કહેવાય છે માતાના આ મંદિરની ભસ્મથી બધા રોગો થઈ જાય છે દૂર, જાણો ચમત્કારિક મંદિર સાથે જોડાયેલી વાતો

દેશભરમાં એવા ઘણા મંદિર છે જ્યાં દેવી માતાના ચમત્કાર પ્રસિદ્ધ છે, ભારતમાં દેવી માતાના ઘણા બધા મંદિર રહેલા છે અને બધાની પોતાની કોઈને કોઈ ખાસિયત છે જે તેને બધા મંદિરોથી અલગ બનાવે છે, હંમેશા આ મંદિરોની અંદર કોઈને કોઈ પ્રકારના ચમત્કાર જોવા મળે છે, જેને કારણે જ દુર દુરથી લોકો આ મંદિરમાં દર્શન કરવા માટે આવે છે, દેશમાં દેવી માં ના ઘણા ચમત્કારિક મંદિરો માંથી એક રતનગઢ માતાનું મંદિર છે.

આ મંદિર વિષે એવું કહેવામાં આવે છે કે અહીયાની માટી અને ભભૂતમાં એક ચમત્કારિક શક્તિ છે, માન્યતા મુજબ જે કોઈ વ્યક્તિ શારીરક રીતે બીમાર રહે છે, જો તે અહીયાની ભભૂત ચાટી લે છે તો તેની તમામ બીમારીઓ દુર થઇ જાય છે, સૌથી મોટી ખાસ વાત આ મંદિરની માટીની એ છે કે તેને ચાટતા જ ઝેરીલા જીવોનું ઝેર પણ કોઈ અસર નથી કરતું.

અમે તમને દેવી માતાના આ મંદિર વિષે જાણકારી આપી રહ્યા છીએ આ મંદિર મધ્ય પ્રદેશથી લગભગ ૫૫ કી.મી. ના અંતરે રામપુર ગામમાં આવેલું છે, રતનગઢ માતાનું આ મંદિર સિંધ નદીના કિનારે બનેલું છે, દેવી માતાનું આ મંદિર ગાઢ જંગલો ની વચ્ચે આવેલું છે, આ મંદિરમાં દેવી માં ની મૂર્તિ ઉપરાંત કુંવર મહારાજની મૂર્તિ પણ સ્થિત છે, અહિયાંના સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ એવું કહેવામાં આવે છે કે કુંવર મહારાજ દેવી માતાના સૌથી પરમ ભક્ત હતા, તેથી આ મંદિરની અંદર માતાની પૂજા સાથે સાથે તેમની પણ પૂજા કરવામાં આવે છે.

રતનગઢ વાળા માતાના મંદિરની સૌથી ખાસ વાત એ ગણવામાં આવી રહી છે કે આ મંદિરની માટીમાં એટલી શક્તિ છે કે તે ચાટવાથી સાંપ, વિછી વગેરે કોઈ પણ પ્રકારના ઝેરીલા જીવોના ઝેર દુર થઇ જાય છે, દેવી માતાના મંદિરમાં જે ભભૂત નીકળે છે તે ઘણી જ સિદ્ધ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જો આ ભભૂતને પાણીમાં ભેળવીને કોઈ રોગી વ્યક્તિ સેવન કરે છે તો તેનાથી તમામ પ્રકારના રોગ ઠીક થઇ જાય છે.

દેવી માતાના આ મંદિરમાં માત્ર માણસોને જ પરવાનગી નથી હોતી પરંતુ પશુઓનો પણ ઈલાજ કરવામાં આવે છે, અહિયાંના સ્થાનિક લોકો ભાઈ બીજના દિવસે પશુને બાંધવાના દોરડાને દેવી માં પાસે મુકે છે ત્યાર પછી આ દોરડાથી ફરી પશુને બાંધી દે છે તેનાથી પશુને કોઈ પ્રકારની શારીરિક તકલીફ છે તો તે જલ્દી દુર થઇ જાય છે, માતાના આ મંદીરમાં ભાઈ બીજના દિવસે વિશેષ મેળો ભરાય છે, આ મેળાની અંદર સ્થાનિક લોકો સાથે સાથે દુર દુરથી ભક્ત દર્શન કરવા માટે અહિયાં આવે છે.

દેવી માતાના આ મંદિર વિષે એવું કહેવામાં આવે છે કે આ મંદિરનું નિર્માણ મુગલ કાળ દરમિયાન કરવામાં આવ્યું હતું, તે સમયે યુદ્ધ દરમિયાન શિવાજી વીંધ્યાનચલના જંગલોમા ભૂખ્યા તરસ્યા ભટકી રહ્યા હતા ત્યારે તેને કોઈ કન્યાએ ભોજન કરાવ્યું હતું.

અહીયાના સ્થાનિક લોકોએ એવું જણાવ્યું હતું કે શિવાજીએ પોતાના ગુરુ સ્વામી રામદાસને તે કન્યા વિષે પૂછ્યું તો તેમણે પોતાની દિવ્ય દ્રષ્ટિથી જોઇને શિવાજીને જણાવ્યું કે તે કન્યા જગત જનની માં દુર્ગા હતી, જ્યારે માતાના મહિમાથી પ્રભાવિત થઈને શિવાજીએ અહિયાં દેવી મા નું મંદિર બનાવરાવી દીધું હતું, જે ભક્ત આ મંદિરમાં પોતાના સાચા મનથી માતાના દર્શન કરે છે તેની તમામ મનોકામનાઓ પુરી થાય છે.

આ માહિતી હિન્દૂ બુલેટિન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.