કાળું મીઠું કે સીંધાલું મીઠું જ સ્વાસ્થ્ય માટે હિતકારી છે, જાણો સિંધવ મીઠાના ફાયદા

કાળું મીઠું આરોગ્યનો ખજાનો. ૧૦૦% કુદરતી ૧૦૦% શુદ્ધ.

ભારતીય કાળું મીઠું આયુર્વેદ સારવારમાં એક મસાલા તરીકે ગણવામાં આવે છે. તે પેટની ખરાબી, સોજો, પેટ ફૂલવું, ગન્ડમાલા, હિસ્ટીરિયા, મોટાપો, ઊંચા લીહીનું દબાણ, થાઈરોઈડ, ચર્મ રોગો સાથે સાથે નબળી દ્રષ્ટિના રોગીઓ માટે ઘણું ઉપયોગી છે, આ મીઠું નિયમિત ખાવાના મીઠામાં ઉમેરીને લઇ શકાય છે. તેના ગુણ સિંધા મીઠા જેવા જ છે.

જો તમારે સ્વસ્થ જીવન જીવવું છે તો રોજ સવારે કાળું મીઠું અને પાણી ભેળવીને પીવાનું શરુ કરી દો. જી હા આ ઘોળને સોલ વોટર કહે છે, તેનાથી તમારું બ્લડ શુગર, બ્લડપ્રેશર, ઉર્જામાં સુધારો, મોટાપો અને બીજી જાતની બીમારીઓ તરત જ ઠીક થઇ જશે. ધ્યાન રાખશો કે તમારા રસોડામાં રહેલ સાદા મીઠાનો પ્રયોગ ન કરશો. અથવા તે ફાયદો નહિ કરે. કાળા મીઠામાં ૮૦ ખનીજ અને જીવન માટે તે બધા જરૂરી કુદરતી તત્વ મળી આવે છે જે જરૂરી છે.

સફેદ મીઠાની સરખામણીએ કાળા મીઠામાં સોડીયમનું પ્રમાણ ઓછું હોય છે. એ જ કારણ છે કે ભારતમાં ઊંચા લોહીના દબાણને કારણે ઓછું મીઠું ખાવા વાળાના આહારમાં કાળું મીઠું ઉમેરવાની ભલામણ કરી શકાય છે.

મીઠાવાળું પાણી બનાવવાની રીત :

એક ગ્લાસ હળવા ગરમ પાણીમાં એક ચમચીના ત્રીજા ભાગ જેટલી ચમચી કાળું મીઠું ભેળવો. પછી ગ્લાસને હલાવીને મીઠું ભેળવો અને ૨૪ કલાક માટે મૂકી રાખો. આ ગ્લાસને ઢાંકણથી ઢાંકી દો.

રોજ સવારે મીઠા વાળું પાણી પીવાથી થાય છે આ ફાયદા :

પાચન દુરસ્ત કરે :

મીઠા વાળું પાણી મોઢામાં લાળ વાળી ગ્રંથીને સક્રિય કરવામાં મદદ કરે છે. સારી પાચન શક્તિ માટે આ પહેલું પગલું ખુબ જરૂરી છે. પેટની અંદર કુદરતી મીઠું, હાઈડ્રોકલોરીક એસીડ અને પ્રોટીનને પચાવનાર ઇંજાઈમને ઉત્તેજીત કરવામાં મદદ કરે છે. તેનાથી ખાધેલું ભોજન તૂટીને આરામથી પચી જાય છે. તે ઉપરાંત ઈંટેસ્ટાઇનીલ ટ્રેકટ અને લીવરમાં પણ ઇંજાઈમને ઉત્તેજિત થવામાં મદદ મળે છે, જેનાથી ખાવાનું પચવામાં સરળતા રહે છે.

સ્વાદનો ખજાનો :

ભારતીય કાળું મીઠું ચટણી, દહીં, અથાણું, સલાડ અને ઘણા ફળો સહીત ખાદ્ય પદાર્થોમાં મોટા પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે. તે સામાન્ય રીતે શાકાહારી લોકો દ્વારા આપનાવવામાં આવે છે. ઉનાળાની ઋતુમાં વધુ પરસેવાને લીધે શરીરે ગુમાવેલ મીઠાને પાછું મેળવવા માટે, ભારતીય કાળા મીઠાને સ્વચ્છ પીણામાં સ્વાદ લાવવા માટે ભેળવીને પીવામાં આવે છે.

ઊંચા લોહીના દબાણને કંટ્રોલ કરે :

આ નહિ માત્ર સ્વાદ વધારવા માટે કામ કરે છે પણ આરોગ્ય અને સોંદર્યમાં પણ સુધારો કરે છે. તેમાં સોડીયમનું પ્રમાણ ઓછું હોય છે તેથી ઊંચા લોહીના દબાણ વાળા લોકો માટે સારું રહે છે. તે ઉપરાંત તે સુંદરતાને નિખારે છે.

સાવચેતી :

જે લોકોને ઊંચા લોહીનું દબાણની વધુ તકલીફ હોય, તેમને આ પ્રયોગ સાવચેતી પૂર્વક કરવો જોઈએ. જો તેનાથી તેમનું બ્લડપ્રેશર વધે તો પછી આ પ્રયોગ ન કરવો.

ત્વચા રોગ :

મીઠામાં રહેલ ક્રોમીયમ એક્ને સામે લડે છે અને સલ્ફરથી ત્વચા ચોખ્ખી અને કોમળ બને છે. તે ઉપરાંત મીઠાવાળું પાણી પીવાથી એગ્જીમા અને રેશની તકલીફ દુર થાય છે.

ખંજવાળ :

જો તમારી ચામડી સુકી છે અને ઘણી ખંજવાળ આવી રહેલ છે તો કાળા મીઠાના પાણીથી ન્હાવું તમને ઘણો ફાયદો આપશે.

મોટાપો ઘટાડે :

આ પાચનને દુરસ્ત કરીને શરીરની કોશિકાઓ સુધી પોષણ પહોચાડે છે, જેથી મોટાપાને કંટ્રોલ કરવામાં મદદ મળે છે. ઊંઘ લાવવામાં લાભદાયક છે.

ઊંઘ લાવવામાં મદદગાર :

અપરિષ્કૃત મીઠામાં રહેલ ખનીજ આપણા તંત્રિકા તંત્રને શાંત કરે છે. મીઠું, કોર્ટી સોળ અને એડનલીન જેવા બે ખતરનાક સ્ટ્રેસ હાર્મોનને ઓછા કરે છે. તેથી તેનાથી રાત્રે ઊંઘ લાવવામાં મદદ મળે છે.

ફાટેલી એડીઓ :

ફાટેલી એડીઓ માટે એક ગરમ પાણીની ડોલમાં કાળું મીઠું નાખીને પગને દુબાડો. તેનાથી તમારી એડીઓ ઠીક થઇ જશે.

શરીરને વિજાતીય પદાર્થોથી મુક્ત કરે છે :

મીઠામાં ઘણું ખનીજ હોવાને કારણે તે એન્ટીબેક્ટેરીયલનું કામ પણ કરે છે. તેના કારણે જ શરીરમાં રહેલ ખતરનાક બેક્ટેરિયાનો નાશ થાય છે.

હાડકાની મજબુતી :

ઘણા લોકોને એ નથી ખબર કે આપણું શરીર આપણા હાડકા માંથી કેલ્શિયમ અને ખનીજ ખેંચે છે. તેથી આપણા હાડકામાં નબળાઈ આવી જાય છે તેથી મીઠા વાળું પાણી તે મિનરલ ઉણપની પુરતી કરે છે અને હાડકાને મજબુતી પૂરી પાડે છે.