કઈ રીતે BBC ની એક ભુલની મદદથી 1971 ના યુદ્ધમાં ભારતને જીત મળી હતી, તે વિશે જાણવા જેવી વાત.

ઇતિહાસ સાક્ષી છે પાકિસ્તાન દરેક યુદ્ધમાં ભારતની સામે હારી ગયુ છે. તો પણ તે બધા યુદ્ધમાં પોતાના જીતની પ્રસંશા કર્યા કરે છે. વર્ષ 1971 માં બાંગ્લાદેશની અલગ દેશની માંગને લઇને ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયુ હતુ. આ યુદ્ધમાં પાકિસ્તાનને હાર મળી હતી અને બાંગ્લાદેશ એક સ્વતંત્ર દેશ બન્યુ હતુ.

બાંગ્લાદેશ બનવા માટેના આ યુદ્ધના હીરો રિટાયર્ડ મેજર જનરલ Ian Cardozo એ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. 1971 યુદ્ધના હીરો સેન્ટ્રલ કમાન્ડના હેડ લેફ્ટનન્ટ જનરલ એફએન બિલીમોરિયાની જિંદગી પર આધારિત પુસ્તક લેફ્ટનન્ટ જનરલ બિલીમોરિયા : હિઝ લાઈફ એન્ડ ટાઈમ્સના પ્રમોશન સમયે ભારતીય સેનાના સૌથી ઉત્તરાધિકારી અધિકારીયો માંના એક Ian Cardozo એ સિલજીત પર વિજય મેળવવા અને પાકિસ્તાન પર જીત મેળવવાની યાદોને તાજી કરી.

કેટલાય વર્ષો પછી તેમણે આ યુદ્ધના સમય દરમ્યાન BBC ના જબરદસ્ત પ્રસારણ માટે અભિવાદન કરતા કહયું કે વધારે સેના હોવા છતાં પાકિસ્તાનની એક ભુલના કારણે ભારતને મોટી સફળતા મળી હતી.

Cardozo એ સમયે ગોરખા રાઈફલ્સ બટાલિયાનમાં મેજર હતા, જેમાં લગભગ 750 સૈનીકો સામેલ હતા. આ સમય દરમિયાન આ ટુકડીને સિલહેતની પાસે અટગ્રામ પર વિજય મેળવવાનું કામ સોંપ્યું હતું.

આ દરમિયાન હથિયાર અને ખાવાની વસ્તુઓ ઓછી હોવા છતાં ભારતીય સૈનિકોએ પાકિસ્તાનની સેનાના ત્રણ બ્રિગેડિયર, એક કર્નલ, 107 અધિકારીઓ, 219 જેસીઓ અને 7000 સૈનિકો સાથે 2 પાકિસ્તાનના આર્મી બ્રિગેડોને શરણાગતિ સ્વીકારવા મજબૂર કરી દીધા હતા.

વર્ષ 2016 માં થયેલા એક કાર્યક્રમ દરમિયાન તેમણે કહ્યું હતું કે હું BBC નો દિલથી આભાર વ્યક્ત કરવા માંગું છું. યુદ્ધના સમય દરમિયાન અમારી પાસે સમાચાર મીડિયાની રીતે BBC જ એકમાત્ર વિશ્વાસપાત્ર બ્રોડકાસ્ટ સ્ટેશન હતું. ભારતીય સેનાની પાસે છુપાવવા માટે કશું હતું નહી, એટલા માટે યુદ્ધના સમયે BBC ના પત્રકારો આપણા સૈનિકોની સાથે ચાલતા હતા.

આ સમય દરમિયાન BBC ના પત્રકારો યુદ્ધની પળેપળની જાણકારી આપતા હતા. પરંતુ BBC એ ભુલથી જાહેરાત કરી કે ગોરખા બ્રિગેડ સિલહેતમાં ઉતરી ચુકી છે અને આ સમાચારને અમે પણ સાંભળતા હતા અને પાકિસ્તાન પણ. એટલા માટે અમે એ બતાવાની કોશિશ કરી કે એ બ્રિગેડ અમારી જ છે. આ ભુલ અમારા માટે સાચી સાબિત થઇ.

ખોટી જાણકારીનો લાભ ઉઠાવીને Ian Cardozo ની બટાલિયને નાની-નાની લડાઇઓ જીતીને એવી સ્થિતિ બનાવી કે પાકિસ્તાની સૈનિકો એ ફરજીયાત 15 ડિસેમ્બર,1971 ના દિવસે શરણાગતિ સ્વિકારવી પડી. Cardozo અને એમની ટીમને એ તો ખબર હતી કે આ એરિયામાં પાકિસ્તાની બ્રિગેડ છે, પરંતુ તે એ જાણીને ચોંકી ગયા કે અહિયાં પાકિસ્તાની સેનાની તાકાત એક બ્રિગેડથી કેટલી બમણી હતી.

આ યુદ્ધના સમયે પોતાનો એક પગ ગુમાવી ચૂકેલા રિટાયર્ડ મેજર જનરલ Ian Cardozo ને સૌથી સરસ સેવાનુ ઈનામ અને સેના ઈનામથી સન્માનિત કરાઇ ચુક્યા છે.

રિટાયર્ડ મેજર જનરલ Ian Cardozo આજે દરેક ભારતીય માટે એક પ્રેરણા બની ચુક્યા છે. એમની બહાદુરી માટે અમે એમને સલામ કરીયે છે.