ક્રિટિકલ કન્ડિશનમાં હોસ્પિટલમાં દાખલ થયા 81 વર્ષના કાદર ખાન, મગજે કામ કરવાનું બંધ કરી દીધું

જયારે ફિલ્મોમાં કોમેડીનું નામ આવે છે, તો આપણા મગજમાં જે માણસનું નામ સૌથી પહેલા આવે છે તે છે કાદર ખાન. કાદર ખાન એવા દિગ્ગજ અભિનેતાઓ માંથી રહ્યા છે જેમના નામ લેવા માત્રથી ચહેરા પર સ્મિત આવી જાય છે. એમણે બોલીવુડ ફિલ્મોમાં અલગ-અલગ પાત્ર ભજવ્યા છે. એમના દ્વારા ભજવવામાં આવેલા અમુક પાત્રોએ આપણને ખુબ હસાવ્યા, તો અમુક પાત્રોએ આપણને રડવા પર મજબુર કરી દીધા.

કાદર ખાનનો જાદુ 90 ના દશકમાં ઘણો ચાલ્યો છે. ગોવિંદા અને કાદર ખાનની જોડી તો ઘણી પ્રખ્યાત થઈ હતી. બંનેએ ઘણી ફિલ્મો (હીરો નંબર 1, રાજા બાબુ, આંખે) માં સાથે કામ કર્યુ છે. પરંતુ લોકોને પોતાની વાતોથી હસાવવા વાળા કાદરખાનની હાલત છેલ્લા થોડા સમયથી ઘણી ક્રિટિકલ બની ગઈ છે. એમને ક્રિટિકલ કંડિશનમાં કેનેડાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જણાવી દઈએ કે, 81 વર્ષની ઉંમરમાં કાદર ખાન હોસ્પિટલમાં જીવન અને મૃત્યુ વચ્ચે સંઘર્ષ કરી રહ્યા છે.

રાખવામાં આવ્યા છે વેન્ટિલેટર પર :

જણાવી દઈએ કે એમને BiPAP વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. સાથે જ પ્રોગ્રેસિવ સુપ્રાન્યુક્લિઅર પાલ્સી ડિસઓર્ડરને કારણે એમના મગજે કામ કરવાનું બંધ કરી દીધું છે. થોડા દિવસોથી એમને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી. જે કારણે બાઈપેપ વેન્ટિલેટર પર મુકવામાં આવ્યા છે. હાલમાં એમની હાલત નાજુક બની ગઈ છે. આ જાણકારી એમના દીકરા સરફરાઝ ખાને આપી છે.

81 વર્ષના છે કાદર ખાન :

81 વર્ષના કાદર ખાનને ઘણા સમયથી બોલવામાં પણ તકલીફ થઈ રહી છે. તે ફક્ત પોતાના દીકરા અને વહુની વાતો જ સમજી શકતા હતા. થોડા સમય પહેલા સુધી તે બધાને ઓળખી શકતા હતા. પણ હવે એમને બીજાને ઓળખવામાં પણ મુશ્કેલી થવા લાગી છે. હકીકતમાં પ્રોગ્રેસિવ સુપ્રાન્યુક્લિઅર પાલ્સી ડિસઓર્ડર એક અસામાન્ય માનસિક વિકાર છે. જે શરીરની ગતિ, શરીરના સંતુલન, બોલવા, ગળવા, જોવા, મનોદશા અને વ્યવહાર સાથે વિચારને પ્રભાવિત કરે છે. અમે તમને એ પણ જણાવી દઈએ કે કાદર ખાન કેનેડામાં પોતાના દીકરા સરફરાઝ સાથે રહી રહ્યા છે.

એમની આ હાલત જોઈને અમિતાભ બચ્ચનને પણ કાદર ખાન માટે પ્રાર્થનાની અપીલ કરી છે.

આ ફિલ્મોમાં કર્યુ કામ :

કાદર ખાને ફિલ્મી કરિયરની શરૂઆત ફિલ્મ “દાંગ” થી કરી હતી, જે વર્ષ 1972 માં આવી હતી. આના સિવાય તેમણે અદાલત, પરવરીશ, દો ઓર દો પાંચ, યારાના, દૂધ કા કર્જ, દિલ હી તો હૈ, ફૂલી નંબર 1, તેરા જાદુ ચલ ગયા, હીરો નંબર 1, દુલ્હે રાજા જેવી ઘણી અન્ય સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યુ છે. તેમની છેલ્લી ફિલ્મ 2015 માં આવેલ “દિમાંગ કે દહીં” હતી.

થઇ ચુકી છે ઘૂંટણની સર્જરી :

એમના દીકરા સરફરાઝે થોડા સમય પહેલા આપેલ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું, કે કાદર ખાનને ચાલવામાં ખુબ સમસ્યા આવી રહી હતી. ચાલવા માટે તેમને બે તરફથી આસરો લેવાની જરૂરત પડતી હતી. થોડા પગલાં ચાલવા પર જ તે થાકી જતા હતા અને તે બેસી જતા હતા. તેમને લાગતું હતું કે વધારે સમય સુધી ચાલવા પર તે પડી જશે. તેમણે જણાવ્યું કે થોડા સમય પહેલા તેમના પિતાના ઘૂંટણની સર્જરી કરવામાં આવી હતી. સર્જરી સફળ રહી અને ડોક્ટરે બીજા જ દિવસે ચાલવાની સલાહ આપી. પરંતુ તે ચાલવામાં ઘભરાય છે. અમારી તો આ જ પ્રાર્થના છે કે તે જલ્દી સારા થઇને પોતાના ઘરે પાછા આવી જાય.