભેખડ અને પથ્થર હટાવવાનું કામમાં કર્મચારીઓએ ઘણી તકલીફોનો સામનો કરવો પડ્યો હતો.

આમ તો રવિવારના દિવસે સવારથી હાઈવેને એક તરફથી ખોલી દીધો હતો. જે સમયે કાશ્મીરમાં પાંચ ઓગસ્ટના રોજ ઈંટરનેટ અને ટેલીફોન બંધ કરી દેવામાં આવ્યા હતા, ત્યારે લોકોની મદદ માટે કેન્દ્રીય રીઝર્વ પોલીસ દળની શ્રીનગર આધારિત હેલ્પલાઈને પોતાનો નંબર બદલી દીધો હતો.

આ વાતની જાણકારી સીઆરપીએફની મદદગાર હેલ્પલાઈને ટ્વીટર ઉપર પણ આપી હતી. કાશ્મીરમાં ટેલીફોન સેવા બંધ થયા પછી મદદગાર હેલ્પલઈને ઘણા બધા લોકોને મદદ કરી હતી. આ મદદગાર હેલ્પલાઈને દેશના જુદા જુદા ભાગોમાં રહેતા લોકો જે કાશ્મીરમાં પોતાના પરિવાર વાળાનો સંપર્ક નથી કરી શકતા, તેમના માટે પણ આ હેલ્પલાઈનને શરુ કરવવામાં આવી હતી.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.