દુનિયા છોડતા પહેલા આ 2 કામ કરવા માંગતા હતા કાદર ખાન, પરંતુ અધૂરી રહી ગયા તેમના બે સપનાઓ

૩૧ ડીસેમ્બરની સાંજે લગભગ ૬ વાગ્યે મહાન અભિનેતા અને કોમેડિયન કાદર ખાનનું અવસાન થઇ ગયું. કાદર ખાન એવા મહાન અભિનેતાઓ માંથી એક રહ્યા છે જેમનું નામ લેવા માત્રથી જ ચહેરા ઉપર હાસ્ય આવી જાય છે. તેમણે બોલીવુડ ફિલ્મોમાં અલગ અલગ પાત્ર નિભાવ્યા છે. તેમના દ્વારા નિભાવવામાં આવેલા પાત્રએ આપણને હસાવ્યા છે, તો થોડા પાત્રોએ રડવા માટે મજબુર કરી દીધા. કાદર ખાનનો જાદુ ૯૦ ના દશકમાં ઘણો ચાલ્યો. ગોવિંદા અને કાદર ખાનની જોડી તો ઘણી પ્રસિદ્ધ પણ થઇ હતી. બન્નેએ ઘણી ફિલ્મો (હીરો નંબર ૧, રાજા બાબુ, દુલ્હે રાજા, આંખે) માં સાથે કામ કર્યુ છે.

પરંતુ લોકોને પોતાની વાતોથી હસાવવા વાળા કાદર ખાન હવે આ દુનિયામાં નથી રહ્યા. વર્ષનો પહેલો દિવસ બોલીવુડ જગતની સાથે સાથે આખા દેશ વાસીઓને ઝટકો આપી ગયો. વર્ષના પહેલા દિવસે જ આવા માઠા સમાચાર સાંભળવા મળ્યા જે સાંભળીને સૌની આંખો ભીની થઇ ગઈ. થોડા દિવસો પહેલા જ તેમને ક્રીટીકલ કંડીશનમાં કેનેડાની હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા હતા. જણાવી દઈએ કે ૮૧ વર્ષની ઉંમરમાં કાદર ખાનનું અવસાન થયું છે.

મીડિયા રીપોર્ટસના જણાવ્યા મુજબ તો છેલ્લા થોડા સમયથી તે પોતાને ઘણા એકલા અનુભવ કરવા લાગ્યા હતા. તેને એ વાતનું ઘણું દુ:ખ હતું કે આટલા વર્ષ બોલીવુડમાં પસાર કર્યા પછી કોઈ તેમના હાલ ચાલ પૂછવા પણ આવ્યું ન હતું. તેમની બે ઈચ્છા પણ હતી જેને મરતા પહેલા તે પુરી કરવા માંગતા હતા, પરંતુ તેમની એ ઈચ્છા ઈચ્છા જ રહી ગઈ.

પૂરી કરવા માંગતા હતા આ બે ઈચ્છાઓ :

કાદર ખાનની બે ઈચ્છા હતી જેને મરતા પહેલા તે પૂરી કરવા માંગતા હતા. જયારે તે પોતાના ગોઠણનો ઈલાજ કરાવવા કેનેડા જઈ રહ્યા હતા ત્યારે છેલ્લી વખત તેમની વાત શક્તિ કપૂર સાથે થઇ હતી. તેમણે શક્તિ કપૂરને કહ્યું હતું કે તેમની ઈચ્છા છે કે મરતા પહેલા તે એક વાર જરૂર ભારત આવે, અને બીજી ઈચ્છાએ હતી કે તે જયા પ્રદા અને અમિતાભ બચ્ચનને લઇને એક ફિલ્મ બનાવવા માંગતા હતા. તેમણે ફિલ્મનું નામ પણ વિચારી રાખ્યું હતું ‘જાહિલ’ પરંતુ તેમનું એ સપનું પણ અધૂરું રહી ગયું.

૮૧ વર્ષની ઉંમરમાં થયું અવસાન :

જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા જયારે તેમની હાલત બગડી હતી તો તેમને હોસ્પિટલમાં બાઈપેપ (BiPAP) વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા હતા. એટલું જ નહિ, પ્રોગ્રેસીવ સુપ્રાન્યુક્લીયર પાલ્સી ડીસઓર્ડરને કારણે જ તેમના મગજે પણ કામ કરવાનું બંધ કરી દીધું હતું. થોડા દિવસોથી તેમને શ્વાસ લેવામાં તકલીફ થઇ રહી હતી જે કારણોથી તેમને બાઈપેપ વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા હતા.

૮૧ વર્ષના કાદર ખાનને ઘણા સમયથી બોલવામાં પણ તકલીફ થતી હતી. તેમજ તે માત્ર પોતાના દીકરા અને વહુની વાતોને જ સમજી શકતા હતા. ખાસ કરીને પ્રોગેસીવ સુપ્રાન્યુક્લિયર પાલ્સી એક અસામાન્ય મગજનો વિકાર છે, જે શરીરની ગતી, શરીરનું સંતુલન, બોલવા, ગળવા, જોવા, મનોદશા અને વર્તનની સાથે વિચારને અસર કરે છે.

આ ફિલ્મોમાં કર્યુ કામ :

કાદર ખાને ફિલ્મી કેરિયરની શરુઆત ફિલ્મ ‘દાગ’ થી કરી હતી. જો કે વર્ષ ૧૯૭૨ માં આવી હતી. તે ઉપરાંત તેમણે અદાલત, પરવરીશ, દો ઓર દો પાંચ, યારાના, ખૂન ક કરજ, દિલ હી તો જે, કુલી નંબર ૧, તેરા જાદુ ચલ ગયા, હીરો નંબર ૧, દુલ્હે રાજા સહીત ઘણી બીજી સુપરહિટ ફિલ્મોમાં પણ કામ કર્યુ. તેમની છેલ્લી ફિલ્મ ૨૦૧૫ માં આવેલી ‘દિમાગ કા દહીં’ હતું.