પ્રખ્યાત અભિનેતા કાદર ખાનનું કેનેડામાં એક હોસ્પિટલમાં નિધન થઇ ગયું છે. કાદર ખાનના દીકરા સરફરાઝે પીટીઆઈથી જણાવ્યું, “મારા પિતા અમને છોડીને ચાલ્યા ગયા. લાંબી બીમારી પછી 31 ડિસેમ્બરની સાંજે છ વાગ્યે (કેનેડાનો સમય) તેમનું નિધન થઇ ગયું છે. તે બોપોરે કોમાંમાં ચાલ્યા ગયા હતા. તે પાછલા 16-17 અઠવાડિયા સુધી હોસ્પિટલમાં દાખલ હતા.”
તેમણે આગળ જણાવ્યું કે “તેમનો અંતિમ સંસ્કાર કેનેડામાં જ કરવામાં આવશે. અમારો આખો પરિવાર અહીં જ છે, અને અમે અહીંયા જ રહીએ છીએ. એટલા માટે અમે આવું કરી રહ્યા છીએ.” તેમણે જણાવ્યું “અમે દુઆઓ અને પ્રાર્થનાઓ માટે બધાનો આભાર માનીએ છીએ.”
અલવિદા કાદર ખાન : અમિતાભ બચ્ચને આવી આપી આખરી વિદાઈ, લખી ઈમોશનલ વાતો.
તમને જણાવી દઈએ કે બોલીવુડમાં પોતાની અદાકારી અને શાનદાર ડાયલોગથી લોકોને હસાવનારા પ્રખ્યાત એક્ટર કાદર ખાનની હાલત પાછલા દિવસોથી ખુબ નાજુક રહેવા લાગી હતી. ખરાબ સ્વાસ્થ્યને કારણે તેમને હોસ્પિટલમાં બાયપેપ (BiPAP) વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. કાદર ખાન 81 વર્ષની ઉંમરમાં પ્રોગેસિવ સુપરન્યુક્લિયર પાલ્સી ડિસઓર્ડર (પીએસપી)નો શિકાર થઇ ગયા હતા જેના કારણે તેમના મગજે કામ કરવાનું બંધ કરી દીધું હતું.
કાદર ખાનની ફિલ્મોની વાત કરવામાં આવે તો તે એવા અભિનેતા હતા જેમને દરેક પ્રકારનો રોલ આપવામાં તે તેમાં પોતાનો પૂરો જીવ નાખી દેતા. તેવા તેમાં રોલ માટે ખુબ સિરિયસ રહેતા હતા. તેમણે લગભગ 300 ફિલ્મોમાં કામ કર્યુ છે. તેમની પહેલી ફિલ્મ અમિતાભ બચ્ચન સ્ટારર “ખૂન પસીના” હતી અને તેમની છેલ્લી ફિલ્મ “દિમાગ કા દહીં” હતી.
કાદર ખાને નાટકોમાં કામ કરવાથી લઈને, અભિનય અને સ્ક્રીન પ્લેના ક્ષેત્રમાં બોલીવુડમાં ઘણી બધું કામ કર્યુ છે. 1970 થી તેમને બોલીવુડમાં દરેક મોટા કલાકાર સાથે કામ કરવાનું મળ્યું. તેમને રાજેશ ખન્નાથી લઈને ફિરોઝ ખાન, અમિતાભ બચ્ચન, જીતેન્દ્ર, અનિલ કપૂર અને ગોવિંદા સુધી બધા સાથે કામ કર્યુ છે, અને તેમની ફિલ્મોમાં પોતાની ઉપસ્થિતિથી એક સંપૂર્ણતા આપી છે.
અમિતાભ બચ્ચન અને જીતેન્દ્ર જેવા મોટા અભિનેતાઓને સ્થાપિત કરવામાં તેમનું ખુબ મોટું યોગદાન રહ્યું છે. તેમણે લખેલ ડાયલોગ્સએ આ કલાકારોને તેમની શ્રેષ્ઠ અભિનેતાની છબીમાં ઢાળવાનું કામ કર્યુ છે. તેઓ એક સિવિલ એન્જીનિયર હતા.
તેમને ઘણા બધા શ્રેઠ કોમેડી રોલ કર્યા છે. ગોવિંદાની સાથે જોડી તેમની ખુબ પ્રસિદ્ધ થઇ હતી. તેમણે દુલ્હે રાજા, કુલી નંબર 1, સાજન ચલે સસુરાલ, આંટી નંબર વન, બડે મિયાં છોટે મિયાં અને રાજા બાબુ જેવી ફિલ્મોમાં ગોવિંદા સાથે યાદગાર ફિલ્મો કરી હતી.
અમિતાભ બચ્ચનને માંગી હતી સલામતીની દુઆ :
આના પહેલા કાદર ખાનની ખરાબ તબિયત પર બિગ બીએ તેમની સલામતી માટે દુઆ માંગી હતી. બિગ બી એ ટ્વીટ કરી લખ્યું હતું કે કાદર ખાન, એક્ટિંગ અને ટેલેન્ટથી ભરપૂર છે તેઓ આજે બીમારીના કારણે હોસ્પિટલમાં એડમિટ છે તેમના સ્વાસ્થ્ય માટે દુઆ કરો. કાદર ખાને અમિતાભ બચ્ચનની મિસ્ટર નટવરલાલ, ખૂન-પસીના અને સત્તે પે સત્તા જેવી પ્રખ્યાત ફિલ્મો માટે ડાયલોગ્સ લખ્યા છે. તેમણે અગ્નિપથ અને નસીબ જેવી સુપરહિટ ફિલ્મોમાં માટે સ્ક્રીનપ્લે પણ લખ્યું હતું.